રાજકોટ જિલ્લામાં બે ફૂટથી મોટી મૂર્તિ વેચવાની મનાઈ

જાહેરમાં મંડપ-પંડાલ, કોમનપ્લોટ, શેરી-ગલ્લીમાં મૂર્તિ સ્થાપન ઉપર પ્રતિબંધે નહી

સ્થાપન અને જયાં-ત્યાં વિસર્જન પણ કરી શકાશે નહી

ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ મુજબ થશે કાર્યવાહી

જાહેરનામાનો ભંગ કરનાર વ્યકિત વિરૂદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ-188, ગુજરાત પોલીસ અધિનિયમ, 1951ની કલમ-135, 139 તથા નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ, 2005ની જોગવાઈઓ મુજબ શિક્ષાને પાત્ર થશે.આ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો વિરૂદ્ધ ફરીયાદ દાખલ કરવા માટે રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં ફરજ બજાવતા નાયબ પોલીસ અધિક્ષથી આસીસ્ટન્ટ પોલીસ સબ ઈન્સપેકટર સુધીનો હોદ્દો ધરાવનાર તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત પોલીસ અધિનિયમ, 1951ની કલમ-17, 18 તથા 19થી મળેલ સત્તાની રૂએ અધિકૃત કરવામાં આવે છે.

