સુશાંત કેસમાં સુપ્રીમ કોર્ટમાં સુનાવણી પૂરી, રિયાની અરજી પર નિર્ણય સુરક્ષિત

રિયા ચક્રવર્તીએ કેસ મુંબઈમાં ટ્રાન્સફર કરવા અપીલ કરેલી

(પ્રતિનિધિ દ્વારા)
નવી દિલ્હી તા.11
અભિનેતા સુશાંત સિંહ રાજપૂતનાં મોતનાં કેસમાં અભિનેત્રી રિયા ચક્રવર્તીની બે અરજીઓની સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી થઈ. એક અરજીમાં રિયાએ સુશાંતના પિતા કે.કે.સિંહે પટનામાં જે કેસ નોંધ્યો હતો એ કેસને મુંબઈ ટ્રાન્સફર કરવાની અપીલ કરી હતી. વરિષ્ઠ વકીલ શ્યામ દિવાન રિયાના પક્ષથી અને વરિષ્ઠ વકીલ મનિન્દર સિંહ બિહાર સરકાર તરફથી હાજર હતા. તે જ સમયે, સિનિયર એડવોકેટ વિકાસ સિંહ સુશાંતના પિતા તરફથી તેમજ મહારાષ્ટ્ર સરકાર તરફથી અભિષેક મનુ સિંઘવી રજૂઆત કરી રહ્યા હતા. આ કેસમાં લગભગ 3 કલાક ચાલેલી સુનાવણી બાદ સુપ્રીમ કોર્ટે રિયા ચક્રવર્તીની ટ્રાન્સફર અરજી પર ચુકાદો સુરક્ષિત રાખ્યો હતો.
સુપ્રીમ કોર્ટે હાલમાં સુશાંત મામલે નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. સુપ્રીમ કોર્ટ તેના નિર્ણયમાં નક્કી કરશે કે બિહારમાં નોંધાયેલ એફઆઈઆર મુંબઇ ટ્રાન્સફર થવી જોઈએ કે નહીં. તે જ સમયે સુપ્રીમ કોર્ટ પોતાના નિર્ણયમાં એ પણ નક્કી કરશે કે સીબીઆઈએ આ કેસની તપાસ કરવી જોઇએ કે નહીં. સુપ્રીમ કોર્ટે ગુરુવાર સુધી તમામ પક્ષો પાસેથી લેખિત જવાબ માગ્યો છે.
બિહારના એસપી વિનય તિવારીને જુલમ આપ્યા પછી મહારાષ્ટ્ર સરકારે બીજા દિવસે 3 ઓગસ્ટે નિયમ બદલી નાંખ્યો. આ કામ તપાસને અવરોધવા માટે કરવામાં આવ્યું હતું.
તપાસમાં સામેલ પોલીસ અધિકારીઓ માટે આવો કોઈ નિયમ ન હોવો જોઈએ તેની ખાતરી કરવી જોઈએ.
સીબીઆઈ તરફથી આવેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ રજૂઆત કરતાં કહ્યું હતું કે આ મામલામાં રિયા પીડિતા છે કે આરોપી છે કે ફરિયાદી છે, તે અમે જાણતા નથી, પરંતુ જે દિવસે રિયાએ સુપ્રીમ કોર્ટમાં કેસ ટ્રાન્સફરની અરજી કરી ત્યારે કોઈ સુનાવણી બાકી નહોતી.
મુંબઇ પોલીસના એફિડેવિટને જોઈને લાગે છે કે તે એવું જ માનીને ચાલે છે કે સુશાંતે આત્મહત્યા કરી છે. સુશાંતના પિતા આ મામલે માત્ર સુનાવણી માંગે છે. મુંબઈ પોલીસની તપાસમાં એમને વિશ્વાસ નથી. મુંબઈ પોલીસ તપાસને બીજી કોઈ દિશામાં લઈ જઈ રહી છે. મુંબઈ પોલીસે બધાને સમન્સ પાઠવ્યા છે પરંતુ શંકાસ્પદ લોકો, આરોપીઓને આજ સુધી સમન પાઠવવામાં આવ્યું નથી. રિયાએ એને કાબૂમાં રાખ્યો હતો પરંતુ મુંબઈ પોલીસે હજી સુધી રિયાની પૂછપરછ કરી નથી. મહત્વની વાત એ છે કે સુશાંતના પિતાએ એનો પુત્ર ગુમાવ્યો છે.
પટનામાં એફઆઈઆર નોંધાવવી જરૂરી છે. સુશાંતની હત્યા કરવામાં આવી હતી કે આત્મહત્યા કરી છે તેની તપાસ કરવાની જરૂર છે. આટલા દિવસો પછી પણ મુંબઈ પોલીસે કોઈ એફઆઈઆર નોંધી નથી. રાજકીય દબાણ બિહારમાં નહીં પરંતુ મહારાષ્ટ્રમાં છે, જેના કારણે મુંબઈમાં હજી સુધી કોઈ એફઆઈઆર નોંધાઈ નથી.
આખરે મહારાષ્ટ્ર સરકાર શું છુપાવવાનો પ્રયાસ કરી રહી છે? જ્યાં સુધી તપાસ પૂર્ણ નહીં થાય અને રિપોર્ટ રજૂ ન થાય ત્યાં સુધી ટ્રાન્સફર એપ્લિકેશન ફાઇલ કરી શકાતી નથી. સુશાંતની બહેન 10 મિનિટના અંતરે જ રહેતી હતી, પરંતુ તે ઘરે પહોંચે તે પહેલાં જ રૂમ ખોલી નાંખવામાં આવ્યો અને શા માટે બહેનના આગમનની રાહ જોવામાં નહોતી આવી.

રિલેટેડ ન્યૂઝ