બજરંગી ભાઇજાનની મુન્ની બનશે ‘લાડલી’

સલમાન ખાનની ફિલ્મ બજરંગી ભાઇજાનમાં મુન્નીનું પાત્ર ભજવીને પ્રખ્યાત થયેલી હર્ષાલી મલ્હોત્રાના ફેન્સ માટે સારા સમાચાર છે. નવા વર્ષમાં હર્ષાલી મનોરંજન જગતમાં પરત ફરી રહી છે. સૂત્રો અનુસાર નવા વર્ષમાં મુન્ની નાના પરદે દેખાશે. હર્ષાલીની આ સિરીયલ પિતા અને પુત્રીના સંબંધો પર આધારિત હશે. સોશ્યલ મિડીયા પર આ વાતની ખૂબ ચર્ચાઓ થઇ રહી છે. જાણકારી અનુસાર નવા વર્ષમાં હર્ષાલી તેરી લાડલી મેં નામની સિરીયલમાં દેખાશે. જેની સ્ટોરી ખુબ જ રસપ્રદ હશે અને ઇમોશનલ પણ હશે. આ સિરીયલ લોકોને ખુબ પસંદ આવશે. આ સ્ટોરી પિતા પુત્રી પર આધારિત છે જેમાં પુત્રી તેના પિતા માટે લડતી જોવા મળશે.
શોની શૂટિંગ શરૂ થઇ ગઇ છે અને અત્યાર સુધી હર્ષાલીએ જે સીન શૂટ કર્યા છે તેને લઇને લોકોની પ્રતિક્રિયા ખુબ જ સારી છે. તેરી લાડલી મેં પહેલા પણ હર્ષાલી કૂબૂલ હે, લોટ આઓ ત્રિશા અને સાવધાન ઇન્ડિયા જેવી સિરીયલમાં કામ કરી ચૂકી છે.
હર્ષાલી મલ્હોત્રા તેની લેટેસ્ટ તસવીરોને લઇને ખુબ જ ચર્ચામાં છે. હાલમાં જ તેણે પોતાના સોશ્યલ મિડીયા પર કેટલીક તસવીરો પોસ્ટ કરી હતી જેમાં તે સ્વિમીંગ કરતી જોવા મળે છે. તેણે કેપ્શન લખ્યું હતું કે જો કોઇ જાદુ છે તો તે પાણીમાં છે

રિલેટેડ ન્યૂઝ