મુખ્યમંત્રીના જન્મ દિવસે રકતદાન કેમ્પ

(પ્રતિનિધિ દ્વારા)
રાજકોટ, તા.31
રાજયની પ્રગતિશીલ, પારદર્શક, નિર્ણાયક અને સંવેદનશીલ ભાજપ સરકારના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના 64માં જન્મદિવસ અંતર્ગત શહેર ભાજપ દ્વારા વિધાન સભા વાઈઝ રકતદાન કેમ્પ યોજવાનું આયોજન હાથ ધરાયેલ છે.તે અંતર્ગત શહેર ભાજપ કાર્યાલય ખાતે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીની અધ્યક્ષતામાં અને શહેર ભાજપ મંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડ, રાજુભાઈ બોરીચા, યુવા મોરચાના પ્રમુખ પ્રદીપ ડવ, બક્ષીપંચ મોરચાના પ્રમુખ નિલેશ જલુ, અનુ,જાતિ મોરચાના પ્રભારી આસીફ સલોત અને પ્રમુખ હારૂનભાઈ શાહમદાર, શહેર ભાજપ કોષાધ્યક્ષ અનિલભાઈ પારેખ,શહેર ભાજપ કાર્યાલય મંત્રી હરેશ જોષી સહીતનાની ઉપસ્થિતિમાં બેઠક મળેલ, આ બેઠકમાં માહિતિ આપતા શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો રજી ઓગષ્ટના રોજ જન્મદિવસ છે. ત્યારે શહેર ભાજપ ધ્વારા દર વર્ષે વિવિધ સેવાકીય કાર્યો થકી જન્મદિવસની ઉજવણી કરવામાં આવતી હોય છે. પરંતુ આ વર્ષે કોરોનાની મહામારી ને કારણે સોશ્યલ ડીસ્ટન્સીંગ સહીતની બાબતોને ધ્યાનમાં રાખી વિધાનસભા વાઈઝ રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.
જેમાં તા.2 જી ઓગષ્ટના રોજ સવારે 9.30 કલાકે વિધાનસભા-68માં ભોજલરામ વાડી, સંત કબીર રોડ ખાતે રકતદાન કેમ્પ યોજાશે જેમાં શહેર ભાજપ મહામંત્રી કીશોરભાઈ રાઠોડ, સાંસદ મોહનભાઈ કુંડારીયા, ધારાસભ્ય અરવીંદભાઈ રૈયાણી, ડે મેયર અશ્ર્વીનભાઈ મોલીયા, શાસક પક્ષનેતા દલસુખભાઈ જાગાણી ઉપસ્થિત રહેશે. તેમજ વિધાનસભા-69માં પારસ કોમ્યુનીટી હોલ, નીર્મલા કોન્વેન્ટ રોડ ખાતે રકતદાન કેમ્પ યોજાશે જેમાં રાજયસભાના સાંસદ અભયભાઈ ભારદ્વાજે મહીલા મોરચા પ્રભારી અંજલીબેન રૂપાણી શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી,પ્રદેશ ભાજપ અગ્રણી નિતિનભાઈ ભારદ્વાજ શહેર ભાજપ મહામંત્રી દેવાંગભાઈમ માંકડ, મેયર બીનાબેન આચાર્ય, ઉપસ્થિત રહેશે. વિધાનસભા 70-71 માં આરએમસી કોમ્યુનીટીહોલ, પારડી રોડ ખાતે રકતદાન કેમ્પ યોજાશે, જેમાં ગુજરાત મ્યુનીસીપલ ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, શહેર ભાજપ મહામંત્રી જીતુભાઈ કોઠારી, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, લાખાભાઈ સાગઠીયા, જીતુભાઈ કોઠારી, વિધાનસભા-71ના ઈન્ચાર્જ રાજુભાઈ બોરીચા, પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, પૂર્વ પ્રમુખ ભીખાભાઈ વસોયા, સ્ટેન્ડીંગ ચેરમેન ઉદયભાઈ કાનગડ, મહાનગરપાલિકાના દંડક અજયભાઈ પરમાર સહીતના ઉપસ્થિત રહેશે. આ વિધાનસભા વાઈઝ રકતાદાતા કેમ્પમાં દરેક વોર્ડના પ્રમુખ, મહામંત્રી, પ્રભારી, કોર્પોેરેટર, શહેરના હોદેદાર અને અન્ય આગેવાનો ઉપસ્થિત રહેશે. તો આ રકતદાન કેમ્પમાં શહેર ભાજપની તમામ શ્રેણીના કાર્યકર્તાઓે ઉપસ્થિત રહેવા શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડ, અને રાજુભાઈ બારીચાએ જાહેર અનુરોધ કર્યોે છે.

રિલેટેડ ન્યૂઝ