અભિનવ સિંહ કશ્યપે ફરી સલમાન ખાન પર કર્યો હુમલો, બીઇંગ હયુમનમાં થાય છે મની લોન્ડ્રિંગ

નવી દિલ્હીઃ સલમાન ખાનની ફિલ્મ દબંગના ડાયરેક્ટર અભિનવ કશ્યપે એકવાર ફરી સલમાન અને તેના પરિવાર પર મોટો હુમલો કર્યો છે. સુશાંત સિંહ રાજપૂતન આત્મહત્યા બાદ અભિનવે એક લાંબી ફેસબુક પોસ્ટ લખીને તે આરોપ લગાવ્યો હતો કે, કઈ રીતે સલમાન અને તેનો પરિવાર બોલીવુડમાં જૂથવાદ કરે છે અને લોકોને કામ કરવા દેતા નથી. આ વખતે અભિનવે સલમાન ખાનની ચેરીટી કરનારી સંસ્થા બીઇંગ હયુમન ફાઉન્ડેશન પર નિશાન સાધ્યુ છે.   પોતાની ફેસબુક પોસ્ટમાં અભિનવ કશ્યપે આરોપ લગાવ્યો છે કે સલમાન ખાનની ચેરીટી કરનારી સંસ્થા માત્ર ચેરીટીનો દેખાડો કરે છે, ખરેખર આ સંસ્થા મની લોન્ડ્રિંગનો અડ્ડો બનેલી છે. તેણે પોતાની પોસ્ટમાં લખ્યુ, ‘જનાબ સલીમ ખાન સાહેબનો સૌથી મોટો આઇડિયા છે બીઇંગ હયુમન. બીઇંગ હયુમનની ચેરીટી માત્ર એક દેખાડો છે… દબંગની શૂટિંગ દરમિયાન મારી આંખોની સામે 5 સાઇકલ વેચવામાં આવે છે. આગામી દિવસે અખબારોમાં છપાતુ હતું કે દાનવીર સલમાન ખાને 500 સાઇકલ ગરીબોમાં વહેચી. આ બધા પ્રયાસ સલમાન ખાનની ગુંડા વાળી છબીને સુધારવાની હતી જેથી તેના બધા ક્રિમિનલ કેસમાં મીડિયા અને જજ તેના પર થોડી દયા રાખે.’

રિલેટેડ ન્યૂઝ