સોમનાથમાં બીજા સોમવારે દસેક હજાર ભાવિકો દર્શન કરી શકે તેવી વ્યવસ્થા

ભોળાનાથને બોરસલીનાં શૃંગાર કરવામાં આવશે

(પ્રતિનિધી દ્વારા) પ્રભાસ પાટણ તા. 2
પવિત્ર શ્રાવણ માસના બીજા સોમવારે સોમનાથ મહાદેવનાં દર્શને લોકો પધારશે પરંતુ સોમનાથ દર્શન માટે સોમનાથ મંદિરની સામે આવેલા પથીકાશ્રમનાં ગ્રાઉન્ડમાં દર્શનાર્થી માટે પાસની વ્યવસ્થા કરવામાં આવેલ છે. ત્યાંથી પાસ મેળવીને દર્શને જવું 1 પાસમાં વધુમાં વધુ 5 લોકો જઇ શકશે તેમજ ઓનલાઇન રજીસ્ટ્રેશન પણ કરાવીને દર્શનાર્થીઓ દર્શને જઇ શકશે.
લોકોની ભીડને ધ્યાને રાખી સોમનાથ ટ્રસ્ટના અધિકારી કર્મચારીઓ તેમજ સોમનાથ મંદિર સુરક્ષા અધિકારીને પોલીસ તંત્ર ખડેપગે રહેશે અને લોકો શાંતિથી વ્યસ્થિત સોશીયલ ડિસટન જાળવીને દર્શન કરી શકે તે માટે વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે.
સોમનાથ મંદિરે વહેલીસ સવારનાં 5.30 કલાકે ખુલશે મહાપુજા, સવાર – બપોર અને સાંજની આરતીઓ, યાત્રીકો દ્વારા નોંધાવેલ રૂદ્રપાઠ, મૃત્યુંજપ પાઠ, દિપમાળા અને શૃંગાર દર્શનમાં બોરસલીનો શ્રૃગાર કરવામાં આવશે. તેમજ દિવસ દરમ્યાન સરકારની ગાઇડલાઇન મુજબ 9 થી 10 હજાર લોકો દર્શનનો લાભ લઇ શકશે.

રિલેટેડ ન્યૂઝ