સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ શું ઘાતક પુરવાર થશે?

ફેસબુક તરફ યુવાનો વધુને વધુ આકર્ષિત બની રહૃાા છે. સુંદર ફોટા મૂકવા, અત્યંત લાગણીશીલ મેસેજ મોકલવા. લાઇક અને કમેન્ટ તરફ લોક જુવાળ વધુ પ્રબળ બની રહૃાો છે. પરિણામે અબાલવૃધ્ધ સૌ કોઇ ફેસબુક તરફ ધસી રહૃાા છે. સમાજ માટે ફેસબુક ખૂબ આઘાત અને ઘાતકપૂર્ણ બની રહેલ છે. સાથોસાથ આ મોડલ પ્રોફેશનલ વર્ક તરફ ધસી રહૃાું હોવાનું કહેવાય છે. ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટવીટ્ર, બ્લોગ, વોટ્સએપ જેવા જાતજાતના ઉપક્રમોમાં યુવાનો જોડાઇ ગયા છે અને ખૂબ જ એમાં ઓતપ્રોત થયેલા નજરે પડે છે. ફેસબુક માટે હમણાં એવું વિધાન થઇ રહૃાું છે કે, તેનો ઉપયોગ ખોટો થઇ રહૃાો છે. કદાચ આવનારા દિવસોમાં તે ઘાતક પુરવાર થઇ શકે છે. એ ઘાતકતા કેવી હોઇ શકે છે તે વિશે નાના માંગ બનાવો અણસાર આવી જાય છે. ફેસબુક લગભગ દરેક ચીજ માટે દોષી માનવામાં આવે છે. આ સોશ્યલ મીડિયા પ્લેટફોર્મના આલોચક એ જાણકારી ફેલાવે છે. ભલે તે 6 જાન્યુઆરીની ઘટના હોય કે કોરોના વાયરસ મહામારી. ફેસબુક આક્રોશ ભડકાવે છે. અને સ્થિતિ બગાડે છે. એ તો ખરું જ, આ કથિત રીતે પણ ધ્રુવીકરણ અને ભીડમાં હિંસાનું કારણ પણ બને છે. ફેસબુકની મૂળભૂત સમસ્યા છે એનું બિઝનેશ મોડલ, એની પેરેન્ટ કંપની મેટા યુઝર્સને પોતાની સાથે સંબધ્ધ રાખે છે. જે આ નિ:શુલ્ક સેવા સાથે જોડે છે. કંપની એના પર્સનલ ડેટા સંગ્રહિત કરે છે. એ જ ડેટા કંપની વિજ્ઞાનપનદાતાઓને આપી દે છે. વિજ્ઞાપનદાતાઓ ડેટાના આધાર પર બનેલ એલ ગોરિદ્મ દ્વારા આ યુઝર્સને સાધવાની કોશિશ કરે છે. પર્ષની ત્રીમાસિક 28.2 બિલિયન ડોલરની જાહેરખબર આવે અથવા એમ કહીએ કે, પ્રતિદિન 1.93 બિલિયન યુઝર્સના હિસાબથી યુઝર્સ દીઠ લગભગ 15 ડોલરની વિજ્ઞાપન આવે.
આ ઉપક્રમના પરિણામો ખૂબ જ ઘાતક છે, જ્યાં ફેસબુક અને સહયોગી એપ ઇન્સ્ટાગ્રામને યુઝર્સના આધાર પર ના કેવળ વિજ્ઞાપન મળે છે, પરંતુ વધુમાં વધુ સમય પોતાની સ્ક્રીન પર બનાવી રાખવા માટે યુઝર્સની ભાવનાઓ સાથે પણ ખિલવાડ કરાય છે. વ્હિસલબ્લોઅર ફ્રાંસિસ હોગન અનુસાર ‘આપણી પાસે એવું સોશ્યલ મીડિયા હોય જે માનવતા માટે શ્રેષ્ઠત્તમ કાર્ય કરે! એવું ત્યાં સુધી નહીં થઇ શકે જ્યાં સુધી કે આપણે ફેસબુકને એ દિશામાં પ્રવૃત્ત નથી કરી દેતા એટલે કે, ફેસબુકના ઉત્પ્રેસ ઘટકોની દિશા બદલી નથી નાખતા’, સાચુ છે, એના માટે આપણે યુઝર્સ માટે કેટલોક બદલાવ કરવો પડશે. જો યુઝર્સથી આ સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પર આવવા માટે પૈસા લેવામાં આવે અને બદલામાં એમને ડેટા પારદર્શિતાથી આઝાદી આપવામાં આવે તો યુઝર્સ પણ સાઇટ પર સાર્થક ઉદ્દેશ્યથી યોગ્ય ઢંગથી સંબંધ્ધ બની શકશે. ફેસબુક કેટલીક વિજ્ઞાપન વેચીને સેવાને વિત્તીય સહાયતા આપવાનું ચાલુ રાખી શકે છે. બની શકે છે કેટલાક યુઝર્સના સ્વજનો એમ કહેવા લાગશે ‘બાળકો, ઇન્સ્ટાગ્રામ યુઝ કરવું કંઇક મોંઘુ પડે છે (આવું કદાચ ભાગ્યે જ બની શકે.)
