ખતરનાક થઇ રહૃાું છે સંક્રમણ

દૃેશમાં જ્યારે ૨૫ માર્ચના રોજ પ્રથમવાર લોકડાઉન લગાવવામાં આવ્યું ત્યારે કોરોનાના સંક્રમિત કેસો હતા માત્ર ૫૦૦, પહેલો કેસ ૩૦ જાન્યુઆરીના રોજ ભારતમાં કેરળમાં નોંધાયો હતો. લોકડાઉન લગાવ્યાના ૨૦ દિૃવસમાં કેસોની સંખ્યા વધીન્ો ૧૦ હજાર થઇ અન્ો હવે સ્થિતિ એવી છે કે, ગયા રવિવારે એક જ દિૃવસમાં ૪૦ હજાર કરતાં વધારે કેસો નોંધાયા.
ઇન્ડીયન મેડીકલ એસો.નું માનવું છે કે, ભારતમાં કોરોનાનો ચેપ હવે કોમ્યુનીટી સ્પ્રેડ સુધી પહોંચી ગયો છે જે કોરોના વાઇરસના ફેલાવાનો સૌથી મોટો ખતરનાક તબક્કો મનાય છે. આ એવો તબક્કો છે કે, જેમાં ચેપ ક્યાંથી લાગ્યો ત્ોની કોઇ ભાળ મળતી નથી. જો ખરેખર એવું થયું હોય તો ત્ોના કારણો અન્ો ત્ોના ઉપાય અંગ્ો પણ વિચારવું પડે.
જ્યારે ૫૦૦ કેસો આવ્યાં ત્યારે દૃેશ આખામાં લોકડાઉન લગાવવા પાછળ સરકારનો ઇરાદૃો સંક્રમણન્ો રોકવાનો અને કોમ્યુનીટી સ્તર સુધી ના પહોંચે ત્ોની કાળજી લેવા માટેનો હતો. પ્રથમ લોકડાઉન બાદૃનો સરકારો પણ સજાગ રહી અન્ો લોકો પણ. પરંતુ જેવું લોકડાઉન ખુલ્યુ એટલે તો સરકારો અન્ો લોકો પણ બ્ોફિકર થઇ ગયા. લોકડાઉન પહેલાં મધ્યપ્રદૃેશમાં સત્તા પલટાની રાજકીય ઘટના પણ બની. અન્ો હવે એવું જ રાજસ્થાનમાં પણ થઇ રહૃાું છે. છેલ્લાં કેટલાક દિૃવસોથી બળવાખોર ધારાસભ્યો ગુમ છે તો સરકાર હોટેલમાં બંધ છે. મામલો હાઇકોર્ટમાં ચાલી રહૃાો છે. રાજસ્થાન અન્ો મધ્યપ્રદૃેશ સહિત લગભગ દૃરેક રાજ્યોમાં કેસો વધી રહૃાાં છે, પણ સરકાર અન્ો રાજકીય પક્ષો પ્રજાની િંચતા છોડીન્ો રાજકારણ- રાજકારણ રમી રહૃાાં છે, એવામાં કોરોનાન્ો બ્ોફામ અન્ો બ્ોકાબુ થતાં કોણ રોકી શકે છે ભલા..?
છેલ્લાં ૧૫ દિૃવસની ગંફીર પરિસ્થિતિનું વિશ્ર્વેષણ કરવામાં આવે તો લાગ્ો જ નહીં કે, રાજ્ય સરકારો કોરોનાન્ો લઇન્ો ગંભીર છે. એવું જણાઇ રહૃાું છે કે, પ્રજાન્ો ત્ોમના હાલ પર છોડી દૃેવામાં આવી છે. પ્રજાનું જે થવાનું હોય ત્ો થાય. જે બચ્યા ત્ો બચી ગયા જે ગયા ત્ો ગયા. સ્થિતિ એટલી ગંભીર બની કે, યુપી, બિહાર, બ્ોંગ્લુરુ, પ્ાૂણે, ચેન્નઇ, દૃ.કન્નડા વગ્ોરેમાં ફરીથી આંશિક અને પ્ાૂર્ણકાલીન લોકડાઉન લગાવવાની ફરજ પડી છે. પરંતુ કોરોનાન્ો રોકવાની અન્ો કોરોનાથી બચવાની કોઇ ગંભીરતા તંત્રમાં કે લોકોમાં જોવા મળતી નથી. ખાસ તો લોકો જ કોરોનાન્ો હજુ પણ ગંભીરતાથી નથી લઇ રહૃાાં. અન્ો માસ્ક વગર જાહેરમાં, મેળામાં ફરી રહૃાા છે. મોટી સંખ્યામાં લોકો એકત્ર થતાં હોય ત્ોવા તમામ કાર્યક્રમો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે છતાં આપણે જોઇએ છીએ કે, ક્યાંક પાટોત્સવ ઉજવાય છે તો ક્યાંક નદૃીના કિનારે ધાર્મિક વિધિ થઇ રહી હોય. રાજકીય પક્ષો પણ પોતાના કોઇ કાર્યક્રમમાં કોરોના સંક્રમણન્ો રોકવા સોશ્યલ ડીસ્ટન્સનું પાલન કરતાં નથી ક્યાંક લોકોમાં ઉન્માદૃ, ઉત્સાહ વગ્ોરેન્ો કારણે સોશ્યલ ડીસ્ટન્સીંગનું પાલન થતું નથી.
