અનુપમ ખેરનો પલટવાર- કેટલાક પદાર્થોના સેવનથી સાચું-ખોટું ભુલી જાય છે નસીરુદ્દીન શાહ

નવી દિલ્હીઃ છેલ્લા દાયકાની સૌથી શાનદાર ફિલ્મોમાં સામેલ એ વેડનસડેમાં અનુપમ ખેર અને નસીરુદ્દીન શાહ જેવા સિતારા જોવા મળ્યા હતા પરંતુ હાલ બંન્ને કલાકારો વચ્ચે બધુ યોગ્ય ચાલી રહ્યું નથી. સીએએ-એનઆરસી વિરોધ વચ્ચે બોલીવુડના આ વેટરન સિતારા વચ્ચે અથડામણ જોવા મળી રહી છે. ધિ વાયરની સાથે ઇન્ટરવ્યૂમાં નસીરુદ્દીન શાહે અનુપમ ખેરને લઈને આક્રમક પ્રતિક્રિયાઓ આપી હતી. તેમણે અનુપમ ખેરને જોકર ગણાવ્યા હતા અને તેમને ગંભીરતાથી ન લેવાની વાત કરી હતી. હવે આ મામલામાં અનુપમ ખેરે પણ વળતો જવાબ આપ્યો છે. 

અનુપમ ખેરે પણ નસીરુદ્દીન શાહ પર કર્યો પલટવાર
અનુપમ ખેરે એક ટ્વીટ કર્યું અને આ ટ્વીટની સાથે એક વીડિઓ પોસ્ટ કર્યો છે. તેમણે કહ્યું કે, ડિયર નસીર જી, મેં તમારૂ ઈન્ટરવ્યૂ જોયું. તમે મારી પ્રશંસામાં કેટલિક વાત કરી કે હું એક જોકર છું, મને ગંભીરતાથી ન લેવો જોઈએ. તે મારા લોહીમાં છે વગેરે… વગેરે. આ પ્રશંસા માટે તમારો આભાર હું તમને અને તમારી વાતોને ખરેખર ગંભીરતાથી લેતો નથી. પરંતુ હું ક્યારેય તમારા વિશે ખોટુ બોલ્યો નથી પરંતુ આજે જરૂર કહેવા ઈચ્છું છું કે તમે તમારી જિંદગી આટલી સફળતા મળ્યા બાદ પણ ફ્રસ્ટ્રેશનમાં પસાર કરી છે. 

રિલેટેડ ન્યૂઝ