આ છે Vodafoneની ધાંસૂ ઓફર, આટલાનું રિચાર્જ કરાવવા પર મળશે 2500 રૂપિયા કેશબેક

વોડાફોનના યુઝર્સ માટે સારાં સમાચાર છે. કંપની બિલ પેમેન્ટ્સ પર યુઝર્સને 2500 રૂપિયા સુધીનું કેશબેક ઓફર કરી રહી છે. આ ઓફર મોબાઈલ રિચાર્જ પર પણ ઉપલબ્ધ છે. આ કેશબેક સ્કીમ માટે વોડાફોને પેટીએમ સાથે પાર્ટનરશિપ કરી છે. વોડાફોનની આ ધમાકેદાર ઓફરનો લાભ નવા યુઝર્સની સાથે વર્તમાન યુઝર્સ પણ લઈ શકે છે.
પેટીએમએ જણાવ્યું કે, સફળતાપૂર્વક રિચાર્જ થવા પર યુઝર્સને 15 રૂપિયાનું કેશબેક મળશે. આ સિવાય અન્ય 2485 રૂપિયા માટે યુઝર્સને મૂવી, ફ્લાઈટ, બસ અથવા પેટીએમ ફર્સ્ટ વાઉચર આપવામાં આવશે. ઓફરનો લાભ લેવા માટે યુઝર્સે પોતાના નંબર પર ઓછાંમાં ઓછું 149 રૂપિયાનું રિચાર્જ કરાવવું પડશે. પેટીએમએ કહ્યું કે આ ઓફર સીમિત સમય માટે જ છે.

પ્રોમો કોર્ડ કરવો પડશે એન્ટર

આ ઓફર મેળવવા માટે યુઝર્સે કોઈપણ પેમેન્ટ કરતી વખતે VODANEW2500 પ્રોમો કોડનો ઉપયોગ કરવો પડશે. વર્તમાન યુઝર્સે VODA2500 પ્રોમો કોર્ડ એપ્લાય કરવો પડશે. જો તમે લકી હશો તો રિચાર્જ અથવા બિલ પેમેન્ટના 24 કલાકમાં જ પેટીએમ આ ઈનામ તમને આપી દેશે.

રિલેટેડ ન્યૂઝ