કોરોનાનું ‘રોક સકો તો રોક લો’…. 5ના મોત, 130 કેસ

ઉપલેટામાં વૃધ્ધ, પાલીતાણામાં મહિલા, જામનગરમાં વૃધ્ધ, જૂનાગઢમાં 2 આધેડના મોત

ભાવનગરમાં યુવાને કોરોના દર્દી માટે પ્લાઝમા ડોનેટ કર્યું
ભાવનગરની નીરમા ચોકડી પાસે આવેલ નિરમા કોલોનીમાં રહેતા અને નિરમા કંપનીમાં જોબ કરતા મુદિતભાઈ નિમેશભાઈ મુરાણી કોરોના મુકત થયા બાદ અન્ય કોરોના દર્દીની સારવાર માટે આજે ભાવનગરની સર તખતસિંહજી હોસ્પીટલ બ્લડ બેંક ખાતે પોતાનું પ્લાઝમા ડોનેટ કર્યુ હતું. પ્લાઝમા ડોનેટ અંગે મુદિતભાઈએ માહિતી આપી હતી. ભાવનગરમાં અગાઉ કોરોના પોઝીટીવ દર્દી બાદ વધુ એક કોરોનામુકત થયેલ દર્દીએ આજે પ્લાઝમા ડોનેટ કર્યુ હતું.

રાજકોટ તા.9
રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં કોરોનાનો ખૌફ યથાવત રહ્યો છે. લોકલ ટ્રાન્સમીશનના કારણે સંક્રમણ વધુ ઘેરું બનતાં કેસમાં શેરબજાર માફક વધારો થતાં સરકારી તંત્ર ઉંધામાથે થઈ ગયું છે. આજે પણ સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે પણ કોરોનાના 130 કેસ નોંધાયા છે અને પાંચ વ્યકિતના ભોગ લેવાયા છે.
રાજકોટ જિલ્લાના ઉપલેટામાં ગત મોડી રાત્રે 80 વર્ષના વૃધ્ધે દમ તોડ્યો હતો. જામનગરમાં 92 વર્ષના વૃધ્ધનું મોત થયું છે. પાલીતાણામાં પર વર્ષની મહિલાનો ભોગ લેવાયો છે. જ્યારે જૂનાગઢમાં એક જ દિવસમાં બે આધેડના મોત થતાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.
સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટ શહેર કોરોનાથી ચો-તરફ ઘેરાઈ ગયું છે. આજે પણ ર6 કેસ નવા મળતા સરકારી તંત્રમાં દોડધામ મચી જવા પામી છે. જ્યારે રાજકોટ ગ્રામ્યમાં 8 કેસ નોંધાયા છે. તેમાં ધોરાજી-ગોંડલ-જસદણમાં એક, લોધીકામાં બે, જેતપુરમાં ત્રણ કેસ નોંધાયા છે. આ ઉપરાંત મોરબીના ત્રણ, પોરબંદર-જામનગર-જૂનાગઢ-સુરેન્દ્રનગરના એક-એક નોંધાયા છે. આમ રાજકોટ શહેરમાં કોરોનાના 319 અને ગ્રામ્યમાં ર51 મળી 570 કેસ નોંધાયા છે.
સૌરાષ્ટ્રમાં ભાવનગરમાં રપ, જૂનાગઢ-જામનગર-સુરેન્દ્રનગરમાં 10, અમરેલી-મોરબીમાં 8, બોટાદ-વેરાવળમાં 7 અને કચ્છમાં 5 કેસ મળી આજે નવા 130 કેસ નોંધાયા છે.
ભાવનગર
કોરોનાના કહેર વચ્ચે ભાવનગરમાં કોરોનાગ્રસ્ત મહિલાનું મોત નિપજયુ છે જયારે નવા 25 કેસ આવ્યા છે. ભાવનગરના પાલીતાણામાં લખધીર વિલાસ પાસે રહેતા કાન્તુબેન દામજીભાઈ કટકીયા ઉ.52 નો રીપોર્ટ પોઝીટીવ આવતા ભાવનગરની સર ટી હોસ્પીટલમાં ખસેડાયેલ જયાં તેનું મોત નિપજયુ હતું. આ મહિલાને કોરોનાની સાથે અન્ય બીમારી પણ હોય આ મોત કોરોનાની યાદીમાં ગણાશે નહિ તેમ જીલ્લા આરોગ્ય અધિકારીએ જણાવ્યું છે.
