તમન્ના ભાટિયાના પાક. ક્રિકેટર સાથે નિકાહ?

બાહુબલી એક્ટ્રેસ તમન્ના ભાટિયાએ હાલમાં જ કહ્યું હતું કે હમણા તો તેનું ફોકસ માત્ર કરિયર પર જ છે અને લગ્ન કરવાનું કોઈ પ્લાનિંગ નથી. આ વચ્ચે તેની પાકિસ્તાની ક્રિકેટર અબ્દુલ રઝ્ઝાક સાથેની એક તસવીર વાયરલ થઈ રહી છે. જે બાદ બંને લગ્ન કરશે તેવી ચર્ચાઓ ચાલી રહી છે. આ તસવીર દુબઈની છે. કહેવાઈ રહ્યું છે કે વર્ષ 2017માં એક જ્વેલરી શોપના ઓપનિંગ વખતે બંને ચીફ ગેસ્ટ તરીકે ત્યાં ઉપસ્થિત રહ્યા હતા. જ્યાં બંનેએ પોઝ આપ્યો હતો.
આ પહેલીવાર નથી જ્યારે તેના લગ્નની અફવા ઊડી હોય, આ પહેલા પણ ઘણીવાર આમ થઈ ચૂક્યું છે. પરંતુ તમન્ના દરેક વખતે મૌન રહીને અટકળો પર પૂર્ણ વિરામ મૂકી દે છે.

આ વખતે આ તસવીરના કારણે ખૂબ ચર્ચા થઈ રહી છે. થોડા દિવસ પહેલા મીડિયા દ્વારા આ પ્રકારનો સવાલ પૂછાતા એક્ટ્રેસે કહ્યું હતું કે, કોઈ દિવસ એક્ટર, કોઈ દિવસ ક્રિકેટર અને કોઈ દિવસ ડોક્ટર. તમારે જ મારા માટે નક્કી કરવાનું છે તો કરતાં રહો. હું શું કહું આ વિશે. મને પ્રેમમાં પડવાનું ગમશે પરંતુ આવી અફવાઓ પર ધ્યાન આપવાનું નહીં.લોકડાઉનના કારણે અન્ય સેલેબ્સની જેમ તમન્ના પણ ઘરમાં છે. જો કે, આ દરમિયાન તે સોશિયલ મીડિયા પર એક્ટિવ રહીને ફેન્સ સાથે કનેક્ટેડ રહે છે. અને તે જાગૃકતા પણ ફેલાવી રહી છે.

રિલેટેડ ન્યૂઝ