આર્યન જન્મદિને એનસીબીની ઓફિસે હાજરી પુરાવા ગયો

આર્યન ખાને પીળા રંગની ટી શર્ટ તેમજ બ્લૂ જેકેટ પહેર્યું હતું, આર્યનની સાથે તેના વકીલ પણ હાજર હતા

(સંસસેવા) નવી દિલ્હી, તા.12
ડ્રગ્સ કેસમાં ફસાયેલા આર્યન ખાનનો આજે જન્મ દિવસ છે. સુપર સ્ટાર શાહરુખ ખાનનો પુત્ર આર્યન ડ્રગ્સ કેસના કારણે છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચામાં રહૃાો છે ત્યારે આજે જન્મ દિવસે તે એનસીબીની ઓફિસ પર દેખાયો હતો. જામીનની શરત પ્રમાણે દર શુક્રવારે તેણે એનસીબી ઓફિસ પર હાજરી પૂરાવવાની હોય છે અને આજે સુ્કરવાર હોવાથી તે એનસીબી ઓફિસ પહોંચ્યો હતો.આર્યન ખાને પીળા રંગની ટી શર્ટ તેમજ બ્લુ જેકેટ પહેર્યુ હતુ.આર્યનની સાથે તેના વકીલ પણ હાજર હતા.
આર્યન ખાનને 28 દિવસ સુધી જેલમાં રહૃાા બાદ ડ્રગ્સ કેસમાં હાઈકોર્ટે જામીન આપ્યા છે પણ સાથે સાથે 14 શરતોનુ પાલન કરવા માટે પણ કહૃાુ છે.આ શરતો પૈકી એક શરત દર શુક્રવારે એનસીબીની ઓફિસમાં હાજર રહીને હાજરી પૂરાવવાની છે.આ સિવાયની શરતોમાં પાસપપોર્ટ જમા કરાવવાની અને દેશ નહીં છોડવાની શરતનો પણ સમાવેશ થાય છે. જેના પગલે આજે જન્મ દિવસે પણ આર્યન ખાન એનસીબી ઓફિસમાં હાજરી પૂરાવવા માટે પહોંચ્યો હતો.

રિલેટેડ ન્યૂઝ