પ્લેટીનમ, ઠાકર, મોલમાં મળ્યા મચ્છરના લારવા

227 સ્થળોએ તપાસ: અનેક મોટામાથાઓને નોટીસ ફટકારી દંડ ફટકાર્યો

પ્રખ્યાત હોટલો અને મોલ રોગનું ઘર

આરોગ્ય વિભાગ દ્વારા શહેરની ખ્યાતનામ હોટેલમાંથી ડેન્ગ્યુ અને મેલેરીયાનો રોગચાળો ફેલાવતા એડીશ મચ્છરના લારવાઓ શોધી કાઢ્યા હતા તેમાં ધ ગ્રાન્ડ ઠાકર, પ્લેટેનીયમ, સંતોષ હોટલ, કાઠીયાવાડી હોટલ, ગણેશ રેસ્ટોરન્ટ, શિવશક્તિ રેસ્ટોરન્ટ, જય સીયારામ પેંડાવાળા, બ્રાન્ડ ફેક્ટરી, બાલાજી રેસ્ટોરન્ટ, રીલાયન્સ મોલ, ઝેડડબલ્યુ, સીટી ગોલ્ડ પ્લાઝા, ઓરબીટ પ્લાઝા, ટાયર શોપ, જનરલ ઓટો ગેરેજ, પરફેક્ટ ઓટો, શિવમ મોટર, એચ પી પેોટ્રોલ પંપ, એમઆરએફ શોરૂમ, ક્રિષ્ના ટાયર, યુટેક ઓટો સર્વિસ સહિતના સ્થળોએથી મચ્છરોના લારવાઓ મળી આવતા વહિવટી ચાર્જ વસુલવામાં આવ્યો હતો.

રાજકોટ તા,31
મનપાના આરોગ્ય વિભાગ દ્વારા ડેન્ગ્યુ, મેલેરીયા, રોગચાળાના અટકાયતી પગલાના ભાગરૂપે આજરોજ ઇન્ડસ્ટ્રિઝ, ગેરેજ, સાઇકલ સર્વીસ સ્ટેશન, બાંઘકામ સાઇટ, કોમ્પ્લેક્ષ, ભંગારના ડેલા, બાંઘકામ સાઇટ, પેટ્રોલ પં5, સ્કુલ સહિતની 227 પ્રિમાઇસીસની તપાસ કરતા રહેણાંક સહિત 226 સ્થાળોએ મચ્છગર ઉત્પઘતિ સબબ નોટીસ તથા રૂા.38,500/- નો વહિવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો છે.
ચોમાસની સિઝનમાં ડેન્ગ્યુ, મેલેરિયા કેસો જોવા મળે છે, જેનું મુખ્ય કારણ લોકોમાં સાફસફાઈના અભાવ, પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકારી અને માનવીય બેદરકારીથી સહેલાઈથી મચ્છરને પ્રજનન માટે મળી રહેતા ચોખ્ખાસ પાણીના પાત્રોને કારણે મચ્છુરની ઉત્5તિ ઘણી વધી જાય છે. આથી ડેન્ગ્યુ, મેલેરિયા, ચીકુનગુનિયા જેવા રોગો ને અટકાવવા માટે દરવર્ષે જુલાઈ માસ નપડેન્ગ્યુ વિરોધી માસથથ તરીકેની ઉજવણી કરી ડેન્ગ્યુ રોગ વિશે જાગૃતતા લાવવા તથા ટ્રાન્સમિશન સીઝન શરૂ થાય તે પહેલાં રોગના નિયંત્રણ માટે નિવારક પગલાંને વેગ આપવામાં આવે છે. હાલ અનુકૂળ તા5માન, ભેજ તથા ચોમાસા ઋતુને કારણે ઢેર – ઢેર જમા પાણીના કારણે મચ્છ ર ઉત્પતિમાં વધારો થવાની શકયતા છે. ડેન્યુાર અને ચિકુનગુનિયા ફેલાવતા એડીસ મચ્છ રની ઉત્5તિ માનવસર્જિત પાત્રો જેવા કે સિમેન્ટકના ટાંકા, બેરલ, કેરબા, પક્ષીકુંજ, પશુને પાણી પીવાની કુંડી, સીડી નીચેના ખુલ્લાપ ટાંકા, ફુલદાની, ફ્રીજની ટ્રે, કૂલર, અગાસી અને છજજામાં સંગ્રહિત થતા વરસાદના પાણી તથા અન્યપ સુશોભન માટેના છોડ માટે રાખેલ બોટલ, ટાયર, ભંગાર વગેરેમાં થાય છે. ડેન્ગ્યુ ફેલાવતા એડિસ ઇજીપ્તી મચ્છર દિવસે કરડતા હોવાથી દિવસ દરમ્યાન બહોળા પ્રમાણમાં જનસમુદાય એકત્રિત હોય તેવા સ્થળોએ ડેન્ગ્યુ રોગ ફેલાવવાની સંભાવના વઘુ રહે છે. મચ્છરજન્ય રોગચાળા અટકાયતી માટે માન. કમિશનરશ્રી ઉદિત અગ્રવાલની સુચના અન્વડયે આરોગ્ય શાખા દ્વારા આવી પ્રિમાઇસીસમાં મચ્છેર ઉત્5તિ સબબ ખાસ ચેકીંગ હાથ ઘરે છે. આ ચેકીંગ અભિયાન સંદર્ભે તા.28/7/2020 થી તા.30/7/2020 દરમ્યાંન ઇન્ડસ્ટ્રિઝ, ગેરેજ, સાઇકલ સર્વીસ સ્ટેશન, બાંઘકામ સાઇટ, કોમ્પ્લેક્ષ, ભંગારના ડેલા, બાંઘકામ સાઇટ, પેટ્રોલ પં5, સ્કુલ સહિત ની 227 પ્રિમાઇસીસોમાં મચ્છર ઉત્5તિ સબબ ચેકીંગ કામગીરી કરવામાં આવેલ. આ કામગીરી હેઠળ નીચે જણાવેલ 128 પ્રિમાઇસીસમાં મચ્છરના પોરા મળી આવતા અથવા મચ્છર ઉત્પતિ થાય તેવી બેદરકારી જોવા મળતા નોટીસ આ5વાની / વહિવટી ચાર્જ વસુલાતની કામગીરી કરવામાં આવેલ હતી.

રિલેટેડ ન્યૂઝ