સુત્રાપાડા મુકામે પ્રજાપિતા બ્રહ્મકુમારી ઈશ્વરીય વિશ્વ વિધ્યાલય દ્વારા ત્રિવેણી મહોત્સવ કાર્યક્રમ પૂર્વ મંત્રી જશાભાઈ બારડ અને ધારાસભ્ય ભગવાનભાઈ બારડ ની ઉપસ્થિતિ માં યોજાયો હતો.સુત્રાપાડા મુકામે પ્રજપીતા બ્રહ્મકુમારી ઈશ્વરીય વિશ્વ વિધ્યાલય દ્વારા ગુરુ પુર્ણિમા, ગુરુઓનું સન્માન અને ઈશ્વરીય રક્ષાબંધન એમ ત્રિવેણી મહોત્સવ નો કાર્યક્રમ નગરપાલિકા કોમ્યુનિટી હોલ, મંજુલેશ્વર મંદિર પાસે, કારડીયા રાજપૂત સમાજના હોલ ખાતે યોજાય ગયો. આ સમારોહ ગુજરાત રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી જશાભાઈ બારડ અને તાલાલાના ધારાસભ્ય ભગવાનભાઈ બારડ, ગિરસોમનાથ જિલ્લા ભાજપ મહામંત્રી દિલીપભાઇ બારડ, સુત્રાપાડા નગરપાલિકા ના ઉપપ્રમુખ નરેશભાઈ કામળીયાની, નગરપાલિકા સદસ્ય રમેશભાઈ વડાંગર, અરસીભાઈ બારડ, ડો ભરત બારડ શૈક્ષણિક સંકુલના કોલેજ વિભાગના આચાર્ય પાઠક સાહેબ, માધ્યમિક વિભાગના આચાર્ય નરેન્દ્રભાઈ ડોડીયા, અશ્વિનભાઈ બારડ ઉપરાંત સુત્રાપાડા તાલુકા ના પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના તમામ શિક્ષકો અને સમાજની શ્રેષ્ઠીઓની હાજરીમાં યોજવામાં આવેલ. આ સમારોહમાં ગુરુ પૂર્ણિમા નિમિતે સુત્રાપાડા તાલુકાનાં તમામ શિક્ષકોનું સન્માન પત્ર અને પ્રસાદી આપી સન્માન પૂર્વ કેબિનેટ મંત્રી જશાભાઈ બારડ અને ધારાસભ્ય ભગવાનભાઈ બારડ તેમજ જિલ્લા ભાજપ મહામંત્રી દિલીપભાઇ બારડ દ્વારા કરવામાં આવેલ હતું. ઉપરાંત પ્રજાપિતા બ્રહ્મકુમારી દ્વારા ઉપસ્થિત તમામ મહેમાનો ને રાખડી બાંધી ઈશ્વરીય રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવેલ હતી. બ્રહ્મકુમારિ વિશ્વ વિધ્યાલય બહેનો દ્વારા સંચાલિત હોય તેનો મુખ્ય ઉદેશ્ય અહિંસા પરમો ધર્મ, દુનિયામાં શાંતિ, માનવ ને માનસિક બીમારી માંથી મુક્તિ, વ્યસન મુક્તિ વગેરે જેવા 22 પ્રકારના જન જાગૃતિ અભિયાન ચલાવે છે. સુત્રાપાડા મુકામે યોજાયેલ આ કાર્યક્રમથી દરેક સમાજના લોકોમાં જાગૃતિ ફેલાય છે તેમજ વ્યસનથી દૂર રહે છે અને હાલ વિશ્વ માં પરવર્તી રહેલ યુદ્ધના વાતાવરણ ને શાંતિ તરફ દોરી જાય તેવો સંદેશો આ સમારોહ થકી પ્રજાપિતા બ્રહ્મકુમારી વિશ્વ વિધ્યાલય ના દીદી ઑએ હાજર તમામ ને આપેલ હતો અને કાર્યક્રમમાં ઉપસ્થિતિ બદલ સૌ મહાનુભાવો નો આભાર વ્યક્ત કરેલ હતો.
રિલેટેડ ન્યૂઝ
-
ઓખાની પરિણીતાને ત્રાસ આપતા પતિ તેમજ સાસુ સામે ફરિયાદ ખંભાળીયા, કલ્યાણપુર તાલુકામાં વિદેશી દારૂ સાથે ત્રણ શખ્સો ઝડપાયા
ઓખાના બર્માસલ ક્વાર્ટર વિસ્તારમાં હાલ રહેતી અને અરવિંદભાઈ રામદાસભાઈ પાબારીની 42 વર્ષની પરિણીત પુત્રી અંજનાબેન દીપેશભાઈ... -
ઉના પોલીસ સ્ટેશનમાં જિલ્લા પોલીસવડાનાં અધ્યક્ષ સ્થાને શાંતી સમિતીની બેઠક યોજાઇ
તહેવારોને અનુલક્ષી ચર્ચા કરી કોમી એખલાસ સાથે તહેવારની ઊજવણી કરવાં અનુરોધ કરાયો ઊના તાલુકા અને શહેરી... -
ખંભાળિયામાં વિનામુલ્યે રવિવાર તથા સોમવારે નેત્રયજ્ઞ, દંતયજ્ઞ તથા સર્વરોગ નિદાન કેમ્પ
માનવ સેવા સમિતિ ખંભાલિયા સંચાલિત લલીતાબેન પ્રેમજીભાઈ બદીયાણી હોસ્પિટલ ખાતે દાતાશ્રી : સ્વ.શ્રી રમેશભાઈ પ્રેમજીભાઈ બદીયાણી,...