સલમાનખાનને બા-કાયદા રાહત

(પ્રતિનિધિ દ્વારા)
મુંબઇ તા. 11
કાળિયાર હરણ કેસમાં જોધપુર જિલ્લા અને સેશન્સ કોર્ટ દ્વારા બોલીવુડ એક્ટર સલમાન ખાનને ગુરૂવારના રોજ મોટી રાહત આપવામાં આવી છે. સલમાન ખાન વિરૂદ્ધ ખોટા સાક્ષી રજૂ કરવા મામલે રાજ્ય સરકારના 340 ના પ્રાર્થના પત્રને કોર્ટે ખારીજ કરી દીધો છે. આ પહેલાં રાજ્ય સરકાર દ્વારા સલમાન ખાન વિરૂદ્ધ દાખલ કરવામાં આવેલી અરજીને નીચલી કોર્ટે પણ ખારીજ કરી દીધી હતી.
સલમાન ખાનના વકીલ હસ્તિમલ સારસ્વતે જણાવ્યું કે, જોધપુર જિલ્લા અને સેશન્સ કોર્ટે એક વિગતવાર હુકમમાં રાજ્ય સરકાર તરફથી દાખલ કરવામાં આવેલી બંને અરજીઓને ખારીજ કરી દીધી છે. અમે વર્ષ 2006માં જવાબ આપ્યો હતો કે, ખોટું સોગંદનામું રજૂ ન હોતું કરવામાં આવ્યું અને આવી અરજીઓ સલમાન ખાનની છબી બગાડવા માટે કરવામાં આવી રહી છે.’
ખાન એક વ્યસ્ત એક્ટર અને એ સમયે તેમના લાયસન્સને વિશે કોઇ જ સચોટ જાણકારી ન હોતી
ઉલ્લેખનીય વાત એ છે કે, ડિસ્ટ્રિક્ટ અને સેશન્સ કોર્ટે 2003માં અભિનેતા સલમાન ખાન વિરુદ્ધ કોર્ટમાં સશસ્ત્ર લાઇસન્સ સંબંધિત ખોટું સોગંદનામું રજૂ કરવાના મામલે કરેલી અરજી પર આ આદેશ આપ્યો છે. અરજીઓની ચર્ચા મંગળવારે પૂર્ણ થઈ હતી અને ન્યાયાધીશ રાઘવેન્દ્ર કચ્છવાલાએ 11 ફેબ્રુઆરીના રોજ આ હુકમ સુરક્ષિત રાખ્યો હતો.
જૂન 2019 માં, ટ્રાયલ કોર્ટે ખાનને ખોટું સોગંદનામું આપવાનાં આરોપમાં નિર્દોષ જાહેર કર્યો હતો. પરંતુ રાજ્ય સરકાર દ્વારા આ હુકમ સામે જિલ્લા અને સેશન્સ કોર્ટમાં અપીલ કરવામાં આવી હતી. સરકારી વકીલે દલીલ કરી હતી કે તેણે ખોટું સોગંદનામું એટલા માટે રજૂ કર્યું હતું, કારણકે, તેનું લાયસન્સ ખોવાયુ ન હતુ પરંતુ તેને રિન્યુઅલ માટે રજૂ કરાયું હતું.
સલમાન ખાનના વકીલ એચએમ સારસ્વતે જણાવ્યું હતું કે, અમે દલીલ કરી હતી કે આ સોગંદનામું જાણી જોઇને રજૂ ન હોતું કરવામાં આવ્યું કારણ કે ખાન એક વ્યસ્ત એક્ટર છે અને એ સમયે તેમના લાયસન્સને વિશે કોઇ જ સચોટ જાણકારી ન હોતી.’
2018માં એક નીચલી કોર્ટે ઓક્ટોબર 1998માં ફિલ્મ ‘હમ સાથ સાથ હૈ’ ના શૂટિંગ દરમ્યાન બે કાળિયાર હરણોની હત્યા માટે સલમાનને દોષી જાહેર કરાયો હતો અને સલમાનને પાંચ વર્ષની સજા સંભળાવવામાં આવી હતી. એક્ટરે નીચલી કોર્ટના નિર્ણયને સેશન કોર્ટમાં પડકાર ફેંક્યો હતો. તેમની સાથે કાંકાણીમાં ઘટનાસ્થળે હાજર એક્ટરોમાં સૈફ અલી ખાન, તબ્બુ, નીલમ અને સોનાલી બેન્દ્રેને છોડી મૂકવામાં આવ્યા હતાં.’

રિલેટેડ ન્યૂઝ