રાજકોટમાં કોરોનાના ર6 કેસ, આંકડો 320

એસ.એન.કે. સ્કૂલ, જૂના રેલ્વે સ્ટેશન, ક્રિસ્ટલ મોલ, કેવડાવાડી, એરપોર્ટ રોડ સહિતના વિસ્તારોમાં કોરોના પ્રસર્યો

જયેશ ઉપાધ્યાય અને રૂપલબેન રાજદેવે કોરોનાને આપી મહાત

રાજકોટ શહેર કોરોનાના ભરડામાં આવી ગયું છે દરરોજ 15 જેટલા કેસો નોંધાઈ રહ્યા છે જેથી તંત્ર ઊંધા માથે થઇ ગયું છે દરમિયાન તાજેતરમાં લોકડાઉનમાં યશસ્વી સેવા કરનાર બોલબાલા ટ્રસ્ટના પ્રમુખ જયેશભાઇ ઉપાધ્યાય અને પરપ્રાંતીય શ્રમિકોને તેઓના વતન મોકલવા માટે ટ્રેનની સુવિધા સાથે ફૂડ પેકેટ, નાસ્તો, રમકડાં સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવનાર કનૈયા મિત્ર મંડળના રાકેશભાઈ રાજદેવના પત્ની રૂપલબેન રાજદેવ પણ કોરોનાની ચપેટમ આવી જતા બંનેને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા ખરી સેવા કરનાર આ બંને સેવાના સારથીઓને સઘન સારવાર અપાવ્યા બાદ આજે બંને કોરોના વોરિયર્સે કોરોનાને મ્હાત આપી દીધી છે અને બંનેને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યું છે રૂપલબેન રાજદેવ પોતાની જાતે કાર ચલાવીને ઘરે પહોંચ્યા હતા.

રાજકોટ, તા.9
રાજકોટમાં કોરોના પોઝિટિવ કેસ છુપાવવાના ગમે તેવા પ્રયાસ થવા છતા તંત્રના આ હવાતિયા વચ્ચે વધુ ર6 વ્યક્તિ કાતિલ વાયરસના ભરડામાં આવી ગયા છે. શહેરમાં ચો-તરફ કોરોનાનો વાયરસ ફેલાયો છે. આજે ર6 કેસ સાથે શહેરમાં અત્યાર સુધીમાં 3ર0 કેસ થઇ ગયા છે. તેમાથી 100 કેસ તો માત્ર 5 જ દિવસમાં નોંધાયા છે.રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીના હોમટાઉન રાજકોટમાં કાતિલ કોરોના વાયરસ હવે બેકાબૂ બનતો જાય છે. પોઝિટિવ કેસ તો બમણાજોરે વધી જ રહ્યા છે સાથે મોતનો સીલસીલો વધ્યો છે. રાજ્યમાં અમદાવાદ, સુરત બાદ હવે ખુદ સી.એમ.ના મતવિસ્તારમાં કોરોનાના કેસનો રાફડો ફાટતા આરોગ્ય તંત્ર ઉંધા માથે થઇ ગયુ છે. જો કે લોકડાઉન ખુલ્યા પછી ટેસ્ટિંગ ઘટાડી નાખવા, કેસ છુપાવવા સહિતના જે હવાતિયા મારવામા આવી રહ્યા છે તેનુ જ આ પરિણામ હોવાનું સ્પષ્ટ માની શકાય તેમ છે. અને હવે ગંભીર સ્થિતિને દાબી દેવા માટેના પ્રયાસના ભાગરૂપે પોઝિટિવ કેસ દિવસમાં માત્ર એક જ વખત જાહેર કરવા, રિપોર્ટમાં મોતના આંકડા ન લખવા સહિતના હવાતિયા શરૂ થયા છે.
એ દરમિયાન આજે વધુ ર6 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. આ નવા કેસ કોઠારિયા, એસ.એન.કે. સ્કૂલ, જૂના રેલ્વે સ્ટેશન, બાલમુકુંદ પ્લોટ, વૃંદાવન વાટિકા, કસ્તુરબા રોડ, મેઘમાયાનગર, કેવડાવાડી, એરપોર્ટ રોડ, કૃષ્ણનગર, ક્રિસ્ટલ મોલ અને સંતકબીર રોડ વિસ્તારના છે. જો કે નામ અને અન્ય વિગત મહાપાલિકા સાંજે જાહેર કરશે. આ નવા 6 કેસ સાથે અત્યાર સુધીમાં પોઝિટિવ કેસનો આંકડો 300 થઇ ગયા છે. તેમાથી 100 કેસ તો માત્ર છેલ્લા 5 દિવસના છે.

રિલેટેડ ન્યૂઝ