Malangનું ટ્રેલર આવ્યું, દિશાનો બિકીની લૂક અને આદિત્યના કિલર લૂક, કોણ વધુ ‘કાતિલ’???

નવી દિલ્હી :મોહિત સૂરી દ્વારા ડિરેક્ટ કરાયેલી ફિલ્મ મલંગ નું ટ્રેલર રિલીઝ થયું છે. આ ફિલ્મમાં આદિત્ય રોય કપૂર , દિશા પટાની , અનિલ કપૂર અને કુણાલ ખેમૂ છે. આ ટ્રેલરમાં દરેક પાત્ર હત્યા કરવા માટેનું પોતાનું અલગ અલગ કારણ બતાવે છે. આદિત્ય રોય તપૂર આ ફિલ્મના ટ્રેલરમાં કહેતો દેખાય છે કે, જીવ લેવો મારો નશો છે. તો અનિલ કપૂર પણ ખાસ રોલમાં દેખાઈ રહ્યો છે. જેટલું ટ્રેલરમાં દેખાય છે કે, તેઓ નેગેટિવ પાત્રમાં છે. ચારેય કેરેક્ટર્સને જીવ લેવુ બહુ જ પસંદ છે. પરંતુ કોણ કોને મારે છે, અને શા માટે તેનો ખુલાસો તો 7 ફેબ્રુઆરીના રોજ જ થશે, જ્યારે આ ફિલ્મ રિલીઝ થશે.

આદિત્યની સાથે મોહિત સૂરીની આ બીજી ફિલ્મ છે. આ પહેલા બંનેએ આશિકી-2માં સાથે કામ કર્યું હતું. તો દિશા પટાનીની વાત કરીએ તો તે ટ્રેલરમાં ટેની એન્ટી એક ડાર્ક પિંક કલરની બિકીનીમાં થાય છે. જેના પરથી અંદાજ લગાવી શકાય છે કે તેનુ પાત્ર બહુ જ બોલ્ડ રહ્યું છે.

રિલેટેડ ન્યૂઝ