30મીએ જિલ્લા પંચાયત રાજકોટની સભા

(પ્રતિનિધિ દ્વારા)
રાજકોટ: તા.15
રાજકોટ જિલ્લા પંચાયતની ગત તા.8મીએ સામાન્ય સભા મળી હતી હજુ એક મહિનાની મુદાત પહેલા ફરી એક વાર તા.30મીએ સામાન્ય સભા બોલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે આ અંગેનો એજન્ડા બહાર પાડવાની કાર્યવાહી શરુ કરવામાં આવી છે. કોરોના કાળમાં અગાઉ ત્રણ મહિના કરતા વધુ સમય સુધી સામાન્ય સભા મળી ન હતી. હાલ કોરોના બેકાબુ બન્યો છે અને સ્થિતિ ગંભીર બની રહી છે ત્યારે માત્ર મહિનાની અંદર જ સામાનય સભા બોલાવવામાં આવી રહી હોય સભ્યોમાં આ અંગે કચવાટ જોવા મળી રહ્યો છે. નાણાંપંચના કામો સંબંધી ઔપચારીકતા પુરી કરવા સહિતની દરખાસ્તો આ સામાન્ય સભામાં લવાશે. આ ખાસ સામાન્ય સભા નથી એટલે એક કલાકની પ્રશ્ર્નોતરી પણ રાખવામાં આવશે. હાલ સંક્રમણનો સૌથી વધુ ખતરો છે ત્યારે જિલ્લા પંચાયતના સભ્યોને પણ ચેપ લાગવાનો ખતરો વધી જાય છે. ગત ખાસ સામાન્ય સભા હોવાથી પ્રશ્ર્નોતરી રાખવામાં આવી ન હતી. એ બેઠકમાં સભ્યોની ગેરહાજરી વધુ હતી. વર્તમાન બોડીની ડિસેમ્બરમાં મુદત પુરી થઇ રહી છે અને સરકાર ચુંટણી માટે આગળ વધી રહી છે એ જોતા નવેમ્બરમાં ચૂંટણીની આચારસંહિતા લાગુ પડે તે પહેલા છેલ્લી સામાન્ય સભા સપ્ટેમ્બરમાં જ બોલાવવાનો શાસકોએ નિર્ણય કર્યો છે. દરમીયાન આગામી તા.19મી સપ્ટેમ્બરે જિલ્લા પંચાયતની કારોબારી બેઠક પણ મળી રહી છે. ગોંડલ તાલુકાના બાંદ્રા ગામના ઉપસરપંચને હોદા પરથી દૂર કરવા અંગેની એક અપીલ અંગે આ બેઠકમાં નિર્ણય લેવામાં આવશે. કારોબારીની બેઠક પર ટુંકા વાળામાં મળી રહી છે.

રિલેટેડ ન્યૂઝ