એપીએમ ટર્મિનલ્સ પિપાવાવે ગ્લોબલ સેફ્ટી ડેની ઉજવણી કરી

પીપાવાવ, તા.13
એપીએમ ટર્મિનલ્સ પિપાવાવે ‘લીડિંગ વિથ કેર’ની થીમ સાથે વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા 8 સપ્ટેમ્બરના રોજ ગ્લોબલ સેફ્ટી ડેની ઉજવણી કરી હતી. એપીએમ ટર્મિનલ્સ પિપાવાવે કર્મચારીઓ અને કામદારો માટે કાર્યસ્થળે સલામતીની શ્રેષ્ઠ પ્રેક્ટિસ અપનાવી છે. આ ઉજવણીનો ઉદ્દેશ કર્મચારીઓ વચ્ચે જાગૃતિ લાવવાનો અને રોજિંદા કાર્યમાં સલામતીને અભિન અંગ બનાવવાનો હતો.
પોર્ટ પર જાગૃતિ લાવવા માટે મોટા સેફ્ટી પોસ્ટર્સ મૂકવામાં આવ્યાં હતાં. ગ્લોબલ સેફ્ટી ડેની ઉજવણી પર વિવિધ પ્રવૃત્તિઓ યોજાઈ હતી, જેમાં બાળકો માટે પોસ્ટર સ્પર્ધા, કોવિડ દરમિયાન આપણે સલામત કામગીરી કેવી રીતે કરવી એ અંગે માર્ગદર્શન આપવા બલ્ક ઓપરેશન ટીમ દ્વારા સેફ્ટી સ્કિટ, વસાહતના રહેવાસીઓ માટે એલપીજી સેફ્ટી પ્રદર્શન, ઘરગથ્થું કચરાનું વ્યવસ્થાપન કરવા જાગૃતિ, મેનેજમેન્ટ દ્વારા વૃક્ષારોપણ પછી નાની ઉજવણીનો કાર્યક્રમ સામેલ હતો. તમામ વયજૂથ અને લોકેશનના આશરે 50 બાળકોએ ઉત્સાહભેર સેફ્ટી પોસ્ટર કોમ્પિટિશનમાં ભાગ લીધો હતો. એલપીજી સેફ્ટી પ્રદર્શન કાર્યક્રમ ગસાફેઇન્ડિયા લિમિટેડ સાથે બે બેચમાં યોજાયો હતો. આ પ્રદર્શનનો મુખ્ય ઉદ્દેશ એ સુનિશ્ચિત કરવાનો હતો કે, યુઝર્સ કોઈ પણ પ્રકારની દુર્ઘટના ટાળવા ઓઇલ એન્ડ ગેસ કંપનીઓની તમામ માર્ગદર્શિકાઓનું કડકપણે પાલન કરે. એચએસએસઈ ટીમે જેટી પર લીડર્સ દ્વારા વર્ચ્યુઅલ ગેમ્બાનું આયોજન કર્યું હતું, જેમાં રિજનના લીડર્સ સહભાગી થયા હતા. ચક્રવાત પછી પુનર્વસનના કામ પર કેન્દ્રિત લીડિંગ વિથ કેર ગેલેરી કેન્દ્રિત હતી, જેને એસેટ મેનેજમેન્ટ ટીમે ઊભી કરી હતી, જેમાં કર્મચારીઓને ચક્રવાત પૂર્વે અને પછી સલામતીની વિવિધ સાવચેતીઓનો પરિચય કરાવવામાં આવ્યો હતો. ઉજવણીમાં તમામ લોકેશનના કર્મચારીઓ પાસેથી ઉત્સાહભેર ભાગીદારી જોવા મળી હતી.
એપીએમ ટર્મિનલ્સ પિપાવાવની કામગીરીનું હાર્દ સલામતી છે. પોર્ટે ઓગસ્ટ, 2021 સુધી 954 દિવસ માટે ઝીરો મૃત્યુ અને ઝીરો લોસ્ટ-ટાઇમ ઇન્જરી (એલટીઆઈ) ફ્રીકવન્સી રેટ સાથે અકસ્માત-મુક્ત કામગીરીનો રેકોર્ડ કર્યો છે. પોર્ટે એપીએમ ટર્મિનલ્સની સૂચિત સલામતીની પહેલો પર સફર શરૂ કરી છે, જેથી પરિવહન, સસ્પેન્ડેડ લોડ અને લિફ્ટિંગ, ઊંચાઈ પર કામગીરી, ઊર્જાનો સંગ્રહ અને કોન્ટ્રાક્ટર્સના નિયંત્રણને સુનિશ્ચિત થાય.

રિલેટેડ ન્યૂઝ