ખૂબ સાવધાન રહીને જ ટેકનિકનો દુરુપયોગ રોકી શકાશે

ટેકનિકલ બાબતો વિજ્ઞાન અને વિજ્ઞાનીઓના પરિશ્રમ સાથે સદૈવ જોડાયેલ રહે છે. વૈજ્ઞાનિક તેના ચોક્કસ વિષયથી કદી અલગ થઇ શકતો નથી. પરંતુ આપના સમયકાળમાં અવનવી ટેકનિકોનો દુરુપયોગ થતો હોવાનું કહેવાય છે અને તેના કારણે ગોપનીય બાબતોનો સ્ફોટ થઇ રહૃાો છે. મોબાઇલ સાથે અને અન્ય ઉપકરણો સાથે જોડાયેલી ટેકનીકોનો ગુપ્ત રીતે ઉપયોગ થતો હોવાની વાતો પણ બહાર નથી. મોબાઇલમાંથી તમારા ડેટા કવર થાય છે. એવી વાત પણ જાહેર થઇ ગઇ છે. મોબાઇલની અંદર ઘણા બધા ફોટાઓ સાથે યુઝર્સ પ્રગટ થાય છે પણ તે યુઝર્સને ખબર નથી હોતી કે, તેણે મુકેલી પોસ્ટ કોપી થઇ જાય છે અને તેનું લખાણ ક્યાંક અન્યત્ર અંકે થઇ જાય છે. આજના યુગમાં ખૂબ જ નવતર પ્રકારના ઉપકરણો આવ્યા છે અને તેનો ઉપયોગ અબાલવૃધ્ધ સૌ કરે છે મોબાઇલ વાપરવાની ટેકનિક મોટેરાઓ કરતાં છોકરાઓમાં ખૂબ નજરે પડે છે. તેઓ સતત ફોન સાથે જોડાયેલ જોવા મળે છે. હા, ગુગલમાં જઇને યુઝર્સ ઓનલાઇન વસ્તુઓની ડિમાંડ કરી શકે છે. ગુગલમાંથી દુર્લભમાં દુર્લભ માહિતી સાંપડી શકે છે. તો કેટલીકવાર ગુગલમાં સર્ચ કરીને યુઝર્સ દુર્લભમાં દુર્લભ માહિતી મેળવી શકે છે. હવે ટ્રેન કે બસ દ્વારા પ્રયાસ કરવાનો હોય છે ત્યારે ઘરે બેઠા રિઝર્વરેશન થઇ જાય છે. ગુગલ પર પૈસાની ચુકવણી અંગે વહીવટ થતો હોવાનું કહેવાય છે. દિન પ્રતિદિન અવનવી ટેકનિકો આપણા સુધી પહોંચી રહી છે, પણ ઘણા લોકો તેનો દુરુપયોગ કરતા નજરે પડે છે તે વલણ યોગ્ય નથી. કેટલીક ટેકનિકોનો મોટો ઉપયોગ કરીને તમારા મોબાઇલ કે કમ્પ્યુટરે હેક કરાય છે. તમારી માહિતી અને રેકર્ડ સાથે ચેડાં થઇ શકે છે, તમારી જાણ બહાર આવા ટેકનિકલી ખેલ રચાય છે. તમારા અમુક ડેટાના આધારે, અથવા અમુક પ્રકારના અજાણ્યા ફોનથી તમે છેતરાવ છો ત્યારે તમારા બેન્ક એકાઉન્ટમાંથી નાણાની ઉચાપત થઇ ચુકી હોય છે. ફોનના માધ્યમથી તમને છેતરવાના અવનવા કીમિયાઓ અજાણ્યા લોકો અજમાવતા હોય છે. એટલે તમે જો સાવધ નહીં રહો તો તમે ખંખેરાઇ જઇ શકો છો. છેતરાવું ના હોય તો એટીએમ અથવા અન્ય બેન્કની વિગતો ગોપનીય રાખીને સતર્કતા દાખવવી જોઇએ, નહીંતર તમે કીમિયાગરોની ઝપટમાં આવીને ઠનઠન ગોપાલ બની શકો છો. આ પ્રકારની બનાવટો વિશે સાવધાન રહેવા સંદર્ભે ન્યૂઝપત્રો અને ટીવી કાર્યક્રમોમાં જાહેરાતો પણ આવતી રહે છે. આવી અનેક ટેકનિકોનો ઉપયોગ થાય છે તે બાબત સ્વીકારી સાવધ રહેવું આવશ્યક છે.
