ઐશ્ર્વર્યા અને પુત્રી આરાધ્યાને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયા

(પ્રતિનિધિ દ્વારા)
નવી દિલ્હી તા.ર7
બચ્ચન પરિવારની વહુ અને એક્ટ્રેસ એશ્વર્યા રાય બચ્ચન અને તેમની દીકરી આરાધ્યા બચ્ચન નાણાવટી હોસ્પિટલથી ડિસ્ચાર્જ થઇ ગયા છે. કોરોના પોઝિટિવ થયાના 5 દિવસ બાદ એશ્વર્યા અને આરાધ્યા નાણાવટી હોસ્પિટલ પહોંચ્યા હતા. તેમને 10 દિવસ હોસ્પિટલમાં સારવાર લીધા બાદ આજે ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. તમને જણાવી દઇએ કે, 11 જુલાના અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યારબાદ 12 જુલાઇના એશ્વર્યા રાય બચ્ચન અને આરાધ્યાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. મહારાષ્ટ્રના હેલ્થ મિનિસ્ટર રાજેશ ટોપેએ આ વાતની પુષ્ટિ કરી હતી. જો કે, જયા બચ્ચનનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો.
તમને જણાવી દઇએ કે, એશ્વર્યા અને આરાધ્યા બંનેમાં લક્ષણ ન હતા અને તેમને અતુળાજ્ઞિંળફશિંભ ગણાવવામાં આવ્યા હતા. જેના કારણે તેમને ઘરે આઇસોલેટ કરવામાં આવ્યા હતા. પરંતુ ત્યારબાદ એશ્વર્યામાં થોડા લક્ષણ દેખાયા હતા. જેને કારણે બંને એશ્વર્યા અને આરાધ્યાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

રિલેટેડ ન્યૂઝ