શ્રુતિ-અક્ષરા હાસને ટિક્ટોકની વાઇરલ ચેલેન્જ પર બનાવ્યો વીડિયો

કોરોના વાઇરસને ફેલાતો અટકાવવા ચાલી રહેલ લોકડાઉનમાં લોકો ઘરે જ છે. કમલ હાસનની દીકરીઓ પણ ઘરે રહીને તેમનો સમય પસાર કરી રહી છે. શ્રુતિ હાસન તેના મુંબઈના ઘરે એકલી સમય પસાર કરી રહી છે જ્યારે અક્ષરા તેના પિતા સાથે ચેન્નઈમાં છે. બંને બહેનોએ ટિક્ટોકની વાઇરલ ચેલેન્જ વ્હુ ઇઝ મોર લાઇકલી ટુ સ્વીકારી છે અને તેનો વીડિયો બનાવ્યો છે.

શ્રુતિએ વીડિયો શેર કરીને લખ્યું કે, આ રહ્યો અમારો વીડિયો.અક્ષરા આ ખરેખર મજાનો વિચાર હતો. અક્ષરાએ પોસ્ટ શેર કરી લખ્યું હતું કે, અમારો સિબલિંગ ટિક્ટોક. સિબલિંગ્સ એકબીજાને સૌથી સારી રીતે જાણે છે.

રિલેટેડ ન્યૂઝ