સૌરાષ્ટ્ર ઓઇલ મિલર્સ એસો.ની ચુંટણી જાહેર: બેલેટ પેપરથી થશે મતદાન

(પ્રતિનિધિ દ્વારા)
રાજકોટ તા,10
લાંબા સમયથી ચાલતા વિવાદનો અંત લાવવા માટે સૌરાષ્ટ્ર ઓઈલ મીલ એસોસીએશનની ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે જેમાં પ્રથમવાર આ વખતે પોસ્ટલ બેલેટથી ચૂંટણી કરવા આયોજન કરવામાં આવ્યું છે અને સભ્યોના ઘરે રજીસ્ટર એડીથી પોસ્ટલ બેલેટ પહોંચાડવામાં આવશે. કોરોના વિપદાના કારણે મતદાન માટે ટોળા એકત્ર નહી કરવા માટે પોસ્ટલ બેલેટથી ચૂંટણી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે તા.25 જુલાઈએ મતદાર યાદી પ્રસિધ્ધ કરાશે અને તા.1 ઓગસ્ટથી ફોર્મ ભરવાનો પ્રારંભ કરશે તેમજ તા.21 સપ્ટેમ્બરે મતદગણતરી કરાશે.
સૌરાષ્ટ્ર ઓઈલ મીલ એસોસીએશનની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે જેમાં યાદી મુજબ આજે પ્રાથમિક મતદાર યાદી જાહેર કરવામાં આવી છે. તા.21-22 જુલાઈ વાંધાઅરજી સ્વીકારાશે. તા.23મીએ વાંધા અરજીની ચકાસણી કરવામાં આવશે. તા.24મીએ સવારે 11 કલાકે વાંધાઓની સુનાવણી કરાશે. અને તા.25 જુલાઈએ સવારે 11 વાગ્યે આખરી મતદાર યાદી પ્રસિધ્ધ કરવામાં આવશે. તા.1 થી તા.17 ઓગસ્ટ સુધી ઉમેદવારી ફોર્મ સ્વીકારવામાં આવશે. તા.18મીએ ફોર્મ ચકાસણી કરવામાં આવશે અને તા.19 ઓગસ્ટે ચૂંટણીચિત્ર કલીયર થઇ જશે. તા.20 થી 27 ઓગસ્ટે ઉમેદવારો ફોર્મ પરત ખેંચી શકશે અને ચૂંટણીનું ફાઈનલ ચિત્ર તા.28 ઓગસ્ટે સ્પષ્ટ થઇ જશે. કોરોના મહામારીના કારણે આ વખતે ટોળા એકત્ર ન થાય તે માટે રજીસ્ટર એડીથી પોસ્ટલ બેલેટ સભ્યોને તા.28 થી તા.5 સપ્ટેમ્બર સુધીમાં મોકલવામાં આવશે અને આ બેલેટ માન્ય સભ્યોએ તા.21 ઓગસ્ટ સવારે 11 કલાક સુધીમાં તરત મોકલી આપવાનો રહેશે. ત્યારબાદ આવેલા કવરો સ્વીકારવામાં આવશે નહી અને મતગણતરી તા.21 સપ્ટેમ્બરે સવારે 11 કલાકે કરવામાં આવશે અને બાદમાં ચૂંટાયેલા સભ્યોની નામો જહેર કરવામાં આવશે.
એન.એચ. ચાવડા, સીનીયર બકલાકસ, જાહેર ટ્રસ્ટોની નોંધણી કચેરી, જામનગરની સંયુક્ત ચેરીટી કમિશનર રાજકોટના અરજી નં.41/11/19 હુકમ તા.25/6થી ચૂંટણી અધિકારી તરીકે તેમજ ચૂંટણી અંગેની કામગીરીમાં મદદ માટે ટ્રસ્ટના કર્મચારી સતિશભાઇ માંડલીયા તથા સ્ક્રુટીનીયર ધવલભાઇ શાહની નિમણુંક કરવામાં આવેલ છે.
આ સમગ્ર ચૂંટણી બેલેટ મતપત્ર પધ્ધતિ દ્વારા દરેક મતદારોને મોકલવામાં આવેલ રર્જીસ્ટ પોસ્ટ એડી. વાળા મતપત્રોથી કરવામાં આવશે આથી પોસ્ટમાં મળેલા મતપત્રકો રાખવા માટે એક સીલબંધ મતપેટી રાખવામાં આવશે. આ મતપેટી તમામ હાજર રહેલ ઉમેદવારોની સામે તેમની સહી મેળવી સીલ કરવામાં આવશે ત્યારબાદ પોસ્ટમાં મળતા તમામ મતપત્રકોના સીલબંધ કરવો આ મતપેટીમાં રાખવામાં આવશે અને આ મતપેટી મતગણતરી તા.21/9ના સવારે 11 કલાકે ખોલવામાં અવાશે. આ મતપેટી સંસ્થાની ઓફીસે રાખવામાં આવશે. તથા તેની ઉપર સંસ્થાના કર્મચારી સતીશભાઇ માંડલીયાએ દેરખેર રાખવાની રહેશે. કોઇપણ સંજોગોમાં આ મતપેટી મતગણતરી તા.21/9ના સવારે 11 કલાક પહેલા ખોલવામાં આવશે નહીં.
આ ચૂૂંટણી માટે સભ્ય દીઠ એકજ ઉમેદવારીપત્ર ભરી શકાશે. કોઇ એક મીલના મતદારયાદીમાં બે અધિકૃત પ્રતિનિધિઓ દર્શાવવામાં આવેલ હોય તો આ બંને અધિકૃત પ્રતિનિધિઓ અલગ અલગ ફોર્મ ભરી શકશે નહીં.
આ સમગ્ર ચૂંટણી બેલેટ મતપત્ર પધ્ધતિ દ્વારા મોકલવામાં આવેલ રજીસ્ટર્ડ પોસ્ટ એડી વાળા મતપત્રોથી કરવામાં આવશે. જેમાં પ્રમુખ માટે મતપત્રક અ તથા કારોબારી સભ્ય માટે મતપત્રક બ એ મુજબના મતપત્રકો મોકલવામાં આવશે. આ મતપત્રકો મતદાર યાદીમાં નોંધાયેલ તમામ મતદારોને રજીસ્ટર્ડ પોસ્ટ એડીથી મોકલવામાં આવશે. આ પોસ્ટલ મતપત્રો જે તે મતદારને મળી ગયા પછી તેમણે પોતાનો મત જે ઉમેદવારને આપવા માંગતા હોય તે ઉમેદવારના નામની સામે ()ની નિશાની કરવાની રહેશે.
આ સમગ્ર ચૂંટણીમાં મતગણતરી તા.21/9/2020ના સવારે 11 કલાક પહેલા મળેલા મતપત્રોની ગણતરી કરી પ્રમુખ તથા જિલ્લા મુજબની કારોબારી સમિતિમાં વિજેતા થયેલા ઉમેદવારોના નામો જાહેર કરવામાં આવશે.

રિલેટેડ ન્યૂઝ