બોલિવૂડ સ્ટાર કરીના કપૂરે બીજા પુત્રને જન્મ આપ્યો

(પ્રતિનિધિ દ્વારા)
મુંબઈ, તા. ૨૧
કરીના કપૂર અને સૈફ અલી ખાનના ફેન્સની આતુરતાનો અંત આવ્યો છે. રવિવારે (૨૧ ફેબ્રુઆરી, ૨૦૨૧) કરીનાએ દૃીકરાને જન્મ આપ્યો છે. કરીનાને ગત રાત્રે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દૃાખલ કરવામાં આવી હતી. આજે કરીના અને સૈફના બીજા દૃીકરાનો જન્મ થયો છે. ઉલ્લેખનીય છે કે, કરીના અને સૈફે ઓગસ્ટ ૨૦૨૦માં એક ઓફિશિયલ નિવેદૃન બહાર પાડીને જણાવ્યું હતું કે, તેઓ બીજીવાર પેરેન્ટ્સ બનવાના છે. કપલ અગાઉ ૨૦૧૬માં પેરેન્ટ્સ બન્યું હતું. તેમનો દૃીકરો તૈમૂર હાલ ૪ વર્ષનો છે. આ સાથે સૈફ ચોથીવાર પિતા બન્યો છે.

રિલેટેડ ન્યૂઝ