ધોરણ 10માં પાસ નહી થતા તરૂણીનો આપઘાત

(પ્રતિનિધિ દ્વારા)
પોરબંદર,તા.27
પોરબંદરમાં ધો. 10 માં નાપાસ થતાં નોકરી નહીં મળે તેવી બીકથી તરૂણે આપઘાત કરી લીધો હતો.
બનાવની વિગત એવી છે કે, પોરબંદરના ભોંયવાડામાં રહેતા એલીશ પ્રકાશભાઇ દાઉદીયા ઉવ. 17 નામના વિદ્યાર્થીએ પંખા સાથે સાલ બાંધીને ગળાફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હતી. તેના પરિવારજનોએ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલે પહોંચાડયો ત્યારે એવું જણાવ્યું હતું કે, એલીસ ધો. 10માં નાપાસ થયો હતો તેને આર્મીમેન બનવું હતું પરંતુ ધો. 10માં નાપાસ થયા બાદ ફરીથી પરીક્ષા આપી હતી અને તેમાં પણ નાપાસ થયો હતો તેથી ટેન્શનમાં રહેતો હતો. તેણે ધો. 10માં નાપાસ થયા બાદ સરકારી નોકરી નહીં મળે તેવું માનીને આપઘાત કર્યાની સ્યુસાઇડ નોટ પણ લખી હતી.

રિલેટેડ ન્યૂઝ