રણવીરને છોડીને દીપિકાએ પોતાનો બર્થડે જાણો કોની સાથે ઉજવ્યો?

મુંબઇ : રણવીર સિંહ પત્ની દીપિકા પાદુકોણ સાથે પ્રેમનો એકરાર કરવાની એકપણ તક છોડતો નથી. એવોર્ડ સમારંભ હોય કે કોઇ પ્રેસ કોન્ફરન્સમાં હોય તે પોતાના મૂડમાં જ રહે છે. તે પોતાની પત્નીને સ્પેશિયલ ફીલ કરાવવા માટે કંઇપણ કરી શકે છે. જોકે, તેમની પાસેથી એક મોટી તક છપાક ટીમે લઇ લીધી છે. આજે પાંચ જાન્યુઆરીનાં રોજ દીપિકાનો જન્મદિન છે.
છપાકની ટીમે રણવીર સિંહ દીપિકા સાથે બર્થડે ઉજવે તે પહેલા જ તેમણે ઉજવી લીધો છે. છપાક ફિલ્મની ટીમે ગઇકાલે સાંજે જ દીપિકા પાદુકોણ સાથે કેક કાપીને જન્મદિવસ ઉજવ્યો હતો.
આ અંગે દીપિકા પાદુકોણે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે આ વર્ષે તે લખનઉના ‘શીરોઝ’ કેફેમાં એસિડ અટેક સર્વાઈવર્સ સાથે પોતાનો જન્મદિવસ સેલિબ્રેટ કરશે.

રિલેટેડ ન્યૂઝ