ભાવનગર માં “યજ્ઞ દ્વારા વિસ્તારને સેનેટાઇઝ કરાશે

આગામી તા.2ને રવિવારે યજ્ઞયાત્રા પ્રોજેકટ, તંત્રના સૂચન અનુસાર શહેરના સિન્ધુનગર વિસ્તાર માં યોજવામાં આવશે

ભાવનગર તા.31
સમગ્ર દેશ માં કોઈ વિસ્તાર ને વ્યાપક સ્વરૂપે વૈદિક વિજ્ઞાનના આધારે ડો.ઓમ ત્રિવેદી સંશોધિત યજ્ઞ થેરાપી દ્વારા વિશિષ્ટ પ્રકારે યજ્ઞ યાત્રા યોજી વાતાવરણને શુદ્ધ કરવા સાથે હકારાત્મક ઉર્જાના સંચાર માટે મેડિસીનલ સ્મોક (હવનના ધુમાડા) થી સેનેટાઇઝ કરવાનો પ્રથમ પ્રયોગ ભાવનગર શહેરના સિન્ધુનગર વિસ્તારમાં કરવામાં આવનાર છે.
આ યજ્ઞયાત્રા સંપૂર્ણ પણે સરકાર દ્વારા નિયત સોશ્યિલ ડિસ્ટનસિંગના નિયમોનું પાલન કરવા સાથે યોજવામાં આવશે.
આ સંપૂર્ણ વિસ્તારનું યજ્ઞયાત્રા માધ્યમ થી મેંડિસીનલ સ્મોક દ્વારા સેનેટાઈઝેશન કરવા માટે માત્ર 25 “ભાઈબંધો” સાથે વિશિષ્ટ પ્રકારે તૈયાર કરેલ 62 કરતા વધુ દ્રવ્યો ધરાવતી હવન સામગ્રી સાથે લવિંગ,અજમાં,ભીમસેની કપૂર,ચોખા, ટોપરું, લીમડો,ખડીસાકર,ગુગળ,ગાયનું ઘી,ગાયના છાણા,આંબાના સમીધ સહિત કુલ 73 જેટલી આર્યુવેદીક ઔષધિઓ (દ્રવ્યો) ના હોમનો ઉપયોગ કરવામાં આવશે.
આ યજ્ઞ યાત્રા 2/8/2020 ને રવિવારે ,નવજવાન સેવા મંડળ,સિન્ધુનગર થી સાંજે 5 વાગે ઉપસ્થિતો દ્વારા ગાયત્રી મંત્રની આહુતિ આપ્યા બાદ શરૂ થઈ, વિશિષ્ટ પ્રકારે ડિઝાઇન કરેલ 20 હવનકુંડ સાથે સંપૂર્ણ સિન્ધુનગર વિસ્તાર ના 3.5 કિ.મી જેટલા દરેક રસ્તાઓ પર ફરી કુલ 127 કિલો સામગ્રી ના હોમ સાથે યોજવામાં આવશે સાથે યાત્રા પૂર્ણ થયે ફોર વ્હીલર પણ સેનેટાઇઝ કરવામાં આવશે.
આ પવિત્ર કાર્ય માટે શહેરના નામાંકિત સેવાભાવી ઉદ્યોગપતિઓ,હોસ્પિટલ ઈન્ડ.એડવોકેટ,ધાર્મિક-સામાજીક સંસ્થાઓના કાર્યકર્તાઓ,રિટાયર્ડ
બેન્ક કર્મી,પોલીસ કર્મીઓ,પ્રાધ્યાપકો,અધ્યાપકો,શિક્ષકો સાહિત નાગરિકો એ વિવિધ સ્વરૂપે સહયોગી બની સામાજિક ઋણ અદા કર્યું છે.
આપણી પ્રાચીન વૈદિક પરંપરા અને વૈદિક વિજ્ઞાન ને પુન:સ્વીકારી શહેરના વિવિધ વિસ્તારો માં આ પ્રકારે યજ્ઞ યાત્રા યોજી મેડીસીનલ સ્મોક દ્વારા પોત પોતાના વિસ્તારો ને સેનેટાઇઝ કરવાં માટે શહેરના યુવાઓ વિચારે તેમજ શક્ય બને તો પોતાના ઘરે નિયમિત માત્ર ગાયત્રી મંત્રની આહુતિ સાથે યજ્ઞ શરૂ કરે તેવી પ્રેરણા આપવાનો આ “યજ્ઞયાત્રા મોડેલ” નો પવિત્ર ઉદ્દેશ છે.
વર્તમાન કોવિડ19 ની પરિસ્થિતિને અનુલક્ષી ને આ વિશિષ્ટ યજ્ઞયાત્રા પ્રોજેકટના વિડીઓ-ફોટો વિવિધ માધ્યમો દ્વારા આપના સુધી ચોક્કસ પહોંચાડવામાં આવશે.

રિલેટેડ ન્યૂઝ