ભાવનગર જિલ્લામા આજરોજ 25 નવા કોરોના પોઝીટીવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝીટીવ કેસોની સંખ્યા 448 થવા પામી છે. ભાવનગરના કમલ એપાર્ટમેંટ ખાતે રહેતા 46 વર્ષીય કમલેશભાઈ ગણાત્રા, પીરછલલા, ભાદેવાની શેરી ખાતે રહેતા 49 વર્ષીય રાજેશભાઈ દિહોરા, આર.ટી.ઓ., મધુવન સોસાયટી ખાતે રહેતા 36 વર્ષીય ભરતભાઈ મોણપરા, કાળીયાબીડ ખાતે રહેતા 58 વર્ષીય ગણપતભાઈ જોષી, ભાયાણીની વાડી ખાતે રહેતા 58 વર્ષીય ચિરાગભાઈ ગોહિલ, બાંભણીયાણી વાડી, વિદ્યાનગર ખાતે રહેતા 80 વર્ષીય લાલજીભાઈ વિરાણી, કાળીયાબીડ ખાતે રહેતા 49 વર્ષીય રૂપાબેન કરીયા, બાંભણીયાણી વાડી, વિદ્યાનગર ખાતે રહેતા 50 વર્ષીય દિનેશભાઈ વિરાણી, ચિત્રા ખાતે રહેતા 21 વર્ષીય વિશાલભાઈ મેર, કાળીયાબીડ, પટેલ પાર્ક ખાતે રહેતા 27 વર્ષીય કૃણાલભાઈ આંબોલીયા, હાદાનગર ખાતે રહેતા 77 વર્ષીય ધાર્નીબેન પોલાદરા, ગોકુળનાગર, ભરતનગર ખાતે રહેતા 54 વર્ષીય ગિરીશભાઈ પંડ્યા, નિર્મળનગર ખાતે રહેતા 22 વર્ષીય સાગરભાઈ વારીયા, સાગવાડી, કાળીયાબીડ ખાતે રહેતા 33 વર્ષીય ચિરાગભાઈ પરમાર, પાલીતાણાના હાઈકોર્ટ રોડ, ખાતે રહેતા 52 વર્ષીય કાન્તુબેન કટારીયા, મહુવાના નૈપ, વાણીયા શેરી ખાતે રહેતા 70 વર્ષીય બચુભાઈ બારૈયા, મહુવાના લોંગડી ખાતે રહેતા 56 વર્ષીય ઠાકરશીભાઈ માણીયા, મહુવાના મોટા આસરાણા ખાતે રહેતા 30 વર્ષીય રમેશભાઈ હડિયા, સિહોરના સ્ટેશન રોડ ખાતે રહેતા 43 વર્ષીય ભાવેશભાઈ ગોરડીયા, સિહોરના સોનગઢ ખાતે રહેતા 29 વર્ષીય મહેશભાઈ આલ, ઉમરાળાના ચોગઠ ગામ ખાતે રહેતા 65 વર્ષીયલાભશંકરભાઈ મહેતા, નેસવડના ખોડિયારનગર ખાતે રહેતા 65 વર્ષીય નરશીભાઈ સાંખટ, મહુવાના શિવમ સોસાયટી ખાતે રહેતા 65 વર્ષીય પરશોત્તમભાઈ કારાસરીયા, ઉમરાળાના હડમતીયા ખાતે રહેતા 35 વર્ષીય જીગ્નેશભાઈ કાળાણી અને પાલીતાણા ખાતે રહેતા 62 વર્ષીય મંગુબેન પીપળીયાનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા તેમને વધુ સારવાર અર્થે દાખલ કરવામા આવેલ છે.