રાજકોટ તા.31
બકરી ઈદ, જન્માષ્ટમી અને ગણેશ મહોત્સવની જાહેરમાં ઉજવણી કરવાની જિલ્લા કલેકટરે મનાઈ ફરમાવ્યા બાદ જન્માષ્ટમી-ગણેશ મહોત્સવમાં શેરી-ગલ્લીઓમાં મંડપ-પંડાલ, મૂર્તિસ્થાપના કરવા ઉપર પ્રતિબંધ મુકતું જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે.
ચાલુ વર્ષે તા.1/8/2020ના રોજ બકરી ઈદનો તહેવારની ઉજવણી થનાર છે. તા.12/8/2020ના રોજ ભગવાન શ્રી કૃષ્ણ પ્રભુજીની જન્મ ઉત્સવ અનુસંધાને ધાર્મિક યાત્રાઓ નિકળતી હોય છે તથા ગણેશ મહોત્સવ નિમિત્તે તા.રર/8/2020ના રોજ ગણેશજીની પ્રતિમાઓની સ્થાપના થનાર છે અને મૂર્તિઓના વિસર્જન તા.1/09/2020ના રોજ થનાર છે. તેમજ આ દરમિયાન જૈનોના પર્યુષણ પર્વ સંવતસરીના તહેવારની ઉજવણી થનાર છે. આ બાબતને ધ્યાને લેતા બકરી ઈદના તહેવારની ઉજવણી પ્રસંગે અમુક પ્રકારના જાનવરોની કુરબાની આપવામાં આવતી હોય છે અને આ કુરબાની જાહેર કે ખાનગી સ્થળે મહોલ્લા કે ગલ્લીમાં દેખાય તે રીતે કોઈપણ પશુની કતલ કરવાથી અન્ય ધર્મ/સમુદાયના લોકોની લાગણી દુભાવવાના કારણે સુલેહ-શાંતિનો ભંગ થવા સંભવ છે.
ગણેશ મહોત્સવના અગાઉ મુર્તીકારો બનાવતા હોય છે અને આ મુર્તીઓની ધર્મ પ્રેમીઓ સ્થાપના કરી પૂજા અર્ચન કરતા હોય છે. આ અનુસંધાને મુર્તીકારો તરફથી મુર્તીઓના કદ બાબતે ઉંચાઈનું યોગ્ય ધોરણ જળવાઈ રહે તથા વિસર્જન પ્રક્રિયા સરળતાથી થાય અને વિસર્જન સરઘસનું ટ્રાફીક સરળતાથી ચાલુ રહે, કાયદો-વ્યવસ્થાના પ્રશ્ર્નો ઉપસ્થિત ન થાય તેમજ મૂર્તિ બનાવવાના સ્થળે ગંદકી કરવાના કારણે રોગચાળો ફેલાવવાની શકયતા રહે છે. તેમજ ધાર્મિક લાગણી ના દુભાય તદઉપરાંત મુર્તીની બનાવટમાં બીજા ધર્મના લોકોની લાગણી દુભાય એવા કોઈ ચિન્હો કે નિશાની રાખવામાં ન આવે તેમજ કેમીકલયુકત રંગોનો ઉપયોગ મુર્તીઓને કલર કામ માટે થતો હોય આવી મુર્તીઓને નદી તથા તળાવના પાણીમાં વિસર્જન કરવાથી પાણીમાં રહેતા પાણીજન્ય જીવો, માછલી તેમજ મનુષ્યને પણ નુકશાન થાય છે. જેથી પાણી તથા પર્યાવરણમાં થતા પ્રદુષણને અટકાવવા કેન્દ્રીય પ્રદુષણ બોર્ડ દ્વારા આપવામાં આવેલ ગાઈડલાઈન મુજબ તેમજ સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ વખતો-વખત ઠરાવો અને ન્યાયાલય દ્વારા મુર્તીઓના વિસર્જન અંગે આપવામાં આવેલ ગાઈડલાઈનને ધ્યાને રાખવી જરૂરી છ.ે
હાલમાં વિશ્ર્વમાં કોવિડ-19 કોરોના વાયરસ ફેલાયેલ હોય અને દેશમાં અનલોક-ર જાહેર કરવામાં આવેલ છે. જેમાં રાજકોટ જીલ્લા ગ્રામ્યમાં કોરોના વાયરસને કારણે સંક્રમણના કેસો થયેલ હોય જેમાં સરકાર દ્વારા છૂટછાટ જાહેર કરવામાં આવેલ છે. જે અંગે સરકારના ગૃહ મંત્રાલય તરફથી સમગ્ર દેશમાં કલ્સ્ટર ક્ધટેન્ટમેન્ટ ઝોન વિસ્તારોમાં લોકડાઉન વધારવામાં આવેલ અને ક્ધટેન્ટમેન્ટ ઝોન સિવાયના સમગ્ર વિસ્તારમાં અનલોકનું ચુસ્તપણે અમલ કરવામાં આવતું હોય, જેથી સરકારની ગાઈડલાઈન મુજબ જાહેરનામું કોઈ પણ જાતના સામાજીક કે ધાર્મિક કાર્યક્રમો, સામાજીક મેળાવડા પર પ્રતિબંધ દર્શાવે છે. તહેવારની ઉજવણી દરમિયાન આ બાબતોને ધ્યાને રાખી રાજકોટ ગ્રામ્ય જીલ્લામાં સમાવેશ થયેલ જનતાની શાંતિ અને સલામતી જળવાય રહે તેમજ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જળવાઈ રહે તે હેતુથી સાવચેતીના પગલા રૂપે પ્રતિબંધ ફરમાવવાનું જરૂરી જણાય છે.
ભગવાન શ્રી કૃષ્ણ જન્મોત્સવની માટીની મુર્તી તથા શ્રી ગણેશજીની મુર્તી બેઠક સહિતની ર ફુટ કરતા વધારે ઉંચાઈની બનાવવા, વેંચવા, સ્થાપના કરવા તથા જાહેર માર્ગ ઉપર પરીવહન કરવા ઉપર અને નદી, તળાવ સહિતના કુદરતી જળસ્ત્રોતમાં વિસર્જન કરવાની મનાઈ, મુર્તીકારો જે જગ્યાએ મુર્તીઓ બનાવવાની કામગીરી કરે છે તે જગ્યા તથા વેંચાણ માટે રાખે છે તે જગ્યાની આજુબાજુ તથા નજીકમાં કોઈપણ પ્રકારની ગંદકી કરવા કે કોઈપણ પ્રકારની મુર્તી રોડ ઉપર કે જાહેરમાં ટ્રાફીકને અડચણ થાય તે રીતે ખુલી રાખવી.
ભગવાન શ્રી કૃષ્ણ તથા શ્રી ગણેશજીની મુર્તીઓના સ્થાપના દિવસ બાદ મુર્તીકારોએ વેંચાણ ન થયેલ તથા બનાવટ દરમિયાન ખંડીત થયેલી મુર્તીઓને બિનવારસી રાખવી નહીં, કોઈપણ ધર્મના લોકોની લાગણી દુભાય એવા કોઈપણ ચિન્હો કે નિશાની વાળી મુર્તીઓ બનાવવા, ખરીદવા, વેંચવા અને સ્થાપના કરવા ઉપર.
બકરી ઈદ તહેવાર નિમિતે કુરબાની પછી જાનવરના માંસ, હાડકા અને અવશેષો જાહેરમાં ફેંકવા નહીં કોરોના મહામારીમાં તમામ વ્યકિતઓએ ફરજિયાત માસ્ક પહેરવાનું રહેશે તથા સોશ્યલ ડીસ્ટન્સ જાળવવાનું રહેશે. જાહેર જગ્યામાં કોઈ વ્યકિતએ થુંકવું નહીં.
ભગવાન શ્રી કૃષ્ણ જન્મોત્સવ, ગણેશ મહોત્સવ તથા પર્યુષણ પર્વ, સવંતસરીના અનુસંધાને જાહેરમાં મંડપ કે પંડાલ બાંધવા નહીં તેમજ સોસાયટીમાં કોમન પ્લોટમાં રસ્તા, શેરી, મહોલ્લા જેવા બહારના સ્થળોએ મુર્તીની સ્થાપના કરવી નહીં. લોકોને એકઠા કરી જાહેરમાં ઉજવણી કરવી નહીં. સ્થાપના અને વિસર્જન સમયે શોભાયાત્રા કાઢવી નહીં અને ઘરે જ મુર્તીનું વિસર્જન કરવાનું રહેશે.

રિલેટેડ ન્યૂઝ