કપાસિયા તેલમાં રૂ.30 ઘટ્યા

(પ્રતિનિધિ દ્વારા) રાજકોટ, તા.11
સપ્તાહના અંતિમ દિવસે સિંગતેલના ભાવમાં રૂ. 10નો ઘટાડો થયો છે. જ્યારે કપાસિયા તેલમાં આજે વધુ રૂ.30 ઘટેલા જોવા મળ્યા હતા. મગફળી બજાર સ્થિર હતું. ખાંડ બજારમાં આવકની સાથે સાથે ભાવ ટકેલા હતા. ચણા બેસન બજારમાં પણ કોઈ ફેરફાર જણાતો નહોતો. એરંડા બજારમાં સામાન્ય વધઘટ જણાતી હતી. ભારતીય સોના ચાંદી બજાર નરમ જોવા મળ્યું હતું.
મગફળી
મગફળી બજારમાં સ્થિરતા હતી. જૂનાગઢમાં પિલાણ 25,000, જી 10 28,000 જી 20 28,500 અને ટી જે 37ના ભાવ 28,300 ઉપર જણાતાં હતા જ્યારે 1,000 ગુણીની આવક હતી.
ખાદ્યતેલો
સીંગતેલમાં રૂ. 10 ઘટેલા હતા. જ્યારે કપાસિયા તેલમાં વધુ રૂ. 30 ઘટેલા નોંધાયા હતા.
સીંગતેલમાં રૂ. 10 ઘટતાં 15 કિગ્રા નવા ટીન 2515 – 2565, 15 કિગ્રા લેબલ ટીન 2465 – 2515, 15 લીટર નવા ટીન 2335 – 2365 અને 15 લીટર લેબલ ટીન 2285 – 2325 જ્યારે કપાસિયા તેલમાં રૂ. 30ના ઘટાડા સાથે 15 કિગ્રા નવા ટીન 2390 – 2440, 15 કિગ્રા જુના ટીન 2350 – 2390, 15 લીટર નવા ટીન 2235 – 2295, 15 લીટર જુના ટીન 2205 – 2235 ભાવ હતા. વનસ્પતિ 1940 – 2000, પામોલિન 1965 – 1970, કોપરેલ 2880 – 2930, દિવેલ 2100 – 2120, કોર્ન 2130 – 2170, મસ્ટર્ડ ઓઇલ 2680 – 2710 અને સનફ્લાવર 2230 – 2260 ઉપર ભાવ હતા.
સિંગખોળ જૂનાગઢમા 38,000અને રાજકોટમાં 39,000 ઉપર જળવાયેલો જણાતો હતો.
ખાંડ
ખાંડ બજારમાં આજે પણ આવકની સાથે ભાવમાં કોઈ ફેરફસર જોવા મળ્યો નહોતો. રાજકોટમાં 1200 ગુણી ખાંડની અવક હતી. જ્યારે ડી ગ્રેડનાં ભાવ 3820 – 3870 અને સી ગ્રેડનાં ભાવ 3940 – 3990 ઉપર જળવાયેલા જણાતાં હતા.
ચણા બેસન
ચણા બેસન બજારમાં સતત સ્થિરતા જોવા મળી છે. રાજકોટમાં ચણા 5300 – 5400, બેસન 5200 – 5300 અને ચણા દાળ 6500 – 6700 ઉપર રહી હતી.
એરંડા
એરંડા બજારમાં સામાન્ય વધઘટ જોવા મળી છે.
એરંડા બજારમાં ગુજરાતમાં 15,000 – 20,000 ગુણીની આવકે ભાવ 1235 – 1255. જ્યારે સૌરાષ્ટ્રમાં 800 – 1000 ગુણીની અવકે ભાવ 1190 – 1220 ઉપર હતો. મુખ્ય પીઠમાં જગાણા 1280, કડી 1270, ક્ધડલા 1265, માવજીહરી 1255 – 1260 અને ગિરનારના ભાવ 1250 – 1255 ઉપર હતા
રૂ કપાસ
સુસ્તીવાળા માહોલ વચ્ચે રૂ કપાસ બજારમાં ભાવ મક્કમ જણાતાં હતા. રાજકોટમાં રૂ ગાંસડી 54,000 – 56,000, કપાસિયા 800 – 825 અને માણાવદરમાં રૂ ગાંસડી 57,000 – 57,500, કપાસિયા 850 – 860 ભાવ હતા.
દેશમાં 3300 ગાંસડી કપાસની આવક હતી. જ્યારે ગુજરાતમાં 700 ગાંસડી કપાસની આવક રહી હતી. સૌરાષ્ટ્રમાં 8,000 – 9,000 મણની કપાસની આવકે સરેરાશ ભાવ 1100 – 1500 હતો.
કપાસિયા ખોળ રાજકોટમાં 1400 – 1950, કડીમાં 1800 – 1820, અને માણાવદરમાં 1700 હતો.
સોના ચાંદી
ભારતીય સોના ચાંદી બજારના ભાવ નરમ જણાતાં હતા. રાજકોટમાં ચાંદી પ્રતિ કિગ્રાએ ભાવ 65,150 જ્યારે સોનામાં સ્ટાન્ડર્ડ 48,450 અને 22 કેરેટના ભાવ 46,300 ઉપર જોવા મળ્યા હતા. બિસ્કિટ 4,84500 ઉપર નોંધાયું હતુ.

રિલેટેડ ન્યૂઝ