‘રામ તેરી ગંગા મૈલી’ ફેઈ્મ રાજીવ કપૂરનું અવસાન

(પ્રતિનિધિ દ્વારા)
નવી દિલ્હી તા.9
બોલિવૂડ એક્ટર તથા રણધીર-રિશી કપૂરના નાના ભાઈ રાજીવ કપૂરનું આજે એટલે કે નવ ફેબ્રુઆરીના રોજ નિધન થયું છે. નીતુ સિંહે સોશિયલ મીડિયામાં પોસ્ટ શેર કરીને આ અંગે માહિતી આપી હતી. સૂત્રોના મતે, રાજીવ કપૂરને હાર્ટ-અટેક આવ્યો હતો અને પછી તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં રાજીવે અંતિમ શ્વાસ લીધા હતા. રણધીર કપૂર હોસ્પિટલમાં જતા સમયે એકદમ ભાંગી પડ્યા હતા. નોંધનીય છે કે ગયા વર્ષે રિતુ નંદા તથા રિશી કપૂરનું નિધન થયું હતું. પરિવાર હજી આ આઘાતમાંથી બહાર પણ આવી શક્યો નહોતો અને હવે સૌથી નાના ભાઈનું નિધન થયું છે.
રાજીવ કપૂરનો જન્મ 25 ઓગસ્ટ, 1962માં મુંબઈમાં થયો હતો. રાજીવ રાજ કપૂરના સૌથી નાના પુત્ર છે. રણધીર-રિશી કપૂરના મોટા ભાઇ છે. બોલિવૂડની સૌથી સક્સેસફુલ ફેમિલીમાંથી હોવા છતાં રાજીવ ફિલ્મ્સમાં વધુ સફળ થયા નહોતા.
રાજીવે લગભગ 14 જેટલી ફિલ્મ્સમાં એક્ટર તરીકે કામ કર્યું હતું, જેમાંથી એકાદ-બે જ ફિલ્મ સફળ રહી હતી. તેમની હિટ ફિલ્મ્સમાં 1985માં રિલીઝ થયેલી ’રામ તેરી ગંગા મેલી’ હતી. એક્ટિંગ ઉપરાંત રાજીવ ડિરેક્શન અને પ્રોડક્શનક્ષેત્રે પણ હાથ અજમાવી ચૂક્યા હતા.
1999થી રાજીવ ફિલ્મ્સથી દૂર છે. વર્ષ 2001માં 39 વર્ષની ઉંમરે તેમણે આર્કિટેક્ટ આરતી સભરવાલ સાથે લગ્ન કર્યા હતા, પણ બે વર્ષ પછી તેમના છૂટાછેડા થઇ ગયાં હતાં.
તાવને કારણે 29 એપ્રિલે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમની તબિયત ગંભીર થતાં તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. જોકે રાતના ત્રણ વાગે તેમણે રિસ્પોન્ડ કરવાનું બંધ કરી દીધું હતું અને તેમને 8.45 વાગે મૃત ઘોષિત કરવામાં આવ્યા હતા. રિશીએ જ્યારે અંતિમ શ્વાસ લીધા ત્યારે પત્ની નીતુ તથા દીકરો રણબીર હાજર હતાં.

રિલેટેડ ન્યૂઝ