મોરબીના નવા એસ.પી. તરીકે નર્મદા એસઆરપીના કમાન્ડન્ટ સુબોધ ઓડેદંરા

(પ્રતિનિધિ દ્વારા)
મોરબી: તા.2
રાજ્ય સરકાર દ્વારા મોડી રાત્રીમાં રાજ્યના 74 આઇપીએસ સહિતના ઉચ્ચ પોલઈસ અધિકારીઓની બદલીના ઓર્ડર કરવામાં આવ્યા છે. જેમાં મોરબીના એસપી ડો.કરણરાજ વાઘેલાનો પણ સમાવેશ થાય છે.
જેમાં મોરબીના જિલ્લા પોલીસ વડા ડો.કરણરાજ વાઘેલાની વડોદરા બદલી કરવામાં આવી છે. તેમને વડોદરા ઝોન 3ના ડેપ્યુટી કમિશ્નરની જવાબદારી સોંપવામાં આવી છે. મોરબીના એસપી તરીકે ડો.કરણરાજ વાઘેલાએ બે વર્ષ દરમિયાન કાયદો વ્યવસ્થા જાળવવા ઉપરાંત સતત લોકો અને નાગરિકોના સંપર્કમાં રહી પોલીસ પ્રજાનો મિત્ર હોવાનો છાપ ઉભી કરી હતી. સાથો સાથ અનેક ગંભીર ગુન્હાઓનો ત્વરિત ભેદ ઉકેલવામાં સફળ રહ્યા હતા.
જ્યારે મોરબીના જિલ્લા પોલીસવડા ડો.કરણરાજ વાઘેલાની બદલી થતા તેમની જગ્યાએ સુબોધ રામદેવભાઇ ઓડેદરાની નિમણૂક કરવામાં આવી છે જેમાં સુબોધ ઓડેદરા નર્મદા જીલ્લામાં એસઆરપી ગ્રુપ 18ના કમાનડેટ તરીકે ફરજ નિભાવતા હતા. જ્યાંથી તેમની મોરબી જિલ્લા પોલીસ વડા તરીકે બદલી કરવામાં આવી છે. મોરબીના એસપી તરીકે મુકાયેલા એસ.આર.ઓડેદરા અગાઉ રાજકોટ શહેરમાં ઉઈઙ તરીકે ફરજ બજાવી ચુક્યા છે.જેમાં બોમ્બ બનાવવાની કમ્પની તેમજ ભુ માફિયાઓ ની પણ ધરપકડ કરી મહત્વની તપાસો કરી ચુક્યા છે આ વખતે સુબોધ ઓડેદરા અને ક્રાઈમ બ્રાન્ચ પીઆઈ એચ એમ ગઢવીની ટીમ દ્વારા મોરબી જીલ્લામાં ડેરા તંબુ નાખી અને તપાસ હાથ ધરી હતી જેમાં ખાટકીવાસમાંથી આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી હતી.મોરબી ઉપરાંત રાજકોટ રેન્જના અન્ય જિલ્લામાં પણ એસપીની બદલી કરવામાં આવી છે. જેમાં વલસાડ એસપી સુનિલ જોશીની દેવભૂમિ દ્વારકા એસપી તરીકે અને ડાંગ આહવા એસપી શ્વેતા શ્રીમાળીને જામનગર એસપી તરીકે નિમણુંક આપવામાં આવી છે. જ્યારે મોરબી જિલ્લાના વતની ડીસીપી રાજદીપસિંહ ઝાલાને વલસાડ એસપી તરીકે નિમણુંક આપવામાં આવી છે.

રિલેટેડ ન્યૂઝ