જામનગર
જામનગર શહેર અને જિલ્લામાં કોરોના ના કેસો મા દિનપ્રતિદિન વધારો થઇ રહ્યો છે. આજે છેલ્લા 24 કલાક માં વધુ 10 દર્દીઓના રીપોર્ટ પોઝીટીવ આવ્યા છે, જેથી ભારે ગભરાટનો માહોલ છવાયો છે . આ જામનગરના વધુ એક કોરોના ગ્રસ્ત વૃદ્ધ દર્દી નું સારવાર દરમયાન મૃત્યુ નીપજ્યું છે.
જામનગર શહેર અને જિલ્લામાં કોરોના ના કેસો મા સતત વધારો થઈ રહ્યો છે . તેમાં છેલ્લા 24 કલાક માં જામનગર જિલ્લામાં 10 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં જામનગરના સેટેલાઈટ પાર્ક વિસ્તારમાં રહેતા ચંદુભાઈ ભીખુભાઈ દુધાગરા (45 ), જામનગરમાં 58 દિગ્વિજય પ્લોટ ક્રિષ્ના કોલોનીમાં રહેતા રાજેશભાઈ દયાળજીભાઈ માંડવિયા ( 40) નો શંકર ટેકરી નાગેશ્વર મંદિર નજીક રહેતા જગદીશભાઇ દેવજીભાઈ ચૌહાણ (40) , દિગ્વિજય પ્લોટ શેરી નંબર 50માં રહેતા જમનાબેન મૂળજીભાઈ હૂરદડા( 60), સત્યનારાયણ મંદિર રોડ ગાજર ફળી માં રહેતા કલ્પનાબેન પ્રદીપભાઈ દવે (37) , સેન્ટ્રલ બેન્ક ચાંદલીયા ફળી માં રહેતા ભરત કુમાર નટવરલાલ ( 50) બેડી માં ખારી ચોક વિસ્તારમાં રહેતા અનીસ ભોકલ (50) ઉપરાંત જામનગર તાલુકાના ઠેબા મા રહેતા યોગેશ નાનજીભાઈ (33), જામનગર તાલુકા ના આમરા ગામમાં રહેતી નિશાબેન ધારવીયા ( 29) અને ધ્રોલ પંથક ના અરવિંદભાઈ દામજીભાઈ દેલવાડિયા (45)નો સમાવેશ થાય છે. આ તમામ દસ દર્દીઓને સારવાર માટે જામનગરની જી.જી.હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
જામનગર માં રહેતા 93 વર્ષ ના વૃદ્ધ કોરોના સંક્રમિત બન્યા હતા અને તેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી તેમનું ગઈ રાત્રે સારવાર દરમ્યાન મૃત્યુ નિપજ્યું હતું.
જામનગર શહેરમાં કોરોના સંક્રમિત દર્દીઓનો કુલ આંકડો 227 નો થયો છે, જ્યારે સમગ્ર જિલ્લામાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા 299 ની થઈ છે. જ્યારે જામનગર શહેરમાં કોરોના સંક્રમિત દર્દીઓ ના મૃત્યુનો આંકડો 12 નો થયો છે અને જિલ્લામાં કુલ 15 દર્દીઓ મૃત્યુ પામ્યા છે.
જૂનાગઢ
જૂનાગઢ શહેર તથા જિલ્લામાં કોરોના એ કાળો કકળાટ કરી મૂક્યો છે, જિલ્લામાં સંક્રમણનું પ્રમાણ વધતાં આજે શહેરના 6 અને જિલ્લાના 4 મળી કુલ 10 કોરોનાં પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે, તો જુનાગઢ અને વિસાવદર પંથકના બે કોરોના પોઝિટિવ દર્દીઓના આજે જુનાગઢ હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન મૃત્યુ નિપજતાં જિલ્લાનો અત્યાર સુધીનો કોરોના પોઝિટિવ દર્દીઓના મોતનો આંક 6 ઉપર પહોંચ્યો છે.
