HDFC Bank ની ખેડૂત માટે ખાસ વ્યવસ્થા, એક ફોન પર મળશે બેકિંગ સુવિધાઓ

નવી દિલ્હી: ખાનગી ક્ષેત્રની બેન્ક HDFC Bank એ ખેડૂતોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખતાં ‘Har Gaon Hamara Toll-free Number’ લોન્ચ કરી છે. આ સ્કીમ હેઠળ ખેડૂતો માટે એક ખાસ ભેટ ટોલ ફ્રી નંબર જાહેર કર્યો છે. આ નંબર દ્વારા ખેડૂતોને વિવિધ પ્રકારની ફાઇનાન્શિયલ સર્વિસ ઉપલબ્ધ કરાવવામાં આવશે. HDFC Bank Ltd એ સોમવારે 06 જાન્યુઆરી Interactive Voice Response (IVR) ટોલ ફ્રી ) (1800 120 9655) જાહેર કર્યો છે. આ નંબર પર ફોન કરતાં ખેડૂતોને પોતાની કૃષિ જરૂરિયાતો માટે દરેક પ્રકારની નાણાકીય સુવિધાઓ મળી શકશે.

ખેડૂતોને પોતાની કોઇપણ પ્રકારની બેન્કીંગ જરૂરિયાતો માટે HDFC Bank ના ટોલ ફ્રી નંબર 1800 120 9655 પર ફોન કરવો પડશે. આ વિશે ખેડૂતોને પોતના વિસ્તારનો પિન કોડ નંબર (PIN code number) નાખવો પડશે. આ પ્રક્રિયા બાદ ખેડૂતની નજીકની HDFC Bank ની બ્રાંચનો કોઇ પ્રતિનિધિ ખેડૂત સુધી પહોંચશે અને તેની બેન્કીંગ જરૂરિયાતોને પુરી કરવાનો પ્રયત્ન કરશે.

રિલેટેડ ન્યૂઝ