સુશાંતના કેસ પર બોલ્યા મુંબઈના DCP, દરેક એંગલથી થઈ રહી છે તપાસ

સુશાંત સિંહ રાજપૂતે દુનિયાને અલવિદા કહ્યુ તેના 14 દિવસ થઈ ગયા છે. હજુ પણ તેના પરિવાર, મિત્ર અને ફેન્સનું દુખ ઓછુ થયું નથી. સુશાંત સિંહ રાજપૂતે 14 જૂને પોતાના બાંદ્રા સ્થિત એપાર્ટમેન્ટમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી, ત્યારબાદ સોશિયલ મીડિયા ઉપર ઘણી અફવાઓ ચાલી રહી છે. સુશાંતે આ પગલુ કેમ ભર્યુ તેની જાણકારી કોઈને નથી અને બાંદ્રા સ્થિત પોલીસ તેની તપાસ કરી રહી છે.

હવે મુંબઈ પોલીસના ડીસીપી અભિષેક ત્રિમુખે મીડિયા સાથે વાતચીતમા કહ્યુ કે, તેઓ સુશાંતના મોતના દરેક એંગલની તપાસ કરી રહ્યાં છે. અભિષેકે જણાવ્યુ કે, તેમણે અત્યાર સુધી 27 લોકોના સ્ટેટમેન્ટ રેકોર્ડ કર્યા છે. તેમણે આગળ જણાવ્યુ કે, કૂપર હોસ્પિટલમાં સુશાંતના શબનું પોસ્ટમોર્ટમ થયું હતું, જેમાં તેના મોતનું કારણ ફાસીને કારણે શ્વાસ રોકાતા થયું હતું. આ વાત ડોક્ટરોએ સ્પષ્ટ સુશાંતના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં લખી છે.

રિલેટેડ ન્યૂઝ