આજે જૂનાગઢ શહેરના જાહેર થયેલ કોરોના ના 6 દર્દી પૈકી દુવારા ચોકમાં રહેતા 24 વર્ષીય યુવાન, ટીંબાવાડી માં રહેતા 48 વર્ષીય પુરુષ, લક્ષ્મીનગરમાં રહેતા 42 વર્ષીય અને 44 વર્ષીય પુરુષ, ખાખીનગરમાં રહેતા 58 વર્ષ સ્ત્રી અને હર્ષદ નગરમાં રહેતા 30 વર્ષીય પુરુષનો સમાવેશ થાય છે.
તો, જૂનાગઢ જિલ્લાના વિસાવદરના કાલ્સારી ગામના 72 વર્ષીય પુરુષ, વિસાવદર મુરિલધર પ્લોટમાં રહેતા 52 વર્ષીય સ્ત્રી અને જૂની ચાવંડ તાલુકો વિસાવદર ખાતે રહેતા 60 વર્ષીય પુરુષ તથા કેશોદનાં બરસાના સોસાયટીમાં રહેતા 35 વર્ષીય પુરુષના રિપોર્ટ પોઝિટિવ જાહેર થતા તમામને જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં કોરોના વોર્ડમાં સારવારમાં લેવામાં આવ્યા છે.
જુનાગઢ જિલ્લાના 10 દર્દીઓ સાથે આજે જુનાગઢની સિવિલ હોસ્પિટલમાં ગીર સોમનાથ જિલ્લાના બે કોરોના પોઝિટિવ દર્દી 47 વર્ષ પુરુષ અને તાલાલા તાલુકાના ધાવા ગામના 20 વર્ષ સ્ત્રી તથા પોરબંદરના 60 વર્ષીય વૃધ્ધાને કોરોના વોર્ડમાં સારવારમાં આવતા કુલ અન્ય જિલ્લાના 3 પોઝિટિવ જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે આવેલ છે.
દરમિયાન આજે જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં સારવાર મેળવી રહેલા જૂનાગઢ તાલુકાનાં મંડલિક પૂરના 60 વર્ષીય પુરુષ અને વિસાવદરના જૂની ચાવંડ ગામના 60 વર્ષીય પુરુષની ચાલી રહેલ કોરોના સારવાર દરમિયાન મૃત્યુ નિપજયું હતું. જો કે, બંને દર્દીઓના મરણનું કારણ ડેથ ઓડિટ કમિટી દ્વારા રિપોર્ટ આવ્યે જણાવવામાં આવશે તેમ તંત્ર દ્વારા જણાવાય રહ્યું છે.
અત્રે નોંધનીય છે કે, ગઇકાલે શહેરના સિનિયર તબીબ, પી.એસ.આઇ અને વિસાવદર ના મહિલા આર. એફ. ઓ. સહિત કુલ 21 કોરોનાની ઝપેટમાં આવી ગયા હતા, અને આજે જૂનાગઢ શહેરનાાાા 6 અને જિલ્લાના 4 મળી કુલ 10 કેશ પોઝિટિવ નોંધાતા જૂનાગઢ જિલ્લાના પોઝિટિવ કેસનો આંકડો 212 થઈ ચૂક્યા છે જેમાંથી 87 ડિસ્ચાર્જ કરાયા છે અને 119 હાલમાં એક્ટિવ છે, અને 6 ના મૃત્યુ નિપજ્યા છે.
આજરોજ નવા કેશો જૂનાગઢ સિટી 6, 24 વર્ષ પુરુષ દુવારા ચોક, 48 વર્ષ ટીંબાવાડી, 44 અને 42 વર્ષ પુરુષ લક્ષ્મીનગર, 58 વર્ષ સ્ત્રી ખાખી નગર, 30 વર્ષ પુરુષ હર્શદનગર. ગ્રામ્ય 72 વર્ષ પુરુષ કાલ્સારી, 52 વર્ષ સ્ત્રી વિસાવદર મુરિલધર પ્લોટ અને 60 વર્ષ પુરુષ જૂની ચાવંડ તાલુકો વિસાવદર, 35 વર્ષ પુરુષ બરસાના સોસાયટી, કેશોદ કુલ જૂનાગઢ ના 10 પોઝિટિવ અને બે ગીર સોમનાથ જિલ્લાના 47 વર્ષ પુરુષ અને 20 વર્ષ સ્ત્રી ધાવા તાલાલા તાલુકા અને 60 વર્ષ સ્ત્રી પોરબંદર ના કુલ અન્ય જિલ્લાના 3 પોઝિટિવ આવેલ છે.
