સૌરાષ્ટ્રમાં કોરોના અણનમ, નવા 50 કેસ, 3ના મોત

(1)સુરેન્દ્રનગરમાં એક જ પરિવારના 7 સહિત 14ને કોરોના : પાટડીમાં વૃધ્ધાનો ભોગ લીધો

(2)અમરેલીમાં બીજા દિવસે 10 કેસ : સાવરકુંડલાના યુવાને દમ તોડયો

(3)જૂનાગઢમાં વૃધ્ધનું મોત : ઉના અને જામનગરના તબીબ ઝપટે

(પ્રતિનિધી દ્વારા)
રાજકોટ તા. 29
રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં કોરોનાએ મ્હો ફાડયું છે. અત્યાર સુધી ગણ્યા ગાંઠયા જ મોત થતા હતા તેમાં હવે ઓચિંતો વધારો થયો છે. છેલ્લા ત્રણ – ચાર દિવસથી મોતનો સિલસિલો શરૂ થયો છે. જે આજે પણ વણથંભ્ભી છે. આજે પાટડી, સાવકુંડલા, અને જૂનાગઢમાં ત્રણ વ્યકિતના ભોગ કોરોનાએ લીધા છે. સાથો સાથ 50 નવા કેસ નોંધાતા આરોગ્ય વિભાગમાં ફફડાટ ફેલાઇ જવા પામ્યો છે.
સૌરાષ્ટ્રમાં આજે સુરેન્દ્રનગર, અમરેલીમાં કોરોનાની રાફડો ફાટયો છે. સુરેન્દ્રનગરમાં એક જ પરિવારના સાત સભ્યો સહિત 14ને કોરોના પોઝીટીવ આવ્યો છે. જ્યારે અમરેલીમાં સતત બીજા દિવસે 10 કેસ નોંધાયા છે. જ્યારે જામનગરમાં 6, રાજકોટ – ભાવનગરમાં 5, પોરબંદરમાં 3, દ્વારકા – જૂનાગઢમાં 2, બોટાદ – સોમનાથમાં એક એક કેસ નોંધાયા છે.
સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જીલ્લામાં કોરોનાએ પોતાનું વિકરાળ સ્વરૂપ બતાવ્યું છે તેમાં સુરેન્દ્રનગર જીનતાન રોડ ઉપર જયહિન્દ સોસાયટીમાં રહેતા પરીવારને ત્યાં સગાઈ હતી ત્યારે પ્રથમ તેજસભાઈ તુરખીયા ઉ.53ને કોરોના પોઝીટીવ આવેલ બાદમાં દિનેશભાઈ ઉ.62, ધર્મપથ ઉપર ઉ.12, હેરીત ઉ.7, કંચનબેન ઉ.90, સત્યમ ઉ.34, જીનસ ઉ.2, દેવદર્શનમાં રહેતા વર્ષાબેન શાહ ઉ.63ને ચેપ લાગ્યો હતો એક જ પરીવારના 7 ને સગાઈ પ્રસંગ બાદ કોરોના પોઝીટીવ આવતા ચકચાર મચી ગઈ હતી.
વઢવાણમાં ભકતીનંદન સર્કલ બાજુમાં સહજાનંદ પાર્કમાં રહેતા સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકના મેનેજર 55 વર્ષીય કેતન રમણીકભાઈ શાહને કેન્સરની તકલીફ હતી આથી ઓપરેશન માટે અમદાવાદ ગયા હતા જયાં ઓપરેશન પહેલા ટેસ્ટ કરાવતા કોરોના પોઝીટીવ આવેલ હતો. સુરેન્દ્રનગરમાં ડોકટરના પિતા 58 વર્ષીય અતુલભાઈ સોમચંદ ધંધુકીયાને તાવ આવતા કોરોનાનો રીપોર્ટ કરાવતા 27મી જુને કોરોના પોઝીટીવ આવેલ. નવા જંકશન રોડ દેવ સોસાયટીમાં રહેતા 42 વર્ષીય કલ્પેશ દિનેશભાઈ પારેખ થોડા દિવસ પહેલા રાજકોટ ગયા હતા તેમનો રીપોર્ટ કરાવતા કોરોના પોઝીટીવ આવ્યો હતો. જયારે ધાંગધ્રા ઘેલડીયા ધોળીધાર વિસ્તારમાં 60 વર્ષીય રૂક્ષમણીબેન મુકેશભાઈ ને કોરોના પોઝીટીવ આવતા અમદાવાદ સારવાર માટે લઈ જવાતા તેઓને કોઈ કુટુંબીનો ચેપ લાગ્યાનું અનુમાન છે.
