ખેલને કેવળ ખેલની ષ્ટિથી જ જોઇ શકાય

ભારત પાકિસ્તાન સામે પ્રથમ મેચ હારી ગયું ત્યારે દેશમાં એના માથે પસ્તાળ પડી હતી. રોહિત શર્મા ખરાબ ફટકો મારીને આઉટ થયો. કે.એલ. રાહુલ પર સઘળો મદાર હતો ત્યારે તે આઉટ થયો. આપણા બોલરો પાકિસ્તાનની એક પણ વિકેટ લઇ શક્યા નહીં. વગર વિકેટે તેઓ જીતી ગયા. પાછળથી એવી વાત થઇ કે, ભારતની ટીમ આઇપીએલની મેચોમાં રમી ખૂબ થાકી ગઇ હતી. તેને આરામની જરૂર હતી. આ મેચ પછી ભારતના કોચ રવિ શાસ્ત્રીએ કહૃાું કે, આપણે ખૂબ થાકી ગયા છીએ. આવા બધા નિવેદનો થયા, અખબારોમાં ભારતની ટીમની ખૂબ જ ટીકા થઇ. કેટલાક ક્રિકેટ રસિકોએ તો કોહલીએ તેની રમતની સ્ટાઇલ બદલી નાખવી જોઇએ તો રોહિત શર્મા ખોટી રીતે આઉટ નથી થયો તેણે હાથ કરીને પોતાની વિકેટ ગુમાવી છે. આવી રીતે તો રમાય? શું કામ આ લોકો આવું રમતા હશે? ચોક્કસ મેચ ફિકસ થઇ લાગે છે. આવી અનેક વાતો થઇ. ઘણી બધી ટીકા થઇ. છડેચોક ભારતની ટીમ પર માછલા ધોવાયા આવી ટીમનું શું કરવું? વર્ષો પૂર્વે આપણી ભારતીય ટીમે વિદેશમાં ખરાબ દેખાવ કર્યો ત્યારે ભારતીય ટીમના સ્પીનર તરીકે રમી ચૂકેલા બિશનસિંહ બેદીએ એવું કહૃાું હોવાનું કહેવાય છે. આ ટીમને અરબી સમુદ્રમાં પધરાવી દેવી જોઇએ. પાકિસ્તાન ઘરેલું મેચો રમે છે. હમણાથી એના બહારના પ્રવાસો થઇ રહૃાા નથી, આમ છતાં તેમને 20-20માં સારો દેખાવ કર્યો. આપણે ઘર આંગણે આઇપીએલ રમ્યા, થાક તો ચડેને? આવી અનેક પ્રકારની ટીકાઓ થઇ હતી. પણ દરેક ખેલ ચાહક રમતને રમતની રીતે જોવી જોઇએ અને લેવી જોઇએ. પ્રત્યેક ખેલ પાછળ માણસનું વલણ ખેલદિલી ગુમાવી દઇએ તે સારી વાત નથી. દરેક પ્રકારની ગેમમાં શ્રમ કરવો પડતો હોય છે. અને સમગ્ર રીતે આ આખીય ગેમ ટીમ વર્કની સાથે જોડાયેલી હોય છે. એટલે આપણે હતાશ થવું જોઇએ નહીં. રમત છે હારજિત થયા કરે છે. હા, ભારત અને પાકિસ્તાન જ્યારે મેદાનમાં ઉતરે છે ત્યારે તેનો ઉભરો અલગ પ્રકારનો બની રહે છે. પ્રજા એવું ચાહે છે કે, બીજી બધી ટીમો સામે હારો પણ પાકિસ્તાન સામે હારવું જોઇએ નહીં, જાણકારો એમ માને છે કે, આ બન્ને દેશો વચ્ચે ક્રિકેટ રમાય છે ત્યારે તેને યુધ્ધની ષ્ટિએ જોવાય છે, આ વલણ પણ યોગ્ય નથી. કોઇ સમયે ભારતના બોલર અનિલ કુંબલેએ ટેસ્ટ મેચમાં પાકિસ્તાનની દસેદસ વિકેટો લીધી હોવાનું લોક ચર્ચામાં ચર્ચાય છે તે બાબત ઇતિહાસ બની ગઇ. રમત છે છેવટે વિક્રમો અને રેકોર્ડો તૂટવા માટે જ બનતા હોય છે.