મોરબી
મોરબીમાં આજે વધુ આઠ કેસ સાથે કોરોના નો આંકડો 78 પર પહોંચ્યો છે. ગુરુવારે સાંજે ચાર કોરોનાના નવા કેસ સામે આવ્યા હતા. આ સાથે આજનો કુલ કેસનો આંકડો 8 થઈ ગયો છે. છેલ્લા નવા ચાર કેસની મળતી વિગત મુજબ મોરબીના રવાપર રોડ ઉપર આવેલ રઘુવીર સોસાયટીમાં રહેતા પંકજભાઇ જમનાદાસભાઈ સેજપાલ ઉ.વ.55, મોરબીની વીસી હાઇસ્કુલ રોડ પર મંગલ ભુવન, નાગરપ્લોટમાં રહેતા અશોકભાઈ જેઠાલાલ ઉ.વ.65, મોરબીના કાયાજી પ્લોટમાં રહેતા સ્નેહલભાઈ ભગવાનજીભાઈ અશનાની ઉ.વ.44 અને મોરબીના રવાપર રોડ ઉપર સિધ્ધિ વિનાયક સોસાયટીમાં રહેતા અરવિંદભાઈ ભગવાનજીભાઈ ઉ.વ.65નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ સાથે મોરબીના આજે ગુરુવારના 8 કેસ થયા છે અને મોરબી જિલ્લાના કુલ કોરોનાના 78 કેસ થઇ ગયા છે.
અમરેલી
અમરેલી જીલ્લો એક સમયે કોરોનાને લઈને ગ્રીન ઝોન બની રહ્યા બાદ અમદાવાદ, સુરત, મુંબઈથી મોટી સંખ્યામાં વતનપ્રેમીઓનું આગમન થતા જીલ્લો હવે રોડ ઝોનમાં ધકેલાઈ રહ્યો છે.
અમરેલી જિલ્લામાં આજે કોવિડ 19ના વધુ 8 કેસ નોંધાતા કુલ આંક 131 સુધી પહોચી ગયો છે, જીલ્લાની ચારે દિશાઓમાંથી કેસ આવી રહ્યા હોય ઉચ્ચ અધિકારીઓ અને આરોગ્ય ટીમ દ્વારા દોડધામ શરૂ કરવામાં આવી રહી છે.
આજે કાચરડી ગામના 72 વર્ષના મહિલા લાઠીના 24 વર્ષના યુવક મોટા ગોખરવાળાના 52 વર્ષના પુરૂષ, વિઠલપુરના 58 વર્ષીય પુરૂષ, વાંશીયાળીના 39 વર્ષના પુરૂષ, અમરેલીના 48 વર્ષના પુરૂષ અમરાપરાના 34 વર્ષના પુરૂષ અને અમરેલીના 50 વર્ષના પુરૂષનો રીપોર્ટ પોઝીટીવ આવતા સારવાર શરૂ કરવામાં આવી છે.
બોટાદ
બોટાદ જીલ્લામાં 7 કોરોના રીપોર્ટ પોઝીટીવ આવેલ છે. બોટાદ શહેરમાં શિવાજીનગરમાં 59 વર્ષના પુરૂષ, 29 વર્ષના મહિલા વખારીયા ચોક, તથા બોટાદ જિલ્લાના રેલબોડા ગામે 62 વર્ષના પુરૂષ, તતા રાણપુર તાલુકાના જાળીલા ગામે 32 વર્ષના મહિલા તથા ગઢડા તાલુકાના ગઢાળી ગામે 70 વર્ષના પુરૂષ તથા બોટાદ જિલ્લાના કાપરડી ગામે 64 વર્ષના પુરૂષ તથા ગઢડા તાલુકાના પડવદરમાં 60 વર્ષના પુરૂષનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા ઉપરોકત તમામ વિસ્તારને સેનેટાઈઝ કરેલ છે. બોટાદ જીલ્લામાં 37 કોરોનાના કેસ એકટીવ છે. જયારે 83 સારવાર બાદ સાજા થયેલ છે અને 3 દર્દી મૃત્યુ પામેલ છે.