શહેરની મીત્ર મંડળ સોસાયટીમાં રહેતા 3 વરસના પ્રતીક યોગેશભાઈ ગૌસ્વામી તેમજ લીંબડી તળાવ મહોલ્લા વિસ્તારમાં રહેતા 22 વર્ષના સરફરાજ ખોજાણીનો રીપોર્ટ પોઝીટીવ આવતા જીલ્લામાં એક દિવસમાં 14 કેસ પોઝીટીવ આવતા કુલ કેસ 147 થયા છે. એક જ પરીવારના 7 સભ્યો 2 વર્ષના બાળક સાથે કોરોના પોઝીટીવ આવેલ છે. જયારે સપ્તાહ અગાઉ કોરોનાને હરાવનાર પાટડીના 81 વર્ષીય વાસુદેવભાઈ ઠકકરનું ગઈકાલે મોત થયેલ છે.
અમરેલી
અમરેલી જિલ્લામાં કોરોના વાયરસ દિવસે દિવસે ગતિ પકડી રહયો છે સાવરકુંડલાના ગોરડકા ગામના 40 વર્ષીય યુવાનનું કોરોનાથી સારવારમાં મોત થયું છે જયારે,ગઈકાલે 10 કેસ નોંધાયા બાદ આજે વધુ 10 કેસ નોંધાતા ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે,10 પૈકી અમરેલી શહેરમાંજ 6 કેસ નોંધાણાં જયારે 4 કેસ લાઠી તાલુકામાં નોંધાયા હતા 10 કેસોમાં 9 પુરૂષ અને એક મહિલાનો સમાવેશ થયેલ છે.
ગઈકાલે 10 કેસ બાદ આજે અમરેલીના 2 કિશોર સહીત વધુ 10 કેસ નોંધાયા હતા જેમાં (1)અમરેલીના ચક્કરગઢ રોડ માધવપાર્ક માં રહેતા એક 14 વર્ષીય બાળક કિશોર (2) બટારવાડીમાં વસાણી શેરીમાં રહેતો 17 વર્ષીય કિશોર (3) સાવરકુંડલા રોડ હીરાનગર ગુજકોમાસોલ પાસે રહેતા 20 વર્ષીય યુવાન (4)જશોદાનગર લાઠી રોડ એસટી ડીવીજન પાછળ રહેતો 47 વર્ષીય પુરૂષ (5) બ્રાહ્મણ સોસાયટી રહેતો 25 વર્ષીય અને(6) જેસીંગપરામાં શેરી નં-5 રહેતો 46 વર્ષીય પુરૂષ (7) લાઠીના હાજીરાધાર ના 42 વર્ષીય પુરૂષ (8) લાઠીના 65 વર્ષીયપુરૂષ (9) લાઠીના નારાયણ નગરના 48 વર્ષીય મહિલા (10)અને નારાયણ નગર લાઠીના 41 વર્ષીય પુરૂષના રિપોર્ટ પોજીટીવ આવેલ હતા હાલમાં 41 દર્દીઓ સારવારમાં છે અને 33 ને ડિસ્ચાર્જ થતા ઘરે ગયેલ છે કુલ 80 પોજીટીવ દર્દીઓ નોંધાયેલ છે.
જામનગર
જામનગર શહેર અને જિલ્લામાં કોરોના સંક્રમણ ખૂબ જ વધી ગયું હતું અને દિન પ્રતિદિન કોરોના ના દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો હતો, જોકે રવિવાર થી કેસ ની બખ્યાં ઘટી છે. દરમિયાન આજે છ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં એક જીજી હોસ્પિટલના તબીબ નો પણ સમાવેશ થાય છે. જામનગર જિલ્લામાં કોરોના સંક્રમિત દર્દીઓનો આંકડ઼ો 200 ને પર થયો છે. જે પૈકી 68 દર્દીઓ હાલ જી જી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ઉપરાંત 28 દર્દીઓ સાજા થતા તેઓને આયુર્વેદ હોસ્પિટલ કેર સેન્ટરમાં રીફર કરવામાં આવ્યા છે.
જામનગરના મિસ્ત્રી રોડ પર રહેતાં 63 વર્ષીય એક પુરુષનો આજે પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. ઉપરાંત જામનગરની જી.જી. હોસ્પિટલ ના એક તબીબ પણ કોરોના સંક્રમિત બન્યા છે અને તેઓને જી.જી.હોસ્પિટલ ના કોવિડ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે.જ્યારે કુંભાર વાડો આર્યસમાજ પાછળ ને નવી સાધના પાછળ ના વિસ્તાર માં પણ કેસ નોંધાયા છે.તેમજ સાંજે વધુ બે કેસ ની ઉમેરો થયો છે.જેમાં કૃષ્ણનગર ના 60 વર્ષ ના વૃદ્ધ તેમજ સ્વામિનારાયણ નગર ના આધેડ ની સમાવેશ થાય છે. જ્યારે આજે આઠ દર્દીઓ સજા થતા તેમને હોસ્પિટલ માંથી રજા આપવા માં આવી હતી.
