સુશાંતસિંહનો વિસેરા રિપોર્ટ જાહેર મર્ડરની કોઈ નિશાની નથી

(પ્રતિનિધિ દ્વારા) મુંબઈ તા.ર7
દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોતને એક મહિના ઉપરનો સમય થઈ ગયો છે. પરંતુ કોઈ પરિણામ આવી રહ્યું નથી. ત્યારે વિસેરા રિપોર્ટની સૌ કોઈ રાહ જોઈ રહ્યું હતું અને હવે આ રિપોર્ટ પણ આવી ગયો છે. સુશાંતની આત્મહત્યાને લઈ ઘણા લોકોની પૂછપરછ પણ કરવામાં આવી હતી. તેમાંથી પણ કોઈ નક્કર સોલ્યુશન સામે આવ્યું નથી. જ્યારથી સુશાંતનુ મોત થયું ત્યારથી જ લોકો શરીરમાં ડાઘ તેમજ કોઈએ ઝેર આપીને માર્યો જેવા અનુમાન લગાતવા હતા.
હવે વિસેરા રિપોર્ટ સામે આવ્યો છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે સુશાંતના શરીર પર કોઈ જ નિશાન નથી. કે પછી સુશાંતના શરીરમાં કોઈ પ્રકારનું જહેર પણ નથી મળ્યું. તેથી હાલની ખબર અનુસાર કોઈ રીતે મર્ડરના એંધાણ નથી. શરીર પર કોઈ નિશાન અને ઝેરના સબૂત ન મળતા એક તારણ સામે આવ્યું છે કે સુશાંતે આત્મહત્યા જ કરી છે.

રિલેટેડ ન્યૂઝ