કાતિલ ઠંડીના આગમના એંધાણ : સૌરાષ્ટ્રમાં છવાયું ગાઢ ધુમ્મસ

દિવસ-રાતનું તાપમાન પણ પટકાયું: મોડી રાતથી જ ચાલતી ઝાકળ વર્ષાથી સર્જાયો આહલાદક નઝારો

જામનગરમાં સતત બીજા દિવસે પણ પ્રચંડ ધડકાઓ ચાલુ રહ્યા
(પ્રતિનિધિ દ્વારા) રાજકોટ,તા.25
જામનગર શહેરમાં ગઈકાલે સવારે પ્રચંડ ધડાકાઓને લઈને બારી દરવાજા ખખડાયા હતા અને લોકોમાં ગભરાટનો માહોલ સર્જાયો હતો. જે પરંપરા આજે પણ ચાલુ જ રહી છે, અને આજે પણ સવારથી ધડાકા અનુભવાઇ રહ્યા છે. એરફોર્સ ની કવાયત ને લઈને આ ધડાકા સંભળાઈ રહ્યા હોવા નું જાણવા મળે છે. જામનગર શહેરમાં એરફોર્સ દ્વારા છેલ્લા બે દિવસથી સૈન્ય અભ્યાસ કવાયત ચાલી રહી છે.અને પ્રચંડ ધડાકા સાંભળાઇ રહ્યા છે.
જામનગર શહેરમાં ગઈકાલે સવારથી સાંજ સુધીમાં અનેક વખત ધડાકા સંભળાયા હતા, અને ધરતી ધ્રુજતી
હતી. ઉપરાંત રહેણાંક મકાન ના બારી દરવાજા પણ ખખડયા હતા. સૌપ્રથમ લોકોમાં ગભરાટ જોવા મળ્યો હતો, પરંતુ તંત્ર દ્વારા એરફોર્સની કવાયત હોવાનું જાહેર કરાતાં હાશકારો થયો હતો.
જે પ્રક્રિયા આજે સતત બીજા દિવસે પણ ચાલુ રહી છે. એરફોર્સ ફાઈટર પ્લેનો ના હવામાન આંટાફેરા જોવા મળ્યાની સાથે સાથે પ્રચંડ ધડાકાઓ પણ સંભળાઈ રહ્યા છે. અને જામનગર ની ધરતી માં વારંવાર કંપન્ન જોવા મળી રહ્યું છે. જામનગરમાં એરફોર્સ વિભાગની ચાલી રહેલી કવાયત કારણભૂત હોવાનું તંત્ર દ્વારા જાહેર કરાયું છે.

રાજકોટ તા.25
સૌરાષ્ટ્ર-કચ્છમાં માવઠું પડયા બાદ છેલ્લા ત્રણ દિવસથી અસહ્ય બફારો અને ઉકળાટનો લોકોએ સામનો કર્યો હતો ત્યારે ગઇકાલે સાંજથી વાતાવરણમાં પલટો આવ્યો હતો. આજે સવારથી રાજમાર્ગ ઉપર ગાઢ ધુમ્મસનું સામ્રાજ્ય છવાયું હતું તો બીજી તરફ હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્રમાં માવઠાની આગાહી કરવામાં આવી છે.
સૌરાષ્ટ્ર-કચ્છમાં થોડા દિવસ પહેલા વાતાવરણમાં પલટો આવતા અનેક વિસ્તારોમાં માવઠું પડયું હતું. માવઠા બાદ છેલ્લા બે થી ત્રણ દિવસથી વાતાવરણમાં અસહ્ય બફારો અને ઉકળાટ જોવા મળ્યો હતો. ભરશિયાળે લોકો પરસેવે રેબઝેબ બન્યા હતાં ત્યારે ગઇકાલ સાંજથી સૌરાષ્ટ્રના વાતાવરણમાં પલટો આવ્યો હતો. ગઇકાલ મોડી સાંજથી ઠંડા પવનો ફુંકાતા લોકોએ ઠંડીનો અહેસાસ કર્યો હતો. લોકોએ ધાબળા ઓઢીને સુવાનો વારો આવ્યો હતો. આજે વહેલી સવારથી સૌરાષ્ટ્ર-કચ્છમાં શિયાળાની પ્રથમ ઝાકળવર્ષા થઇ હતી. વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધતા આ ઝાકળવર્ષા થઇ હતી. ઝાકળવર્ષાના પગલે રસ્તા પરથી વાહન લઇને પસાર થતા લોકોએ લાઇટો ચાલુ રાખવી પડી હતી. તો સવારે ઝાકળના કારણે લોકોએ ઠંડી અને ઠારનો પણ અનુભવ કર્યો હતો.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ આજે વહેલી સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 89 ટકા હતું તેમજ તાપમાનનો પારો 16 ડીગ્રી નોંધાયો હતો. ઉપરાંત શહેરમાં 3 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો હતો.
રાજ્યના હવામાન વિભાગ દ્વારા વાતાવરણમાં આવેલા પલટા બાદ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી કરાઇ છે.

રિલેટેડ ન્યૂઝ