ગીરના જંગલમાં ગેરકાયદેસર સિંહ દર્શનનું ચાલતુ કૌભાંડ

(પ્રતિનિધિ દ્વારા)
જુનાગઢ તા.25
જૂનાગઢ ગીર જંગલની દેવળીયા રેન્જ હેઠળ આવતા મેંદરડાનાં – ગુંદીયાળી ગામે તાજેતરમાં એક ખાનગી ફાર્મ હાઉસમાં જીવીત પશુઓને બાંધેલી હાલતમાંમુકી ગેરકાયદેસરલાયન શો કરાવતો હોવાનો વિડીયો સોશ્યલ મિડીયામાં વાયરલ થયો હતો.જેને પગલે વન વિભાગ હરકતમાં આવ્યું છે.
આ મામલે વન વિભાગે અજાણ્યા 12 શખ્સો સામે ફરીયાદ નોંધી તપાસ હાથ ધરી છે. જે સ્થળે ગેરકાયદેસર લાયન શો યોજાયો તે સ્થળની વન વિભાગે તપાસ હાથ ધરી હતી. જેમાં આ ખાનગી ફાર્મ ખાનગી માલિકીનું હોવાનું પ્રાથમિક તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું.
આબનાવની તપાસ કરનાર માળીયાનાં આરએફઓનાં જણાવ્યા મુજબ વાય2લ વિડીયોમાં દેખાતા લોકોના આધારે કુલ 18 જેટલા શકમંદ લોકોને વનવિભાગ દ્વારા સત્તાની રૂએ સમન્સ પાઠવી હાજર થવા જણાવાયું છે. શકમંદો હાજર થશે ત્યારે તેમનાં નિવેદનો લેવામાં આવશે. બાદમાં આરોપીઓની અટકાયત કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવી સંભાવના પ્રબળ બની છે આગામી ગણતરીના દિવસોમાં ખાનગી ફાર્મનાં માલિકની પણ સ્પષ્ટ ઓળખ થઈ જશે તેવું સુત્રોમાંથી જાણવા મળ્યું છે. જૂનાગઢ દેવળીયા રેન્જ હેઠળનાં ગુંદીયાળીમાં ખાનગી ફાર્મમાં સિંહ સમક્ષ જીવીત પશુ મુકી ગેરકાયદેસર લાયન શો ચાલી રહયો હોવાનો વિડીયો વાયરલ થયો હતો. ત્યારે આ મામલે 18 શકમંદોને વન વિભાગે સમન્સ પાઠવ્યા છે. તેમજ તેઓને આરએફઓ સમક્ષ ઉપસ્થિત રહેવા જણાવ્યું છે. શકમંદોનાં નિવેદન બાદ ગુનો બનતો હશે તેઓની ધરપકડ કરવાની તજવીજ હાથ ધરવામાં આવશે આ વાયરલ વીડીયો બાદ વનવિભાગની કાર્યવાહીના પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર વ્યાપી જવા પામ્યો છે.

રિલેટેડ ન્યૂઝ