સંયુકત અરબ અમીરાત, દુબઇ અને અબુધાબીમાં ચાલી રહેલ ટી-20 વિશ્ર્વ કપ ક્રિકેટ ટુર્નામેન્ટમાં 44 મુકાબલાઓ થઇ ચૂક્યા છે, પરંતુ એશિયાઇ ઉપમહાદ્વીપ ખાસ કરીને પાકિસ્તાન અને ભારતમાં એની બે મેચોને લઇને હોહા થઇ ગઇ છે. ભારતમાં 24 ઓકટોબરે પાકિસ્તાન સાથે મુકાબલામાં મળેલી હારનું દુ:ખ પ્રજા હજી ભૂલી નથી. અને પાકિસ્તાનમાં 11 નવેમ્બરે ઓસ્ટ્રેલિયાના હાથે હાર પછી એની શરૂઆત થઇ ગઇ છે. બન્ને દેશોમાં પ્રતિક્રિયા એક સમાન છે. અને તેનું નિશાન ખેલાડીઓ બને છે. એવું લાગે છે કે, કેટલાક લોકો ખેલને ખેલની ષ્ટિથી નથી જોતા. કદાચ એવા લોકો રમતને સમજતા જ નથી. એટલા માટે પાકિસ્તાન હારે છે, તો તે પાકિસ્તાનમાં હસનઅલીને બલિનો બકરો બનાવી દે છે. એના નબળા પ્રદર્શનને એની વ્યક્તિગત જિંદગી સાથે જોડી દેવાય છે. અને એને ખલનાયક ઘોષિત કરી દેવાય છે. તેઓ એને ગદ્દાર સુધી કહી દે છે. આવી રીતે પંદર દિવસથી આપણા કપ્તાન વિરાટ કોહલી અને એના પરિવાર પર પસ્તાળ પડી રહી છે. પાકિસ્તાન સામે હાર થઇ તે હજી પચી નથી. તો કોઇ માથા ફરેલો વિરાટ કોહલીને જાનથી મારી નાખવાની વાત કરી નાખી, અથવા ધમકી જ આપી દીધી છે. એટલું જ નહીં, એની બાળકી સાથે કંઇપણ કરવાની ધમકી ઉચ્ચારી હોવાનું કહેવાય છે. ઝડપી બોલર શમીને પણ પરાજયનું કારણ આપી ધાર્મિક જાતિગત ટીપણીઓ તથા ધમકીઓમાંથી પસાર થવું પડ્યું છે. આવી પરિસ્થિતિઓ ખેલાડીનું દિલ, મનોબળ અને ભાવનાને તોડી નાખનારી બની રહે છે. દુર્ભાગ્યથી એશિયાઇ ઉપમહાદ્વીપના આ બન્ને દેશોમાં કેટલાક લોકોને વ્યવહાર આ પ્રકારનો છે. એ કારણે હાર્યા પછી પાકિસ્તાનના ખેલાડીઓએ ગુપચુપ રીતે છુપાઇને ઘરે પહોંચવું પડે છે. 2007માં તો આપણા મહેન્દ્રસિંહ ધોનીના ઘર પર પથ્થરમારો પણ થયો હતો.
ખેલને ખેલની રીતે જોવાય. ખેલની પોતાની એક આગવી સંસ્કૃતિ પણ હોય છે અને તેને જોવાની પણ સંસ્કૃતિ તો ખરી જ. આપણે ત્યાં હવે રમતને જોવાની સંસ્કૃતિને જરૂર પડે કેળવવી આવશ્યક બનવી જોઇએ. એશિયાઇ ઉપમહાદ્રીપમાં રમતની સંસ્કૃતિ ખીલવી જોઇએ. તે દિશામાં કામ કરવાનો સમય હવે પાકી ગયો છે. ઉપમહાદ્વીપના રમત પ્રેમીઓને અન્ય દેશો ખાસ કરીને ઇંગ્લેન્ડ પાસેથી કંઇક શીખવું જોઇએ. સ્ટુઅર્ટ બ્રોડને ત્યાં સુધી નથી. ધુત્કારતા જ્યારે યુવરાજસિંહ એની ઓવરમાં છ છક્કા લગાવી દે છે. તેેણે બેન સ્ટોકનું સન્માન ત્યારે પણ ઓછું નથી કરતા જ્યારે બ્રેથવેટ એના ચાર બોલ પર ચાર છક્કા લગાવી વિશ્ર્વકપ છીનવી લે છે. ખેલ પ્રેમીઓએ સમજવું જોઇએ કે, દુનિયામાં કોઇપણ હંમેશા ઊંચાઇઓ પર રહેવા માટે નથી આવતું. પોતાના દેશ માટે દુઆઓ જરૂર કરી છે, પરંતુ ખેલને કેવળ ખેલની ષ્ટિથી જુઓ અને એનો આનંદ માણો. ખેલાડીઓને પુરું સન્માન આપો આપણે ષ્ટિકોણ બદલીએ, આમ થશે તો ખેલાડીઓ વધુ પ્રોત્સાહિત થશે.

રિલેટેડ ન્યૂઝ