સેન્સેક્સમાં ૧૨૭, નિટીમાં ૧૪ પોઈન્ટનું ગાબડું પડ્યું

રિલાયન્સ ઈન્ડસ્ટ્રી, આઈસીઆઈસીઆઈ બેન્ક અને એચયુએલના શેરોમાં ભારે કડાકો જોવા મળ્યો હતો

(સંપ્ાૂર્ણ સમાચાર સ્ોવા)
મુંબઈ, તા.૧૩
સ્થાનિક શેર બજાર સોમવારે ગિરાવટ સાથે બંધ થયા. બીએસઈના ૩૦ શેરો પર આધારિત સંવેદૃનશીલ સૂચકાંક સેન્સેક્સ ૧૨૭.૩૧ પોઈન્ટ એટલે કે ૦.૨૨ ટકાની ગિરાવટ સાથે ૫૮,૧૭૭.૩૦ પોઈન્ટના સ્તરે બંધ થયો. એજ રીતે એનએસઈ નિટી ૧૩.૯૫ પોઈન્ટ એટલે કે ૦.૦૮ ટકાની તૂટ સાથે ૧૭,૩૫૫.૩૦ પોઈન્ટના સ્તરે બંધ થયો. નિટી પર રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના શેરોમાં સૌથી વધુ ૨.૩૦ ટકાની ગિરાવટ નોંધાઈ હતી. આઈસીઆઈસીઆઈ બેક્ધના શેર ૧.૭૭ ટકા, એસબીઆઈ લાઈફના શેર ૦.૮૭ ટકા, હિન્દૃુસ્તાન યૂનિલિવરના શેર ૦.૮૪ ટકા અને એચડીએફસી બેક્ધના શેર ૦.૮૨ ટકાની સર્વાધિક ગિરાવટ સાથે બંધ થયા. બીજી બાજુ કોલ ઈન્ડિયાના શેરમાં સર્વાધિક ૩.૯૦ ટકા, િંહદૃાલ્કોના શેરમાં ૩.૨૪ ટકા, કોટક મહિન્દ્ર બેક્ધતના શેરમાં ૧.૭૧ ટકા, ટાટા સ્ટીલના શેરમાં ૧.૫૯ ટકા અને બીપીસીએલના શેરમાં ૧.૫૮ ટકાની તેજી જોવા મળી. બીએસઈ સેન્સેક્સ પર રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના શેરોમાં સૌથી વધુ ૨.૨૨ ટકાની તૂટ જોવા મળી.આઈસીઆઈસીઆઈ બેક્ધના શેર ૧.૭૯ ટકાની ગિરાવટ સાથે બંધ થયા. આ ઉપરાંત િંહદૃુસ્તાન યૂનિલિવર લિમિટેડ, એચડીએફસી બેક્ધ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ઈન્ડસઈન્ડ બેક્ધ, એક્સિસ બેક્ધ, ટેક મહિન્દ્રા, અલ્ટ્રાટેક સિમેન્ટ અને ઈન્ફોસિસના શેર પણ લાલ નિશાન પર બંધ થયા. ટીસીએસ, ભારતી એરટેલ, બજાજ ફિનસર્વ, ટાટા સ્ટીલ, મારુતિ, કોટક મહિન્દ્રા બેક્ધ, એચસીએલ ટેક, આઈટીસી, એચડીએફસી, એશિયન પેઈન્ટ્સ, સન ફાર્મા, એનટીપીસી, ડો. રેડ્ડીસ, નેસ્લે ઈન્ડિયા, પાવર ગ્રિડ, બજાજ ફાઈનાન્સ, એસબીઆઈ, લાર્સન એન્ડ ટૂબ્રો, ટીટન અને બજાજ ઓટોના શેર લીલા નિશાન પર બંધ થયા.

રિલેટેડ ન્યૂઝ