શેર બજાર લાલ નિશાન સાથે બંધ, ફાર્માને છોડી તમામ સેક્ટર ઇન્ડેક્સ લાલ નિશાનમાં

એશિયન બજારોમાં આજે નબળાઇ જોવા મળી ત્યાં જ આજે પ્રથમ ચરણના ટ્રેડ ડીલ પર અમેરિકા અને ચીન હસ્તાક્ષર કરશે. આ કરાર અંતર્ગત અમેરિકા ટૈરિફ ઘટાડશે. જ્યારે ચીન વધુ એગ્રી પ્રોડક્ટ ખરીદશે. ટેક્નોલોજી ટ્રાંસફરને લઇને પણ ડીલ થઇ શકે છે. આથી અમેરિકન કંપનીઓ પર ટેક્નોલોજી ટ્રાંસફરનું દબાણ ઘટશે. આ સાથે જ આજે અમેરિકા દ્વારા ચીનને કરન્સીથી છેડછાડ કરનારા (કરન્સી મૈનિપુલેટેર) દેશોના લિસ્ટમાંથી બહાર કરી દીધુ છે.

આ ગ્લોબલ સંકેતો વચ્ચે સેંસેક્સ અને નિફ્ટીની શરૂઆત નબળી રીતે થઇ. જોકે મિડ અને સ્મોલકૈપ શેરમાં કેટલીક ખરીદારી નજર આવી. ત્યાં જ આજે સેંસેક્સ દિવસનાં અંતે 79.90 ના ઘટાડા સાથે 41,872 પર બંધ થયો તો બીજી બાજૂ નિફ્ટી 19 અંકના ઘટાડા સાથે 12,343 બંધ થઇ. જોકે દિવસની શરૂઆતમાં સેંસેક્સએ 200 અંક નીચે સુધી છલાંગ મારી હતી. બાદમાં બજારમાં થોડી રિકવરી જોવા મળી.

નિફ્ટીમાં ફાર્માને છોડી તમામ સેક્ટર ઇન્ડેક્સ લાલ નિશાનમાં નજર આવી રહ્યા છે. નિફ્ટીના ઓટો ઇન્ડેક્સમાં 0.21 ટાક, પીએસયૂ બેંક ઇન્ડેક્સમાં લગભગ 0.45 ટકા, પ્રાઇવેટ બેંક ઇન્ડેક્સમાં 0.66 ટકા, મેટલ ઇન્ડેક્સમાં 0.94 ટકાનો ઘટાડો જોવા મળ્યો, જ્યારે ફાર્મા ઇન્ડેક્સમાં 0.04 ટકાની તેજી નજર આવી.

રિલેટેડ ન્યૂઝ