સોમનાથ
ગીર સોમનાથ જીલ્લા-માં છેલ્લા- બે દિવસથી કોરોનાનો કેસોનો વિસ્ફો-ટ થઇ રહયો છે. આજે વઘુ એક વિસ્ફોલટ થયો હોય તેમ જીલ્લા-ના વેરાવળ, તાલાલા અને ઉના ત્રણ તાલુકામાંથી વઘુ સાત કોરોનાના પોઝીટીવ કેસો સામે આવેલ છે. જીલ્લા માં સારવાર લઇ રહેલ એક દર્દીએ કોરોનાને મહાત આપેલ છે. જીલ્લા-માં આજ સુઘીના કોરોના કુલ 1રર પોઝીટીવ કેસો આવેલ જેમાંથી 40 એકટીવ કેસ છે જયારે 78 દર્દી સ્વવસ્થછ થતા રજા આપેલ છે અને ચાર દર્દીઓના મૃત્યુથ થયા છે.
ગીર સોમનાથ જીલ્લો મથક વેરાવળમાં આરબ ચોકમાં રહેતી 3પ વર્ષીય મહિલા, સોમનાથ ટોકીઝ વિસ્તાીર સુપર કોલોનીમાં રહેતી 60 વર્ષીય મહિલા, તાલાલા તાલુકાના ઘાવા ગામે રહેતા 47 વર્ષીય પુરૂષ, ર0 વર્ષીય યુવતિ, બોરવાવ ગામે રહેતા 44 વર્ષીય પુરૂષ, ઘુસીયા ગામે રહેતા 40 વર્ષીય પુરૂષ અને ઉનાના કોટ વિસ્તા્રમાં રહેતા પ7 વર્ષીય પુરૂષ કોરોના પોઝીટીવ આવેલ છે. આજે આવેલા કોરોના પોઝીટીવ સાતેય દર્દીઓના સંપર્કો અને ચેપની વિગતો એકત્ર કરવા આરોગ્ય્ વિભાગે કાર્યવાહી હાથ ઘરી છે.
ગીર-સોમનાથ જીલ્લાવના ગીરગઢડાના ધોકડવા ગામે રહેતા અને કોરોનાની સારવાર લઇ રહેલ સંજય આહીર ઉ.વ.3ર એ કોરોનાને મહાત આપી સ્વાસ્થ બની જતા આજરોજ તેઓને કોવીડ કેર સેન્ટર ખાતેથી રજા આપી દેવામાં આવી હતી.
ધોરાજી
ધોરાજીના કામદાર શેરીમાં રહેતા બાવન વર્ષના પુરુષને કોરોના પોઝિટિવ આવ્યો હતો. ધોરાજી શહેરમાં ગતરોજ એકપણ કેસ આવેલ ન હતો. આજે માત્ર એક કેસ આવેલ છે. ધોરાજીમાં બે દિવસમાં એક કેસ આવતા થોડી રાહત વર્તાઇ છે. ધોરાજી શહેરમાં કોરોના પોઝિટિવનો એક કેસ વધવાની સાથે ટોટલ કેસ 73 થયા 3 ના મોત નોંધાયેલ છે.
જેતપુર
જેતપુરમાં વધુ 3 કોરોના કેસ નોંધાયા છે. જેતપુરના ભાડિયા કુવા પાસે રહેતા નયનાબેન ચૌહાણનો રિપોર્ટ કોરોના પોઝિટીવ આવ્યો છે. તેણી ગઈકાલે જય કૃષ્ણ બોસમિયાના કોન્ટેક્ટમાં આવેલ હતા.

રિલેટેડ ન્યૂઝ