ડ્રગ્સ-કાંડ: ફિલ્મ સ્ટાર વિવેક ઓબેરોયના સાસરે ¡ CCBની રેડ

(પ્રતિનિધિ દ્વારા) બેગ્લુરૂ,તા.15
સેન્ડલવૂડ ડ્રગ્સ કેસમાં અત્યાર સુધી સાતથી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે. સેન્ટ્રલ ક્રાઈમ બ્યૂરો (ઈઈઇ) પોલીસે મંગળવાર, 15 સપ્ટેમ્બરના રોજ આદિત્ય અલ્વાના ઘરે દરોડા પાડવા માટે સર્ચ વોરન્ટ જાહેર કર્યું હતું. ત્યારબાદ કર્ણાટકમાં હેબ્બલ સ્થિત હાઉસ ઓફ લાઈવ્સ એટલે કે કર્ણાટકના પૂર્વ મંત્રી જીવરાજ અલ્વાના ઘરે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. ઉલ્લેખનીય છે કે આદિત્યને ડ્રગ્સ સિન્ડિકેટમાં આરોપી છે.
આદિત્ય અંગે ઈઈઇના સોર્સે કહ્યું હતું કે તેના મુખ્ય આરોપીઓ સાથે ઘણાં જ નિકટના સંબંધ છે અને તે ત્રણ પાર્ટીઓમાં ગયો હતો. કોટ્ટનપેટ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ડ્રગ્સ કેસમાં આદિત્યને પણ આરોપી બનાવવામાં આવ્યો છે. રાગિની જે પાર્ટીમાં હતી, તે પાર્ટીમાં આદિત્ય પણ ગયો હતો. આ માહિતી મળ્યા બાદ પોલીસે આદિત્યને પકડવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેઓ હજી સફળ થઈ શક્યા નથી.
કહેવામાં આવ્યું છે કે આદિત્ય વારંવાર શહરે કે જગ્યા બદલી રહ્યો છે. તેણે પોતાનો ફોન પણ સ્વિચ ઓફ કર્યો છે. પ્રોડ્યૂસર-ડિરેક્ટર ઈન્દ્રજીત લંકેશે ઈઈઇ સમક્ષ હાજર થઈને માહિતી આપી હતી કે સેન્ડલવૂડ ઈન્ડસ્ટ્રીમાં ડ્રગ્સ સ્કેન્ડલ ચાલી રહ્યું છે. તેમણે 15 લોકોના નામ પણ આપ્યા હતા.
બે એક્ટ્રેસ કસ્ટડીમાં
સોમવાર, 14 સપ્ટેમ્બરના રોજ બેંગલુરુ કોર્ટે ડ્રગ્સ કેસમાં પૂછપરછ માટે રાગિણી દ્વિવેદીને 14 દિવસ જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધી છે. તો સંજના ગલરાનીને ત્રણ દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલી છે. 11 દિવસ પહેલા રાગિણી, સંજના ઉપરાંત લૂમ પેપર સાંબા, રાહુલ, નિયાઝ રાંકા, વીરેન, રવિશંકરની ડ્રગ્સ કેસ હેઠળ અરેસ્ટ કરવામાં આવ્યા હતા. આ તમામની પૂછપરછ થઈ રહી છે. ઊઉએ પણ હવાલા એંગલથી આ કેસની તપાસ શરૂ કરી છે.

રિલેટેડ ન્યૂઝ