લમ્પી વાયરસને લઇ ક્રિકેટર રવિન્દ્ર જાડેજા ગાયોની વહારે આવ્યા

ગુરુએ બતાવેલો ઉપચારનો ઉપયોગ કરવા કરી અપીલ

વર્તમાન સમયમાં પશુઓમાં હાલ જે રીતે લમ્પી વાયરસ ફેલાયો છે ત્યારે આ વાયરસને કારણે અનેક પશુઓના મોત થયા હોવાનું સામે આવ્યું છે ત્યારે આ રોગ સામે પશુઓને રક્ષણ આપવા તેમજ આ રોગની સામે પશુઓને કઈ રીતે સારવાર આપવી તે માટે રાજકોટ જીલ્લાના ઉપલેટા તાલુકાના વેણુ-2 ડેમ પાસે આવેલ ગાયત્રી આશ્રમ ગધેથડના સંત લાલ બાપુએ પ્રાકૃતિક ઉપચાર આપ્યા છે. આ અંગે જાણીતા ક્રિકેટર રવિન્દ્ર જાડેજાએ પણ પશુપાલકોને આહવાહન કર્યું હતું કે, આ આયુર્વેદિક દવાઓના ઉપયોગથી ગૌવંશની રક્ષા કરી શકાશે.

લાલ બાપુએ આ ઉપચાર સૂચવ્યો
લાલ બાપુએ ઉપચાર અંગે જણાવ્યું હતું કે, જેમાં 20 ગાય માટે એક કિલો હળદર એક કિલો ઘી 500 ગ્રામ સાકરનો ભૂકો 500 ગ્રામ કાળી મરીનો પાવડર આ મિક્સ કરી લાડુ બનાવી સવાર સાંજ ત્રણ દિવસ આપવાના અને વધારે તકલીફ હોય તો પાંચ દિવસ આપવાના અને ગૌ માતાના શરીર ઉપર ફટકડી અને કપુરવાળુ પાણી છાંટવામાં આવે તો આ રોગમાં ગૌમાતાને ઘણી રાહત થશે અને રોગમુકત થશે. આ ઉપચાર દિવસમાં બે વખત કરવા ત્રણ દિવસ માટે કરવાથી ગૌ માતા સ્વસ્થ થઈ જશે. આ પ્રાકૃતિક ઉપચારનો ઉપયોગ કરવાથી વર્તમાન સમયમાં ઘણા પશુઓમાં ફાયદો પણ જોવા મળ્યો છે તેવું પણ લાલ બાપુએ જણાવ્યું છે અને સાથે તેમના દ્વારા પશુઓની સાર સંભાળ કઈ રીતે કરવી તેમની પણ ખાસ માહિતીઓ આપવામાં આવી છે.

રિલેટેડ ન્યૂઝ