ફરી સોની બજાર ધમધમી : પણ ગ્રાહકો નથી

શોરૂમોને સેનેટાઇઝ કરતા સાંસદ ભારદ્વાજ
રાજકોટ તા,1
રાજકોટમાં કોરોના મહામારી સતત વધતા સોની બજાર તા.31 ઓગસ્ટ સુધી બંધ રાખવાનો વેપારીઓ દ્વારા સ્વૈચ્છિક નિર્ણય લેવામાં આવ્યો હતો. આજથી ફરી રાબેતા મુજબ સોની બજાર ફરી ધમધમવા લાગી છે અને વેપારીઓએ શો-રૂમ ખોલ્યા હતા. ત્યારે રાજય સભાના સાંસદ અને ધારાશાસ્ત્રી અભયભાઇ ભારદ્વાજ દ્વારા સાવચેતીના ભાગરૂપે સોનીબજારમાં પોતે રૂબરૂ જઇ અને સેનેટાઈઝરનો છંટકાવ કરવામં આવ્યો હતો.
રાજકોટમાં દરરોજના 50થી વધારે કોરોના પોઝીટીવ કેસ આવી રહ્યા છે અને 1ઢ થી વધારે મોત નીપજી રહ્યા છે. ત્યારે લોકો ખરીદી કરવા ઓછા નીકળી રહ્યા છે. મોટાભાગની બજારોમાં ધરાકી ઓછી હોવાથી સોની બજારના રાજકોટ ગોલ્ડ ડિલર એસોસીએશન દ્વારા તા.26મીથી તા.31 ઓગસ્ટ સુધી સ્વૈચ્છિક બંધ રાખવા નિર્ણય લેવામાં આવ્યો હતો. જે આજે ફરી રાબેતા મુજબ શરુ થઇ છે અને સરકારની ગાઈડલાઈન મુજબ રાતના આઠ વાગ્યા સુધી બજાર ખુલ્લી રહેશે.આ અંગે રાજકોટ ગોલ્ડ ડિલર એસોસીએશનના પ્રમુખ ભાયાભાઇ સોહલીયાએ જણાવ્યું હતું કે સોની બજાર ખુલતા જ સાવચેતીના ભાગરૂપે સવારે સેનેટાઈઝર છંટકાવનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.

રિલેટેડ ન્યૂઝ