જામનગર જિલ્લામાં કોરોના સંક્રમિત દર્દીઓ ની સંખ્યા કુલ 194 ની થઈ છે. જે પૈકી 68 દર્દીઓ હાલ જી જી હોસ્પિટલના કોવિડ વોર્ડમાં સારવાર હેઠળ છે.
ભાવનગર
ભાવનગર જિલ્લામા આજરોજ 5 નવા કોરોના પોઝીટીવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝીટીવ કેસોની સંખ્યા 247 થવા પામી છે. આજરોજ ભાવનગરના પટેલ પાર્ક, કાળીયાબીડ ખાતે રહેતા 64 વર્ષીય જીવરાજભાઈ ઈટાળીયા, કૃષ્ણકુમાર અખાડા ખાતે રહેતા 42 વર્ષીય અમિતસિંહ વેગડ, રૂપાણી સર્કલ ખાતે રહેતા 39 વર્ષીય ધર્મેન્દ્રસિંહ ચૌહાણ, ગોકુલધામ સોસાયટી, વિરાણી સર્કલ ખાતે રહેતા 54 વર્ષીય રમેશભાઈ હાવલીયા અને મહુવાના ભગવતી-2 સોસાયટી ખાતે રહેતા 27 વર્ષીય લાલજીભાઈ બાંભણીયાનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા તેમને વધુ સારવાર માટે ભાવનગર શહેરની સર તખ્તસિંહજી જનરલ હોસ્પિટલ ખાતે આઇસોલેશન વોર્ડમા દાખલ કરવામા આવેલ છે.
ખંભાળીયા
મુંબઈના થાણા વિસ્તારમાંથી આવેલા કુલ 17 સભ્યો ખંભાળિયાના ધોરીવાવ વિસ્તારમાં આવેલી એક શાળામાં કવોરોન્ટાઈન રાખવામાં આવ્યા હતા. આ સભ્યો પૈકી 40 વર્ષીય મહિલા તથા તેમની 9 વર્ષની ભાણીને ગઈકાલે રવિવારે કોરોનાના પ્રાથમિક લક્ષણો એવા તાવ, માથાનો દુખાવો, વિગેરે હોવાથી ખંભાળિયાની સરકારી હોસ્પિટલમાં આ બંનેનું કોરોના અંગેનું સેમ્પલ લેવામાં આવ્યું હતું. તેનો રિપોર્ટ ગત્ રાત્રે પોઝિટિવ આવતા આ બન્ને માસી ભાણેજને ખંભાળિયાની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે તેમના પરિવારના અન્ય 15 સભ્યોને ધોરિવાવ શાળામાં રાખવામાં કવોરોન્ટાઈન આવ્યા છે.
વિંછીયા
વિંછીયાના શિવાજીપરામાં રહેતા અમીનાબેન ઇકલાલભાઇ પઠાણ (ઉ.વ. 60)ને તાવ શરદી સહિતના લક્ષણો સાથે નરમ તીબયતને લઇ રાજકોટ સિવીલમાં ખસેડાયા હતા. જ્યાં આજે સવારે કોરોના રિપોર્ટ કરતા પોઝીટીવ આવતા તંત્ર દ્વારા વિંછીયા શિવાજીપરામાં વૃધ્ધાના મકાન સહિત બે મકાનોને પતરામારી 10 જેટલા વ્યકિતઓને કર્વારન્ટાઇન કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળે છે.
જેતપુર
જેતપુર સતત બીજા દિવસે કોરોનાનો વધુ એક કેસ નોંધાયો છે. કોરોના સંક્રમણના કેસમાં દિવસે દિવસે વધારો થતાં ફફડાટ ફેલાઇ જવામ પાપ્યો છે. જેતપુર શહેરમાં રહેતા 35 વર્ષના યુવાનને કોરોના પોઝીટીવ નિકળતા આરોગ્ય વિભાગ દ્વારા વિસ્તારને ક્ધટેન્ટેમન્ટ ઝોન જાહેર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ગોંડલ
ગોંડલ માં દિન પ્રતિ દિન કોરોના ફેલાઇ રહ્યો છે.ગઇકાલે ભોજરાજપરા માં એક મહીલા નો રિપોટઁ પોઝીટીવ આવ્યા બાદ આજે યોગીનગર માં રહેતાં ભરતભાઈ ભીમજીભાઇ સોરઠીયા ને કોરોના પોઝીટીવ રિપોટઁ આવતાં રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડાયાં હતાં.ભરતભાઈ ત્રણ દિવસ પહેલાં સુરત થી ગોંડલ આવ્યા હતા.તેમનાં પરીવાર ની પાંચ વ્યક્તિ ને હોમ કોરોન્ટાઇન કરાયાં છે.