વહીવટી તંત્રની કડકાઇ નથી તો તકેદૃારી પણ જોવા મળતી નથી બીજી તરફ દૃેશ આજે જબરજસ્ત સંકટમાંથી પસાર થઇ રહૃાું છે. જેન્ો ગંભીરતાથી લેવાની જરૂર છે. પ્રશ્ર્ન એ પણ છે કે, આવા સંકટના સમયે રાજકીય ટકરાવન્ો રોકી ના શકાય? શું તમામ રાજકીય પક્ષોએ ભેગા થઇન્ો કોરોનાની સામે લડવું ના જોઇએ? શું આ ત્ોમની ન્ૌતિક ફરજ નથી? સ્થિતિ હજુ બગડેલી છે પણ જો સૌ કોઇ ભેગા થઇન્ો સામૂહિક રીત્ો ત્ોનો સામનો કરે તો મોટા જોખમન્ો ટાળી શકાય ત્ોમ છે.
વિશ્ર્વ આરોગ્ય સંસ્થા (હુ) દ્વારા ભારત અંગ્ો કેટલીય વાર આશંકાઓ વ્યકત કરવામાં આવી છે. પરંતુ આપણે ત્ોન્ો પણ ગંભીરતાથી લેતા નથી. અન્ો જો આજ સ્થિતિ રહી તો નવાઇ નહીં લાગ્ો કે, કેસોની બાબતમાં એટલે કે, સંક્રમણના ફેલાવામાં ભારત અમેરિકાથી પણ આગળ નિકળી જશે! આમ પણ ભારત કેસોના હિસાબ્ો ત્રીજા સ્થાન્ો તો આવી જ ગયું છે અન્ો રોજેરોજ મોટી સંખ્યામાં કેસો વધ્યા જ કરશે તો વિચાર કરો કે, એવા સમયે ભારતની શું સ્થિતિ થશે? ભારતમાં દિૃલ્હીમાં ખુલ્લા મેદૃાનમાં હોસ્પિટલ બનાવવાની ફરજ પડી છે. કેમ કે જે સરકારી હોસ્પિટલો છે ત્ોમાં કોઇ પથારી ખાલી નથી, એટલા બધા કેસો આવી રહૃાાં છે.
એક તરફ દૃેશમાં લોકડાઉનથી અર્થવ્યવસ્થાન્ો ગંભીર અસર થઇ છે, કોરોનાના કેસો જો આ જ રીત્ો વધતા રહેશે તો પરિસ્થિતિ આઉટ ઓફ કન્ટ્રોલ થવાની શક્યતાન્ો નકારી શકાય ત્ોમ નથી.
હજુ પણ સમય છે કે, આપણે ખતરાન્ો- જોખમન્ો ઓળખીએ અને નવેસરથી કોરોના વિરૂધ્ધ રણનીતિ બનાવીએ. જેમાં માત્ર એક જ મહિનો લોકડાઉન લગાવીન્ો માત્રન્ો માત્ર કોરોના બિમારીની સામે જ લડીએ તો પરિસ્થિતિમાં ફેર પડી શકે ત્ોમ છે એ ખરું કે મહિનાના લોકડાઉનથી અર્થતંત્રન્ો વધુ અસર થશે ત્ોમાં બ્ોમત નથી પરંતુ જો અન્ય કોઇ અકસીર અન્ો રામબાણ સમાન ઉપાય ના હોય તો આપણે સૌએ એક મહિનાના લોકડાઉન અંગ્ો ગંભીરતાથી વિચારવું પડશે. રણનીતિ એવી બનાવવામાં આવે કે, કોરોનાની સાંકળ પણ ત્ાૂટી જાય અન્ો આર્થિક નુકશાન પણ ઓછું થાય. શું આપણે એ અંગ્ો ત્ૌયાર છીએ ખરા? અન્ો ત્ૌયાર થવું પડે એમ નથી લાગતું? અનલોક પછી કેસો વધ્યા ત્ો નરી વાસ્તવિકતા છે, ત્ોથી ફરી એકવાર થોડાંક દિૃવસ માટે દૃેશ આખામાં જડબ્ોસલાક લોકડાઉન લાદૃીન્ો એક પણ વ્યક્તિ કારણ વગર બહાર ના નિકળે અને સંક્રમણની સાંકળ આગળ વધતી અટકી જાય, ત્ાૂટી જાય ત્ોવું નહીં થાય ત્યાં સુધી રોજેરોજ કોરોનાના કેસો વધતા રહેશે.

રિલેટેડ ન્યૂઝ