સાઇબર બાળ યૌન શોષણની જાળ ખૂબ જ ઝડપથી ફેલાઇ રહી છે એનો અંદાજ કેન્દ્રીય તપાસ એજન્સી સીબીઆઇની કાર્યવાહીથી લગાવી શકાય છે, સીબીઆઇએ જે આંતરરાષ્ટ્રીય નેટવર્કને તપાસના દાયરામાં લીધુ છે એની તપાસ પછી આ સંબંધમાં વધુ સ્પષ્ટતા થવાની શક્યતા છે. ટેકનીકલના બીજા ઉપયોગોથી બાળકો સાથે જે પ્રકારથી કુવ્યવહાર થાય છે તે સામાજિક રૂપથી મોટી સમસ્યાના રૂપમાં સામે આવી છે. સાઇબર અપરાધથી બચવાનો પડકાર મોટો છે.આશ્ર્ચર્યની વાત એ છે કે, આવા કેસોમાં કેટલીકવાર યૌન શોષણના શિકાર બનેલા બાળકો અને એમના વાલીઓને એની ગંધ સુધ્ધા આવતી નથી કે, કોઇ ચાલાક દિમાગે સોશ્યલ મીડિયા પર જાહેર રજૂ થયેલા ફોટા નથી વીડિયોને અશ્ર્લીલ બનાવી ગેરકાનૂની કમાણીનો માર્ગ અપનાવી લીધો છે. કોરોનાકાળમાં લોકડાઉનના સમયમાં બાળકોનો મોટાભાગનો સમય ઇન્ટરનેટ પર વિત્યો હતો. ટેકનિકના બાળકોની સાથે ઓનલાઇન યૌન શોષણ, અશ્ર્લીલ સંદેશાનું આદાન પ્રદાન તથા પોર્નોગ્રાફીના સંપર્કમાં આવવા જેવા જોખમોનો સામનો સ્વભાવિક બન્યો હતો. સાઇબર અપરાધી અવનવા એપસનો ઉપયોગ કરી કાયદાની આંખોમાં ધુળ નાખવામાં પડ્યા છે આપણે ત્યાં બાળકોના વીડિયો સાથે ચેડા કરીને ફિલ્મો બનાવી તેને વિદેશમાં મોકલી દેવાય છે. આવા ગોરધંધા કરતી એજન્સીઓ પણ અવિરતપણે કામ કરતી થઇ ગઇ હોય છે. તેમનું વગેરું પકડ્યુ ખૂબ જ મુશ્કેલ હોય છે. નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોએ ગત એક વર્ષમાં જ આઇલ્ડ પોર્નોગ્રાફીના દેશભરમાં 735 કેસો નોંધાની જાણકારી આપી છે.
સીબીઆઇની રાજસ્થાન, મધ્યપ્રદેશ સમેત અંદર રાજ્યોમાં કરાયેલ કાર્યવાહી દરમિયાન ગિરફતાર કરાયેલ લોકોને પૂછપરછમાં નેટવર્કો ખુલાસો થવાનો બાકી છે પરંતુ સ્પષ્ટ છે કે, સાઇબર બાળ યૌન શોષણ સાથે જોડાયેલ અપરાધોથી બચવા માટે હજી સંશાધનોની ઘણી કમી જણાય છે. સેવા પ્રદાતાઓથી પુરાવો પ્રાપ્ત કરી એમને અદાલતોમાં રજૂ કરવાનો પડકાર પણ ઓછો નથી. બાળકોનું કમ્પ્યુટર, લેપટોપ, મોબાઇલ તથા અન્ય સ્ક્રીન ઉપકરણોમાં જોડાયેલ રહેવાના સમયમાં, જનજાગ્ાૃતિ વગર ઓનલાઇન યૌન ઉપ્તીડનનો ખતરો ઓછો થવો આસાન નથી માતા-પિતાઓએ જાગ્ાૃત રહેવાની તાતી જરૂર છે. બાળકોના વીડીયો પણ ઉતારીને સોશ્યલ મીડિયામાં રજૂ કરવા જોઇએ નહીં. આ બાબતમાં વિશેષ સાવધાન રહેવાની જરૂર છે. એક તરફ ઓનલાઇન સુરક્ષા સુનિશ્ર્ચિત કરવાની ચિંતા છે તો બીજી તરફ સરકારની તરફથી કરાતું નિરીક્ષણ પણ સંતોષકારક જણાયું નથી આ બને ચિંતાઓનો ધ્યાનમાં રાખીને એવી વ્યવસ્થા કરવી પડશે જેનાથી ખાસ રૂપથી બાળકોને ઓનલાઇન યૌન હિંસાનો શિકાર બનતા રોકી શકાય.
ધીરેથી જ જાગ્ાૃતિ અને સતર્કતાની ખાસ જરૂર છે અને સોશ્યલ મીડિયા સામે કાયદા અંતર્ગત પણ કામ ચાલવું જોઇએ, તેના માટે કાયદા અને ધારા ધોરણ પણ નિશ્ર્ચિત થવા જોઇએ.

રિલેટેડ ન્યૂઝ