‘KBC 14’ના નિયમો: વિનર્સને પ્રાઇઝ મનીની સાથે લક્ઝૂરિયસ કાર મળશે

અમિતાભ બચ્ચનનો લોકપ્રિય ગેમ શો ‘કૌન બનેગા કરોડપતિ 14’ સાત ઓગસ્ટથી શરૂ થઈ ગયો છે. આ વખતે શોમાં ઘણાં ફેરફાર કરવામાં આવ્યા છે. શોના હોસ્ટ અમિતાભ બચ્ચન આ અંગે એપિસોડમાં વાત કરી હતી. આ વખતે વિનર્સને પૈસાની સાથે ગિફ્ટમાં કાર પણ મળશે.

શોનુ ફોર્મેટ બદલાયું
બિગ બીએ શોના ફોર્મેટ અંગે વાત કરતાં કહ્યું હતું, ‘આ વખતે જે સ્પર્ધકને એક કરોડ રૂપિયા જીતશે તેને પૈસાની સાથે એક કાર પણ મળશે. આ વખતે 7 કરોડને બદલે 7.5 કરોડ રૂપિયા રાખવામાં આવ્યા છે. 7.5 કરોડ જીતનાર સ્પર્ધકને પણ કાર મળશે. એક કરોડ તથા 7.5 કરોડ જીતનાર વિનર્સને અલગ-અલગ વેરિયન્ટ તથા વર્ઝનની કાર મળશે.

લાઇફલાઇન દૂર કરવામાં આવી
શોમાં આસ્ક ધ એક્સપર્ટ કરીને લાઇફલાઇન આપવામાં આવતી હતી. જોકે, 14મી સિઝનમાં આ લાઇફલાઇન હટાવી દેવામાં આવી છે. હવે માત્ર ત્રણ જ લાઇફલાઇન આપવામાં આવી છે. શોના લૉન્ચિંગ સમયે ત્રણ લાઇફલાઇન હતી. ચોથી લાઇફલાઇન ચોથી સિઝનથી શરૂ કરવામાં આવી હતી.

સાત ઓગસ્ટથી શો શરૂ થયો
2013થી ‘કેબીસી’ની પ્રાઇમ મની 7 કરોડ રૂપિયા રહી હતી. જોકે, આ વખતે આઝાદીના 75 વર્ષ પૂરા થતાં વિનિંગ અમાન્ટ 7.5 કરોડ કરવામાં આવી છે. આ ઉપરાંત 50 લાખ તથા 1 કરોડની વચ્ચે 75 લાખની રકમ પણ મૂકવામાં આવી છે. જે દર્શકો ઘરે બેસીને આ શો જોતા હોય છે તેઓ દર શુક્રવારે ‘પ્લે અલોન્ગ’ કોન્સેપ્ટથી હોટ સીટ પર બેસીને રમી શકશે.

રિલેટેડ ન્યૂઝ