રાજકોટમાં કંટેનમેન્ટ ઝોનમાંથી લટાર મારવા નીકળેલા 13 શખ્સો વિરુદ્ધ ગુનો

સોશ્યલ ડિસ્ટન્સ ભંગ સબબ 26 સામે કાર્યવાહી કરતી પોલીસ

(પ્રતિનિધિ દ્વારા)
રાજકોટ તા.2
રાજકોટ શહેરમાં કોરોના ગ્રસ્ત વિસ્તારોને કંટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવે છે આવા વિસ્તારોમાંથી બહાર નીકળવાની મનાઈ હોવા છતાં લટાર મારવા નીકળી પડેલા 13 શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડ કરવામાં આવી છે તેમજ દુકાનો અને વાહનોમાં સોશ્યલ ડિસ્ટન્સ નહિ જાળવનાર 26 સામે ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવી છે.
રાજકોટ શહેરમાં કોરોના સંક્રમણ અટકાવવા માટે જે વિસ્તારોમાં કોરોનાના કેસ આવ્યા હોય તેને કંટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવે છે અને આ વિસ્તારમાંથી દરેક લોકોને બહાર નીકળવાની મનાઈ ફરમાવવામાં આવે છે ત્યારે આવા વિસ્તારમાંથી નીકળતા 13 લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે જેમાં પ્રનગર પોલીસે ગિરીશ જયંતીભાઈ બુધરાણી, ગાંધીગ્રામ પોલીસે કનક રણજીભાઈ બુન્દેલ, રોહન એચ બારૈયા, બી ડિવિઝન પોલીસે ભરત બાબુભાઇ બારોટ, મિતેષ લક્ષ્મણભાઇ બોરીચા, લક્ષ્મણ અરજણભાઈ બોરીચા, શાંતિભાઈ ગાંડુભાઇ લુણાગરીયા, કાંતાબેન ચંદુભાઈ લુણાગરીયા, વૈશાલીબેન મિતેશભાઈ લુણાગરીયા, થોરાળા પોલીસે અમિત અશોકભાઈ ભામાણી, રમઝાન હસમભાઇ રાઉમાં, તાલુકા પોલીસે નિલેશ ચીમનભાઈ પટેલ અને અંકુર રમણીકભાઇ પટેલ સામે ગુનો નોંધ્યો હતો જયારે ચા-પાનની દુકાનોએ ભીડ એકઠી કરનાર 8 વેપારી અને રીક્ષામાં વધુ મુસાફરો બેસાડી અને બાઇકમાં ટ્રિપલ સવારી નીકળી સોશ્યલ ડિસ્ટન્સ ભંગ સબબ 18 સામે કાર્યવાહી કરવામાં આવી છે

રિલેટેડ ન્યૂઝ