પોતાના મનાલી સ્થળ ઘર પાસે ગોળીબાર થયાની કંગના રણોતની ફરિયાદ

પહેલા મને લાગ્યું કે કોઈએ ફટાકડા ફોડ્યા: એકટર્સ

(સંપ્ાૂર્ણ સમાચાર સ્ોવા)
મનાલી, તા.૧
સુશાંતિંસહ રાજપૂતની આત્મહત્યાના કેસમાં કેટલાંક નિવેદૃનો કરીને ચર્ચામાં આવનાર એક્ટ્રેસ કંગના રનૌતે પોલીસમાં એવી ફરિયાદૃ કરી છે કે તેના ઘર પર કોઈએ ગોળીબાર કર્યો છે. ૩૧ જુલાઈના રોજ કંગનાની ટીમે મોડી રાત્રે પોલીસ ફરિયાદૃ કરી હતી. પોલીસ ફરિયાદૃમાં કહેવામાં આવ્યું હતું કે મનાલી સ્થિત ઘરની પાસે ફાયિંરગનો અવાજ સંભળાયો હતો. ત્યારબાદૃ કુલુ પોલીસ કંગનાના ઘરે ગઈ હતી. જોકે, પ્રાથમિક તપાસમાં પોલીસને કોઈ પુરાવા મળ્યા નથી. જોકે, કંગનાએ કહૃાું હતું કે તેને ડરાવવાનો પ્રયાસ થઈ રહૃાો છે. ત્યારબાદૃ પોલીસની એક ટીમ કંગનાના ઘરે તહેનાત કરવામાં આવી હતી. કંગનાએ કહૃાું હતું, હું મારા બેડરૂમમાં હતી અને રાત્રે લગભગ ૧૧.૩૦ વાગે મને ફટાકડા જેવો અવાજ સંભળાયો હતો. મને પહેલાં એવું લાગ્યું કે કોઈએ ફટાકડા ફોડ્યા છે પરંતુ જ્યારે બીજીવાર આ અવાજ આવ્યો ત્યારે હું એકદૃમ સાવધ થઈ ગઈ હતી, કારણ કે આ ગોળીબારનો અવાજ હતો. આ સમયે મનાલીમાં ટૂરિસ્ટ બહુ આવતા નથી. આ જ કારણે કોઈ ફટાકડા ફોડે નહીં. આથી મેં તરત જ સિક્યોરિટી ગાર્ડને બોલાવ્યો હતો. સિક્યોરિટી ગાર્ડે કહૃાું હતું કે બાળકોએ ફટાકડા ફોડ્યા હોઈ શકે છે. મારા સિક્યોરિટી ગાર્ડે ગોળીબારનો અવાજ સાંભળ્યો નહોતો. જોકે, બાહર કોઈ નહોતું. અમે ઘરમાં માત્ર પાંચ લોકો
છીએ. ત્યારબાદૃ અમે પોલીસને બોલાવી હતી.

રિલેટેડ ન્યૂઝ