સુશાંતસિંહ કેસમાં પૂર્વ ગર્લફ્રેન્ડ અંકિતા લોખંડેની પૂછપરછ

સુશાંતસિંહના બેન્ક એકાઉન્ટ તપાસ શરૂ


(પ્રતિનિધિ દ્વારા) મુંબઈ: તા.30
અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા કેસમાં તપાસ માટે પહોંચેલી બિહાર પોલીસના દળે ગુરૂવારે (30 જુલાઇ)ને રાજપૂતના નાણાકીય લેણદેણ અને બેંક એકાઉન્ટ વિવરણની તપાસની પ્રક્રિયા શરૂ કરી દીધી.
અભિનેતાના કેસને લઇને ગુરૂવારે અભિનેત્રી અંકિતા લોખંડે સાથે પૂછપરછ કરી. લગભગ 1 કલાકની પૂછરપછ બાદ બિહાર પોલીસના બે સભ્યો અંકિતા લોખંડેના ઘરેથી નિકળ્યા. સુશાંત સિંહ કેસમાં અંકિતા એક મહત્વપૂર્ણ કડી હતી. બિહાર પોલીસે અંકિતા લોખંડેનું સ્ટેટમેન્ટ રેકોર્ડ કર્યું. હવે જોવાનું એ હશે કે સુશાંત સિંહ કેસમાં અંકિતાના સ્ટેટમેન્ટથી કયા નવા તથ્યો સામે આવે છે.
તો બીજે તરફ મુંબઇ પોલીસની ક્રાઇમ બ્રાંચના એક અધિકારીએ કહ્યું કે બુધવારે (29 જુલાઇ)ના રોજ અહીં પહોંચી બિહાર પોલીસની ટુકડી રાજપૂતની મિત્ર અભિનેત્રી રિયા ચક્રવતીના ઘર સહિત અનેક જગ્યા પર ગયા, પરંતુ રિયા પોતાના ઘરે ન મળી.

રિલેટેડ ન્યૂઝ