રાજકોટમાં દૂધની ડેરીએ મુસ્લિમ ભાજપ અગ્રણીની છરીના ઘા ઝીકી હત્યા

દૂધમાંથી બનતી વાનગીઓમાંથી આવતી દુર્ગંધ બાબતે થયેલો ઝઘડો હત્યા સુધી પહોંચ્યો

પ્ર.નગર પોલીસ 2 શખ્સ કરી ધડપકડ,ગણતરી મિનીટ પ્ર.નગર પોલીસ 2 શખ્સ કરી ધડપકડ

(પ્રતિનિધિ દ્વારા)રાજકોટ તા. 2
રાજકોટ શહેર અનલોક 3માં પ્રવેશ કર્યા બાદ કર્ફ્યુ હટાવી લેવામાં આવ્યો છે કર્ફ્યુ દૂર થતા જ રાજકોટ શહેરમાં હત્યાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે શહેરના દૂધસાગર રોડ ઉપર રહેતા મુસ્લિમ ભાજપ અગ્રણીને સામે રહેતા અને દૂધની વાનગીઓ બનાવતા શખ્સ સાથે દૂધની વાનગીઓમાંથી આવતી દુર્ગંધ અંગે માથાકૂટ ચાલતી હોય જે સંદર્ભે આજે સમજાવવા જતા સામા પક્ષના પિતા-પુત્ર સહીત ત્રણ શખ્સોએ પાછળથી છરીના ઘા ઝીકી દેતા મુસ્લિમ ભાજપ અગ્રણીને ગંભીર ઇજા થતા સારવાર દરમિયાન મૃત્યુ નિપજતા બનાવ હત્યામાં પલટાયો હતો ઘટનાને પગલે સિવિલ હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલે પોલીસના ધાડે ધાડા ઉતારી દેવામાં આવ્યા હતા સામા પક્ષના બે હત્યારાઓને પણ ઇજા થઇ હોય બંનેને સારવાર અર્થે પોલીસ જાપ્તા હેઠળ હોસ્પિટલમાં દાખલ કરવમાં આવ્યા છે હત્યાની ઘટનાને પગલે ભારે સનસનાટી મચી જવા પામી છે.
રાજકોટ શહેરમાં અનલોક 3 દરમિયાન રાત્રી કર્ફ્યુ હટાવી લેવામાં આવ્યું છે જેના પરિણામ સ્વરૂપે બીજા જ દિવસે હત્યાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે રાજકોટ શહેરના દૂધસાગર રોડ ઉપર લાખાજીરાજ સોસાયટીમાં રહેતા અને લોખંડ તથા ક્ધસ્ટ્રક્શન વ્યવસાય સાથે જોડાયેલા આરીફભાઇ ગુલામહુસેનભાઈ ચાવડા નામના 40 વર્ષીય મુસ્લિમ ભાજપ અગ્રણીની કરપીણ હત્યા થતા ભારે સનસનાટી મચી જવા પામી છે હત્યાના બનાવ અંગે પ્રાપ્ત વિગતો મુજબ આરીફ ચાવડાના ઘરની સામે રહેતા અબ્દુલ ઓસમાનભાઈ ખેબર કે જેઓ દૂધ અને છાંસમાંથી બનતી વિવિધ વાનગીઓ જેવી કે પનીર, ચીઝ વગેરે વસ્તુઓ ઘરે બનાવવાનો વ્યવસાય ધરાવે છે આ બનતી વાનગીઓને લીધે દુર્ગંધ આવતી હોય આરીફ ચાવડા અને અબ્દુલભાઇ વચ્ચે અવારનવાર માથાકૂટ થતી હતી આ જ માથાકૂટને લઈને રાત્રીના નવેક વાગ્યા આસપાસ આરીફ ચાવડાનો ભાઈ મુસો આ બાબતે અબ્દુલભાઈને સમજાવવા માટે ગયો હતો ત્યારે માથાકૂટ થાત આરીફ ચાવડા ત્યાં સમાધાન માટે ગયો હતો ડખ્ખાનું સમાધાન થયા બાદ આરીફ ચાવડા પરત પોતાના ઘર તરફ આવતો હતો ત્યારે 58 વર્ષીય અબ્દુલ ઓસ્માણભાઇ ખેબર, તેનો 30 વર્ષીય દીકરો વસીમ અને બાબો ત્રણેય શખ્સોએ પાછળથી છરીના ઘા ઝીકી દીધા હતા અચાનક હિચકારો હુમલો થતા આરીફ ચાવડાએ દેકારો કરતા તેના પરિવારજનો પણ દોડી આવ્યા હતા અને આરીફને બચાવવા પ્રયત્નો કર્યા હતા આરીફ ચાવડાને ગંભીર ઈજાઓ થઇ હોવાથી તેને તાકીદે સારવાર અર્થે સ્ટર્લિંગ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો પરંતુ ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત નિપજતા બનાવ હત્યામાં પલટાયો હતો પરિસ્થિતિ વધુ ન વણસે તે માટે પોલીસના ધાડે ધાડા ઉતારી દેવમાં આવ્યા હતા ઘટનાને પગલે થોરાળા પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી સામા પક્ષે અબ્દુલ ખેબર અને તેનો પુત્ર વસીમ બંનેને પણ ઇજા થઇ હોવાની રાવ સાથે સિવિલ હોસ્પિટલે દાખલ થતા પ્રનગર પીઆઇ ચાવડા અને સ્ટાફે બંને હત્યારાઓને વોર્ડ નંબર 8માં દાખલ કરી બંને ઉપર બંદોબસ્ત ગોઠવી દીધો છે મૃતક આરીફ ચાવડા ભાજપ પક્ષમાં સક્રિય કાર્યકર્તા હતો અને બહોળો મિત્ર વર્ગ ધરાવતો હતો આરીફ ચાવડા ચાર ભાઇમાં બીજા નંબરનો હતો ભાજપ અગ્રણીની હત્યાને પગલે ભારે ચકચાર મચી જવા પામી છે.

રિલેટેડ ન્યૂઝ