આ શુલ્ક નેટફિલકસના માસિક સબ્સક્રિપ્શન જેવું હોઇ શકે અથવા દરેક ‘લાઇક’ ‘શેર’ અથાવ ‘કમેન્ટ’ માટે ચુકવણીના રૂપમાં સુધારાવાદીઓ તો 2014થી જ પેડ સોશ્યલ મીડિયાની તરફેણ કરી રહેલ છે. એપલ પ્રમુખ કાર્યકારી અધિકારી તૂમ કુક પણ એનું સમર્થન કરી ચૂક્યા છે. એનાથી યુઝર્સને ફેસબુક પર અપાઇ રહેલ સમય અને ડેટા પ્રાઇવસી જેવી પ્રાથમિકતાઓની વચ્ચે સાંભળવાનો મોકો મળશે. તેઓ એનો યોગ્ય સામાજિક ઉપયોગ કરી શકશે. આશ્ર્ચર્ય એ વાતનું છે કે, ફેસબુક સીઇઓ માર્ક ઝકરબર્ગ ‘નિ:શુલ્ક’ની આડમાં બધું જ કોરાણે કરી બેઠા છે. તેઓ કેવળ ‘અમીરો માટે’ આ સેવાનું શુલ્ક લેવા સામે ઇન્કાર કરતા આવ્યા છે. એવું પણ કરી શકાય છે કે, આ વિજ્ઞાપનથી વિત્તપોષિત સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ સેવા એ લોકો માટે નિ:શુલ્ક કરી દેવામાં આવે જે એની ચુકવણી નથી કરી શકતા અને અન્યના માટે ‘પેડ’ કરી દેવાય. વોલ સ્ટ્રીટ જર્નલ ગત 29 ઓકટોબરે ‘સોશ્યલ મીડિયાને કેવી રીતે ઠીક કરાય’ વિષય પર 12 શિક્ષણવિદ્દો, રાજનેતાઓ, વેપારીઓ અને ટેકનિકલ વિશેષજ્ઞોના નિબંધ પ્રકાશિત કર્યા હતા. ઘણા લોકોનો મત એવો હતો કે, સરકારી નિયમન કરવામાં આવે અથવા ટેકનિકલી ઉપાય અપનાવવામાં આવે. કેવળ એક મહાનુભાવે કહૃાું કે, આ સેવા માટે યુઝર્સથી પૈસા લેવામાં આવે. સરકારી નિયમન અને શુલ્ક સેવા પર રાજનીતિક ચર્ચા ચાલુ રહેશે, જેમને આ દિવસોમાં જળવાયુ પરિવર્તન પર થઇ રહી છે કે, પર્યાવરણ સંરક્ષણ માટે કાર્બન પર ટેકસ લગાવવામાં આવે. ધ્યાન રાખીએ કે, એક જાપાની કહેવત છે કે, ‘મફતથી વધુ મોંધુ કંઇ નથી!’ એટલે કે, મફત સૌથી વધુ મોંઘુ પડી શકે છે. ફેસબુક સમાજ માટે આગામી દિવસોમાં ઘાતક બની શકે છે અને તેના સંદર્ભે વિવિધ રીતે ચર્ચા ચાલી રહી છે, આ માધ્યમ યુઝર્સની પ્રત્યેક ક્રિયાઓ તરફ સૂક્ષ્મ નિરીક્ષણ રાખી રહૃાું છે.
ફેસબુકની નકારાત્મક અસરો તરફ પણ જાણકારો પ્રકાશ પાથરી રહૃાા છે. આ માધ્યમ ક્યારેક રાજનીતિક ટીકાટીપણનો ભોગ બની રહૃાું છે, તો ક્યારેક અફવાઓ પર જોર આપે છે, ઘણી બધી નકારાત્મક બાબતો પર ચર્ચા થાય છે. અર્થ વિહીન મેસેજો પણ અપાય છે. કોરોનાકાળ વખતે આ માધ્યમને ઘણા યુઝર્સ આશીર્વાદરૂપ માનતા હતા, કેમ કે તેઓ લોકડાઉનમાં તેના આધારે પોતાનો સમય પસાર કરી શક્યા હતા. પણ સોશ્યલ મીડિયા બિઝનેશ મોડલ તરફ અગ્રેસર થઇ રહૃાું છે તેનાથી ઇન્કાર થઇ શકે તેમ નથી.

રિલેટેડ ન્યૂઝ