મોટી વીજ કંપનીઓને રાજય સરકારનો ઝટકો ઉંચા વીજ ટેરિફ વસૂલીની મંજૂરી રદ કરી

.ટાટા, અદાણી, એસ્સાર પાવરને જોરદાર ઝટકો

ગાંધીનગર,તા.૯
પાવર સેક્ટરની મોટી કંપનીઓને ગુજરાત સરકારે જોરદૃાર ઝટકો આપ્યો છે. પાવર પુરવઠો આપતી આ કંપનીઓને વર્ષ ૨૦૧૮માં કોલસાનાં વધેલા ભાવને ધ્યાનમાં રાખીને વધુ ટેરીફ વસુલવાની જે મંજૂરી આપવામાં આવી હતી તે રદ્દ કરી દૃેવામાં આવી છે. સરકારના સૂત્રોએ જણાવ્યું છે કે કોલ્સના ઘટી ગયેલા ભાવને કારણે જાહેરહિતને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે.
ગુજરાત સરકારે પાવર કંપનીઓને અગાઉ ઊંચા ટેરીફની મંજૂરીને પાછી ખેંચી લેતા ગુજરાતમાં અદૃાણી, ટાટા અને એસ્સાર કંપનીને જોરદૃાર ઝટકો લાગ્યો છે. સરકારે અગાઉ વર્ષ ૨૦૧૮માં પાવર ખરીદૃ કરારમાં સંશોધન કરીને આ પાવર કંપનીઓને ઊંચા ટેરીફ વસુલવા માટે છૂટ આપી હતી. હવે ગુજરાત સરકાર દ્વારા આ મંજૂરીને પાછી ખેંચી લેતા ટાટા પાવર, અદૃાણી પાવર અને એસ્સાર પાવરને જોરદૃાર ઝટકો લાગ્યો છે. સરકારના સૂત્રોએ જણાવ્યું છે કે હાલમાં જ કેબિનેટ બેઠકમાં સરકારે ઠરાવ રદ્દ કરવાનો નિર્ણય લીધો છે. સરકારના જૂના નિર્ણયથી ત્રણ પાવર કંપનીઓ માટે ટેરીફનો માર્ગ મોકળો થતો હતો.
આ ત્રણ કંપનીઓએ સરકાર સાથે ૨૫ વર્ષ સુધી ૪૬૦૦ સ્ઉ ર્ુીિ સપ્લાય કરવાનો કરાર કર્યો છે. જેમાં અદૃાણીનાં કુલ ૨૦૦૦ સ્ઉ, ટાટા પાવર સાથે ૧૮૦૦ સ્ઉ અને એસ્સાર સાથે ૮૦૦ સ્ઉનો કરાર થયો છે.

રિલેટેડ ન્યૂઝ