ધોરાજી
ધોરાજી માં આજરોજ વધુ બે કોરોના પોઝિટિવ કેસ ડિટેક્ટ થતા લોકોમાં ચિંતા પ્રસરી ગઈ હતી.
ગતરોજ અમીના પાર્કમાં રહેતા મુસ્લિમ યુવકને કોરોના પોઝિટિવ આવ્યા બાદ તેમના 62 વર્ષીય પિતાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આમ અમીના પાર્કમાં રહેતા મુસ્લિમ પિતા પુત્ર ને કોરોના પોઝિટિવ આવેલ છે.
જ્યારે ધોરાજી ના બહારપુરા વોરાવાડ વિસ્તારમાં રહેતા 49 વર્ષીય આધેડ નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા એક દિવસમાં બે કેસ નોંધાયા હતા. જ્યારે ધોરાજી શહેરમાં કુલ કોરોના પોઝિટિવનો આંક 12 થવા પામ્યો છે. કોરોના પોઝિટિવ થી ધોરાજી માં એક મૃત્યુ થઈ ચૂક્યું છે.
જૂનાગઢ
જૂનાગઢ શહેર જિલ્લો કોરોના વાયરસમાં વધુ ને વધુ ફસાઈ રહ્યો હોય તેમ દર્દીઓનો વ્યાપ વધતો રહ્યો છે, તે વચ્ચે આજે જૂનાગઢ શહેરના કોરોના ગ્રસ્ત દર્દીનું મોત નિપજયાનું અને બે પોઝિટિવ રિપોર્ટ આવ્યા હોવાનું જાણવા મળ્યું છે, જોકે, સતાવાર જાહેરાત થઈ નથી.
જુનાગઢમાં અત્યાર સુધીમાં શહેરના 41 દર્દીઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જેમાંથી 16 ને રજા આપવામાં આવી છે. 23 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે, અને શહેરના બે દર્દીઓના મૃત્યુ સતાવાર રીતે જાહેર કરાયા છે, જ્યારે જૂનાગઢ માં રહેતા એક 62 વર્ષના પ્રૌઢનું કોરોનાના કારણે મૃત્યુ નિપજ્યાનું જાણવા મળ્યું છે, પરંતુ હજુ આરોગ્ય વિભાગે સત્તાવાર રીતે જાહેરાત કરી નથી. દરમિયાન જિલ્લામાંથી આજે 258 સેમ્પલ લેવાયા છે, જેમાં 2 પોઝિટિવ આવ્યા છે, અને 141 ના રિપોર્ટ હજુ આવવાના બાકી છે.
સોમનાથ જિલ્લામાં વધુ 1 કેસ
ગીર સોમનાથ જીલ્લાીમાં કોરોનાનું સંક્રમણ વઘી રહેલ હોય તેમ છેલ્લાલ ઘણા દિવસોથી દરરોજ બે ચાર પોઝીટીવ કેસો જુદા-જુદા શહેરી-ગ્રામ્ય વિસ્તાયરોમાંથી બહાર આવી રહયા છે. દરમ્યા ન આજે વઘુ એક કોરોના પોઝીટીવ કેસ ઉના શહેરમાંથી આવેલ છે. જેમાં ઉનામાં 80 ફુટ રોડ પર રહેતા મોજેશ્વર મંદિર પાસે રહેતા પપ વર્ષીય પુરૂષ કોરોનો પોઝીટીવ આવતા તંત્રએ વિગતો એકત્ર કરવા કાર્યવાહી હાથ ઘરી છે.
ઉના
આજે ઊના શહેરમાં 80 ફુટ રોડ પર રહેતા એમ બી બી એસ ડોક્ટરને કોરોના પોઝીટીવ કેઇસ બહાર આવ્યો હતો. જોકે આ ડોક્ટર ધણા સમયથી પ્રેક્ટીશ કરતા હોય અને તાલુકાના ગામડે ગામડે દર્દીઓને તપાસ કરી દવા આપતા હોય તેવો ક્યા ગામ અને કોના શંક્રમણમાં આવ્યા તે અંગે આરોગ્ય વિભાગ માટે માથાનો દુખાવો સમાન હોય હાલ આ એમ.બી.બી.એસ. તબીબ રાજકોટ હોસ્પીટલમાં સારવાર લઇ રહ્યા હોવાનું આરોગ્ય વિભાગ દ્વારા જાણવા મળે છે. તેમજ આ તબીબની કોઇ ટ્રાવેલ્સ હિસ્ટ્રી ન હોવાનું પણ જાણવા મળેલ છે.

રિલેટેડ ન્યૂઝ