પ્રભાસ પાટણમાં 2500થી વધુ કુટુંબોને સીંગલ ફેઇઝ વિજ પુરવઠો આપવા માંગ

(પ્રતિનિધી દ્વારા) પ્રભાસ પાટણ તા. 2
પ્રભાસ પાટણ ઓ.જી. વિસ્તારમાં પીપળીની કાદીમાં રહેતા 2500થી વધુ કુટુંબુને થ્રી ફેઇઝ માંથી સીંગલ ફ્રેઇમ લાઇન આપવા રામભાઇ સોલીંકીએ માંગણી કરી છે.
પ્રભાસ પાટણ ઓ.જી. વિસ્તારમાં આવેલ પીપળીની કાદી વિસ્તારમાં 2500 જેટલા ઘરનાં કુટુંબો વસવાટ કરે છે. આ ઓ.જી. વિસ્તારમાં થ્રી ફ્રેઇસ ટી.સી. ઓવલા છે. અને તેમાંથી જ ઘર વપરાશની લાઇન આવે છે. જેથી આ વિસ્તારમાં રહેલા કુટુંબોને ખુબ જ મુશ્કેલી પડે છે.
આ થ્રી ફ્રેઇસ લાઇનમાં વારંવાર ફોલ સર્જાવાને કારણે વિજળી જવાના બનવાો ખૂબ જ બને છે. જેથી આ વિસ્તારમાં રહેતા લોકો ત્રાહીમામ પોકારી જાય છે. વારંવાર વિજળી જવાને કારણે ઘરનાં વિજ ઉપકરણો બંધ થાય છે. તેમાં પંખા બંધ થવાની નાના બાળકો, મોટી ઉંમરના લોકો ખુબ જ હેરાન થાય છે અને બિમાર પડે છે. તેમજ વિજળીનાં અભાવે વિદ્યાર્થીઓ પણ તેમનો અભ્યાસ કરી શકતા નથી. તો આ વિસ્તારમાં થ્રી ફેઇઝ વાડી વિસ્તારનું કનેકશન અલગ અને રેસીડેન્ટ માટે અલગ ટી.સી. કરવામાં આવે તો આ સમસ્યાનો ઉકેલ આવી શકે તેમ છે. આ અંગે ગીર સોમનાથ જીલ્લા યુવાન ભાજપ મંત્રી અને કોળી સમાજના યુવા અગ્રણી રામભાઇ સોલંકી દ્વારા પ્રભાસ પાટણ પી.જી.વી.સી.એલ.ના કાર્યપાલક ઇજનેરને લેખિતમાં રજૂઆત કરેલ છે અને તાત્કાલીક પ્રશ્ર્નના નિરાકરણ માટે માંગણી કરવામાં આવેલ છે.

રિલેટેડ ન્યૂઝ